બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Post office new rule will applicable from 1 april 2021 charges on money deposite and withdrawal

નિયમ / પોસ્ટ ઓફિસમાં ખાતું હોય તો વાંચી લેજો આ સમાચાર, 1 એપ્રિલથી લાગવાનો છે આ ચાર્જ

Noor

Last Updated: 03:10 PM, 7 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જો તમારું ખાતું પણ પોસ્ટ ઓફિસમાં છે તો આજે જ આ બાબત જાણી લો નહીંતર તમારું નુકસાન થઈ શકે છે.

  • પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે કામના સમાચાર
  • 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસ ગ્રાહકો માટે કેટલાક નવા નિયમ લાગુ થઈ રહ્યાં છે
  • આ ચાર્જ લેવાનો શરૂ થઈ શકે છે

તમને જણાવી દઈએ કે, 1 એપ્રિલ, 2021થી પોસ્ટ ઓફિસ ગ્રાહકો માટે કેટલાક નવા નિયમ લાગુ થઈ રહ્યાં છે. India Post Payment Banksએ હવે ઉપાડ, જમા કરાવવા અને AEPS (આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ) પર ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે. એટલે કે પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે પણ ચાર્જ આપવો પડશે. 

બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ પર કેટલો લાગશે ચાર્જ?

જો તમારું બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ છે તો ચારવાર પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ નહીં આપવો પડે, પરંતુ તેનાથી વધુ ટ્રાન્ઝેક્શન કરવા પર  25 રૂપિયા કે 0.5 ટકા ચાર્જ આપવો પડશે. બીજી તરફ, પૈસા જમા કરાવવા માટે કોઈ પણ ચાર્જ નહીં લાગે.

સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ પર કેટલો લાગશે ચાર્જ?

જો તમારું સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ છે તો તમે દર મહિને 25 હજાર રૂપિયા સુધી ઉપાડી શકો છો. તેનાથી વધુ ઉપાડવા પર 25 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. બીજી તરફ, 10 હજાર રૂપિયા સુધીની કેશ ડિપોઝિટ કરે છે, તો કોઈ ચાર્જ નહીં લાગે. પરંતુ તેનાથી વધુ જમા કરાવવા પર દરેક જમા પર ઓછામાં ઓછા 25 રૂપિયા ચાર્જ લાગશે.

ઈન્ડિયા પોસ્ટ AePS એકાઉન્ટ પર ચાર્જ

આઇપીપીબી નેટવર્ક પર સસીમિત ફ્રીલેવડદેવડ થાય છે, પરંતુ નોન-આઇપીપીબી માટે માત્ર ત્રણ વાર જ મફત લેવડદેવડ કરવામાં આવી શકે છે. આ નિયમ મિની સ્ટેટમેન્ટ, કેશ ઉપાડવા અને કેશ જમા કરાવવા માટે છે. AePSમાં ફ્રી લિમિટ ખતમ થયા બાદ દરેક ટ્રાન્ઝેક્શન પર એક ચાર્જ આપવો પડશે. સીમા સમાપ્ત થયા બાદ કોઈ પણ જમા રકમ પર 20 રૂપિયા ચાર્જ લાગશે.

મિની સ્ટેટમેન્ટ કાઢવામાં પણ લાગશે ચાર્જ

આ ઉપરાંત ગ્રાહક જો મિની સ્ટેટમેન્ટ કાઢવા માંગે છે તો તેના માટે પણ આપને 5 રૂપિયા ચાર્જ આપવો પડશે. જો તમે મર્યાદા ખતમ થયા બાદ નાણાની લેવડદેવડ કરો છો તો લેવડદેવડની રકમનો 1 ટકા ચાર્જ આપના ખાતામાંથી કાપી લેવામાં આવશે. જોકે મિનિમમ 1 રૂપિયો અને મહત્તમ 25 રૂપિયા છે. નોંધનીય છે કે આ ચાર્જિસ પર જીએસટી અને સેસ પણ લાગશે.

સાથે જ ઈન્ડિયા પોસ્ટે ઘોષણા કરી છે કે પોસ્ટ ઓફિસ જીડીએસ (ગ્રામીણ ડાક સેવા) શાખાઓમાં ઉપાડની મર્યાદાને વધારવા અને હવે તે સીમા 5000 રૂપિયાથી વધારીને 20000 રૂપિયા પ્રતિ ગ્રાહક કરી દેવામાં આવી છે. આ પગલાનો ઉદ્દેશ્ય સમયની સાથે પોસ્ટ ઓફિસની જમા રકમ વધારવાની છે. પોસ્ટ ઓફિસમાં બચત ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા હોવા જોઈએ અને તેનાથી ઓછી રકમ થતાં 100 રૂપિયા ચાર્જ કાપવામાં આવશે. એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો તેને ટર્મિનેટ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Money New Rule Post Office Rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ