બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Porbandar Madhavpur village grand Lokmela for 5 days

લોકમેળામાં આકર્ષણ / રાષ્ટ્રીય કક્ષાના માધવપુર મેળામાં 8 રાજ્યોમાં તૈયાર થયેલી મળશે આ ખાસ વસ્તુઓ

Vishnu

Last Updated: 12:33 AM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેન્ડક્રાફ્ટના અંદાજીત 70 જેટલા સ્ટોલો તૈયાર કરવામાં આવ્યા, ટુરિઝમના વિકાસ થાય અને રોજગારી માટે પ્રયાસ

  • પોરબંદર નજીકના માધવપુર ગામે લોકમેળો
  • 5 દિવસ સુધી ભવ્ય લોકમેળાનું આયોજન
  • ઉતરપૂર્વના 8 રાજયોના સ્ટોલ 

માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી સાથે માધવપુર મેળાનું ઉદ્ઘાટન કર્યું. એવી માન્યતા છે કે ભગવાન કૃષ્ણએ અહીં ઉત્તર-પૂર્વ ક્ષેત્રની રૂકમણી સાથે લગ્ન કર્યા હતા. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ જ્યાં મળે છે, આ મેળો આપણા સાંસ્કૃતિક વારસાને ગૌરવ આપવાનો ઉત્સવ છે.ત્યારે આ મેળાને વિશ્વ ફલક પર ઓળખ આપવા 2017થી પ્રવાસન વિભાગ આ મેળાનું આયોજન કરે છે.

પોરબંદર નજીક ના માધવપુર ગામે આજ થી 5 દિવસ સુધી સરકાર દ્વારા ભવ્ય લોકમેળા નું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે ટુરિઝમ વિભાગ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ ને રૂકમણીજી ના લગ્નઉત્સવ ના વિવિધ પ્રસંગો ની ઝાકી કરાવતો સ્ટોલ તૈયાર કર્યો છે.જેમાં સેલ્ફી પોઇન્ટ પણ રાખવા આવ્યો છે.સાથો સાથ ઉતરપૂર્વ ના 7 રાજયો ના ટુરિઝમ નો વિકાસ થાય તે માટે મિઝોરમ,મણીપુર,આસમ,નાગલેન્ડ, ત્રિપુરા સહિત ના રાજયો ના જોવા લાયક સ્થળો અને ત્યાં ની સંસ્કૃતિ ની ઝાખી કરાવતાં સ્ટોલો તૈયાર કરાયા છે.

લોકમેળા ની સાથે ગુજરાત ના લોકો ઉતરપૂર્વ રાજયો નો સંસ્કૃતિ અને કલા જાણે તે માટે હેન્ડક્રાફ્ટ ના અંદાજીત 70 જેટલા સ્ટોલો તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં ઉતરપૂર્વ ના 8 રાજયો ના હસ્તકલા ના કારીગરો દ્વારા તૈયાર કરેલ વિવિધ ચીજવસ્તુ નું વેચાણ કરવામાં આવશે.જેને કારણે ગુજરાત તથા બહાર ન રાજય ના લોકો ને રોજગારી ની સારી તક મળશે.10 એપ્રિલથી  5 દિવસ દરમિયાન ગુજરાત ઉપરાંત 8 રાજયો ના ખ્યાતનામ કલાકારો દ્વારા વિવિધ કલાકૃતિઓ પ્રસ્તુત કરશે.

ચાંપતો પોલીસ બંદોબસ્ત
માધવપુર ખાતે યોજાનાર મેળામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટશે ત્યારે સુરક્ષાને લઈને પણ પોરબંદર પોલીસ તંત્ર સુસજ્જ જોવા મળી રહ્યું છે.સમગ્ર મેળા માં એસ.પી,ડી.વાય.એસ.પી,પી.આઈ,પી.એસ.આઈ,એ.એસ.આઈ,કોન્સ્ટેબલ, હેડકોન્સ્ટેબલ,હોમગાર્ડ, જી.આર.ડી,એસ.આર.ડી,એસ.આર.પી,મળી ને કુલ 1200 થી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાદ કરવામાં આવ્યા છે VIP મહાનુભવોના આગમનને પગલે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક જોવા મળી રહી છે.

વાંચો શું છે માધવપુરના મેળાનું મહત્વ?
પોરબંદર- સોમનાથ વચ્ચે આવેલા માધવપુર ગામે 5240 વર્ષ પહેલા ભગવાન શ્રી માધવરાયજીના લગ્ન રાણી રુક્ષમણીજી સાથે મધુવનના જંગલમાં યોજાયા હતા જે પરંપરા આજે પણ માધવપુર માં જળવાય રહી છે.ધુળેટી ના દિવસે ભગવાન માધવરાયજીના ના લગ્નની કંકોત્રી લખાઈ છે. ત્યારબાદ  રામનવમી થી પાંચ દિવસ ધામધૂમ પૂર્વક લગ્નોતશવ ઉજવાય છે.રામનવમી થી ત્રણ દીવસ માધવરાય મંદીરે થી વર્ણાગી નિકળે છે.  ચૈત્ર સુદ બારસના દીવસે ભગવાન શ્રીકુષ્ણ અને રૂક્ષમણીજીના લગ્નઉત્સવ ઉજવાઈ છે. માધવરાયજીના મંદીરે થી ભગવાનશ્રીકૃષ્ણ ને ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ રથમાં બિરાજમાન કરવામાં આવે છે. ત્યાર બાદ ભગવાન ની વાજતે ગાજતે જાન નિકળે છે.  ઢોલ-શરણાઈ સાથે ની આ જાન માં શ્રધ્ધાળુઓ જાડાઈ છે અને રાસની રમઝટ બોલાવે છે. કિર્તન અને પદ ના ગાન સાથે ની જાન માધવપુરની  બજારમાં વાજતે-ગાજતે નિકળે છે. ભગવાન ના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે..

ભગવાન ના લગ્નનો માધવપુર અને આસપાસના વિસ્તારમાં અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે.ભગવાન ની જાન જે રથમાં નીકળે છે તે રથ પણ લગભગ 125 વર્ષ જુના રથમાં નીકળે છે.માધવપુરના જાપા થી મેળા ની વચ્ચે થી ભગવાન નો રથ દોડે છે. આ અંગે એવી માન્યતા રહેલી છે કે ભગવાન શ્રીકૃષ્ણ એ રૂક્ષમણી નુ હરણ કરી અને રથ ને દોડાવ્યો હતો તે પરંપરા આજે પણ રથ ને દોડાવામાં આવે છે. ભગવાન ની જાન મધુવન જંગલ ખાતે પહોચતા તેમના પોખણા કરવામાં આવે છે. ત્યાર બાદ ચોરી મર્યા ખાતે ભગવાન શ્રીકુષ્ણ અને રૂક્ષમણીજીના લગ્ન કરવામાં આવ્યા હતા

 

તો બીજી તરફ રૂક્ષમની દેવી ના મંદિર ખાતે પણ લગ્ન ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.માતા રૂક્ષમની દેવી ના મંદિર ને પણ રંગ રોગન કરવામાં આવ્યું છે.ભગવાન ના વાઘા,લાઈટ,મંડપ,કન્યા દાન,મામેરું,સોનુ,ચાંદી સહિત ની વસ્તુ ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે મંડપ માંથી કન્યા પધરાવો સાવધાનનો પોકાર થશે ત્યારે અમો પાલખીમાં રુક્ષમણીજી ને લઈ માળો સુધી જસુ ત્યાર ભાવ ભક્તિથી લોકો જોડાશે હાલ માતાજીના વસ્ત્રો અને પરિધાનની કન્યાદાન જેવી બધીજ તૈયારીઓ કરવામાં આવી રહી છે

જેમ સામાન્ય માણસો પોતાના દીકરા કે દીકરીના લગ્ન ની તડામાર તૈયારી કરતા હોય અને આનંદ હોય તેવી રીતે માધવપુર મંદિરમાં પણ આવાજ દ્રશ્યો જોવા મળે છે. સ્થાનિક વૈષ્ણવો ગ્રામજનો અને ભક્તો દરરોજ મંદિર પરિસરમાં ભગવાન ના લગ્નગીતો ગાય અને ઉત્સાહ રજૂ કરે છે.ભગવના શ્રીકૃષ્ણ અને રૂક્ષમણીજીના લગ્નઉત્સવની ઉજવણી નુ આયોજન માધવરાય મંદીર ટ્રસ્ટ દવારા કરવામાં આવે છે. જયારે મેળાનુ આયોજન  વર્ષો 2017 થી રાજયના પ્રવાસન વિભાગ દવારા કરવામાં આવે છે. અહી યોજતા ભાતીગળ મેળા ને આધુનિક રૂપ આપવામાં આવ્યુ છે. 

માધવપુર મંદિર ટ્રસ્ટ અને રૂક્ષ્મણી મંદિર સાથે મળી ભગવાનના લગ્નો અને વિવિધ પ્રસંગો ઉજવવામાં આવે છે.છેલ્લા 2017 થી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના ટુરિઝમ વિભાગ દ્રારા રાષ્ટ્રિયકક્ષા નો મેળો યોજાય છે બે વર્ષ થી કોરોના ના કારણે સાદગી પૂર્વક યોજાયો હતો હવે વિશ્વ ફલક પર મેળો અને માધવપુર નો મેળો આગવું સ્થાન પ્રાપ્ત થશે તેમજ આગામી દિવસોમાં માધવપુરનો વિકાસ થશે એક અનોખી ઓળખ ઉભી થશે 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ