બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 04:33 PM, 2 August 2021
ADVERTISEMENT
કેન્દ્ર સરકારની ઘણી પેન્શન સ્કીમ વૃદ્ધ થયા બાદ દર મહિને એક નક્કી રકમ પેન્શન ગેરેન્ટી આપે છે. તમે દરરોજે ફક્ત 1 રૂપિયા 80 પૈસા જમા કરીને 3000 રૂપિયા મહિને પેન્શન મેળવી શકો છો. આ યોજનાનું નામ 'પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના' છે. સરકારની આ યોજના અસંગઠિત ક્ષેત્રને શ્રમિકો માટે છે.
દર મહિને કેટલું મળશે પેન્શન?
જો તમારી માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી છે અને ઉંમર 40 વર્ષથી ઓછી છે તો તમે મોદી સરકારની આ યોજના સાથે જોડાઈને વૃદ્ધાવસ્થામાં દર મહિને 3000 રૂપિયા સુધી પેન્શન મેળવી શકો છો. કેન્દ્ર સરકારે આ યોજનાની શરૂઆત વર્ષ 2019માં કરી હતી. સરકારનો લક્ષ્ય છે કે આવનાર 5 વર્ષમાં અસંગઠિત ક્ષેત્રમાં ઓછામાં ઓછા 10 કરોડ શ્રમિકો અને કર્મચારીઓને આ યોજનાનો લાભ મળી શકે.
ADVERTISEMENT

સરકારની ગેરન્ટી પેન્શન સ્કીમ
સરકારની આ ગેરન્ટી પેન્શન સ્કીમ છે જેની સાથે જોડાઈને તમે 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપનાર માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં જેટલી રકમ તમે દર મહિને જમા કરશો તેટલી જ રકમ દર મહિને સરકાર પણ તમારા પેન્શન ખાતામાં જમા કરશે.
ADVERTISEMENT
કોણ ન લઈ શકશે આ યોજનાનો લાભ?
આ યોજના સાથે જોડાવવા માટે મહિને 15,000 રૂપિયાથી વધારાની આવક હોવી જરૂરી છે. જો મહિનાની આવક 15 હજારથી વધારે છે તો પછી આ યોજનાનો લાભ નહીં ઉઠાવી શકો. સાથે જ સંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિ અથવા કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO), નેશનલ પેન્શન સ્કીમ(NPS), અથવા રાજ્ય કર્મચારી વીમા નિગમ (ESIC)ના સદસ્ય અથવા ઈનકમ ટેક્સની ચુકવણી કરનાર લોકો આ સ્કીમનો લાભ નથી લઈ શકતા.

ADVERTISEMENT
કોણ બની શકે છે આ સ્કીમનો ભાગ?
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના દ્વારા કોઈ પણ ભારતીય નાગરિક જોડાઈ શકે છે. જેની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોય. આ યોજના ખાસકરી મેડ, મોચી, દરજી, રિક્ષા ડ્રાઈવર, ધોબી અને મજૂરો માટે કરવામાં આવી છે. સરકારી આંકડાઓ અનુસાર દેશમાં લગભગ 42 કરોડ લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે.
કેટલા વર્ષે કેટલું રોકાણ?
જો રોકાણકારની ઉંમર 18 વર્ષ છે તો તેને આ યોજનામાં દર મહિને 55 રૂપિયા, 29 વર્ષ વાળાને દર મહિને 100 રૂપિયા અને 40 વર્ષ વાળાને દર મહિને 200 રૂપિયા જમા કરવાના રહેશે. જો પેન્શન મળ્યા પહેલા જ લાભાર્થીઓના મોત થઈ જાય તો પેન્શનના 50 ટકા તેમના જીવનસાથીને આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.