જો તમે પોસ્ટ ઓફિસમાં (જનધન ખાતું) ખોલાવો છો તો તમને 2 લાખ રૂપિયાનો લાભ મળશે. જાણી લો કઈ રીતે.
પોસ્ટ ઓફિસમાં આજે જ ખોલાવો ખાતું
પોસ્ટ ઓફિસના ખાતાધારકો માટે સારાં સમાચાર
પોસ્ટ ઓફિસમાં ખાતું હશે તો મળશે 2 લાખનો ફાયદો
પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ દેશના ગરીબોનું ખાતું બેંકો, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓમાં ગ્રાહકોને ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. આજે તમને જણાવીશું કે, આ ખાતામાં કઈ આકર્ષક સુવિધાઓ મળે છે અને આ ખાતું કેવી રીતે ખોલવું. જે લોકોનું ખાતું આધાર સાથે લિંક હશે તેમને જ આ લાભ મળશે.
જનધન ખાતું ખોલવા માટે આ દસ્તાવેજો જરૂરી છે
આધાર કાર્ડ અથવા પાસપોર્ટ અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા પાન કાર્ડ, વોટર કાર્ડ, NREGA જોબ કાર્ડ, નામ, સરનામું અને આધાર નંબર દર્શાવતા સત્તા દ્વારા જારી કરાયેલ પત્ર, ગેઝેટેડ અધિકારી દ્વારા જારી કરાયેલ પત્ર જેના પર ખાતું ખોલાવવા માટે અટેસ્ટેડ ફોટો લાગેલો હોય.
નવું ખાતું ખોલવા માટે આ કામ કરવું પડશે
જો તમે તમારું નવું જન ધન ખાતું ખોલવા માંગો છો તો તમે નજીકની બેંક અથવા પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને આ કામ સરળતાથી કરી શકો છો. આ માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. જેમાં નામ, મોબાઇલ નંબર, બેંક શાખાનું નામ, અરજદારનું સરનામું, નોમિની, વ્યવસાય / રોજગાર અને વાર્ષિક આવક અને આશ્રિતોની સંખ્યા, SSA કોડ અથવા વોર્ડ નંબર, ગામ કોડ અથવા નગર કોડ વગેરે જાણકારી તેમાં આપવાની રહેશે.
જૂના ખાતાને આ રીતે બનાવો જનધન ખાતું
જો તમારી પાસે જૂનું બેંક ખાતું છે તો તેને જનધન ખાતામાં રૂપાંતરિત કરવું સરળ છે. આ માટે તમારે બેંક શાખાની મુલાકાત લઈને રૂપે કાર્ડ માટે અરજી કરવી પડશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન યોજનામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
આ ખાતાના ફાયદા
6 મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા
2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો
30000 રૂપિયા સુધી લાઈફ કવર, જે લાભાર્થિની મૃત્યુ પર યોગ્ય શરતો પૂરી કરવા પર મળે છે
ડિપોઝિટ પર વ્યાજ મળે છે.
ખાતા સાથે ફ્રી મોબાઈલ બેંકિંગની સુવિધા પણ આપવામાં આવે છે.
રુપે ડેબિટ કાર્ડ જનધન ખાતું ખોલનારને આપવામાં આવે છે, જેનાથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા ખરીદી કરી શકે છે
જનધન ખાતા દ્વારા વીમા, પેન્શન પ્રોડક્ટ ખરીદવી સરળ છે
જો જનધન ખાતું હોય તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનાઓમાં પેન્શન માટે ખાતું ખોલવામાં આવશે.