બ્રેકિંગ ન્યુઝ
યુકેની ક્વીન્સ યુનિવર્સિટીના સંશોધકોને 4.69 લાખ લોકોના ડેટાના આધારે જાણવા મળ્યું કે મોઢાના આરોગ્ય અને લીવર, આતંરડા, પેનક્રિયાસ સહિતના પેટના કેન્સર સાથે સીધો સંબંધ છે. ખાસ કરીને મોઢામાં ચાંદા હોય, પેઢામાંથી લોહી પડતું હોય કે દાંત ઢીલા હોય તો તેને ગંભીરતાથી લઇને સારવાર કરાવવી જોઇએ. દાંતની કે મોઢાની કોઇ તકલીફ ન હોય તો પણ સવારે ઉઠીને અને રાતે સુતા પહેલા અચુક બ્રશ કરવું જોઇએ.
ADVERTISEMENT

મોટાભાગના લોકો ફટાફટ બ્રશ કરે છે. પરંતું દાંત, જીભ સહિત મોઢાની પુરેપુરી સફાઇ થાય તે રીતે શાંતિથી બ્રશ કરવું જોઇએ. માત્ર કેન્સર જ નહીં ઓરલ હેલ્થ નબળું હોય તો હાર્ટ ડિસીઝ, ડાયાબિટિશનો પણ ખતરો રહે છે. સંશોધકોએ તેમના રિસર્ચ માટે લોકોના હેલ્થ રિપોર્ટ છ મહીના સુધી ચકાસ્યા હતા. જેમની ઓરલ હેલ્થ નબળું હતું તેવા 13 ટકા લોકોને કેન્સર થયું હતું.
ADVERTISEMENT

ખાસ કરીને મહિલા, યુવાઓ તેમજ આર્થિક સ્થિતિ નબળી હોય તેવા લોકો ઉપરાંત ફળ અને શાકભાજી ઓછા ખાતા હોય તેવા લોકોના મોઢામાં કોઇને કોઇ સમસ્યા જોવા મળી હતી. સંશોધકો કહે છે કે લીવર શરીરના બેકટેરિયાનો ખાત્મો કરે છે. પણ જયારે લીવર પોતે ઇન્ફેકશનનો ભોગ બને ત્યારે બેકટેરિયા શરીર પર હાવી થઇ જાય છે. મોઢાની યોગ્ય સફાઇ ન કરાય તો ત્યાં ઉત્પન્ન થતાં બેકટેરિયા લીવર સહિતના અંગોને નબળા પાડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.