ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
14 વર્ષ જુના રેકોર્ડની બરાબરી કરી
વેસ્ટ ઈન્ડિઝનાં ધમાકેદાર બેટ્સમેન કારયન પોલાર્ડે શ્રીલંકા સામેની પહેલી ટી-20માં 6 બોલમાં 6 સિક્સર ફટકારીને યુવરાજનાં 14 વર્ષ જુના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. પોલાર્ડની આ તોફાની ઈનિંગ બાદ યુવરાજે તે ઘટના અંગે રિએક્શન આપ્યું હતું.
ADVERTISEMENT
Pollard’s 6*6
— AlreadyGotBanned 😄 (@KirketVideoss) March 4, 2021
How lucky are we to have @irbishi in the comm box 🔥#WivSL #SLvWi #Pollard #KieronPollard https://t.co/BhdliaYRap pic.twitter.com/1jmLXIHiwD
ADVERTISEMENT
પોલાર્ડનાં આ કારનામા પર યુવરાજ સિંહે ટ્વીટ કરીને કહ્યું
કાયરન પોલાર્ડે શ્રીલંકાનાં સ્પિનર અકીલા ધનંજયની એક ઓવરમાં છ છક્કા જડી દીધા. અગાઉ 2007માં યુવરાજ સિંહે ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે સ્ટુઅર્ડ બ્રોડની ઓવરમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી. હવે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ સંયુક્તરુપે યુવરાજ સિંહ અને કાયરન પોલાર્ડનાં નામે છે. પોલાર્ડનાં આ કારનામા પર યુવરાજ સિંહે ટ્વીટ કરીને કહ્યું છે કે, 6 સિક્સર્સનાં ક્લબમાં સ્વાગત છે પોલાર્ડ.
ADVERTISEMENT
Welcome to the club @KieronPollard55 #sixsixes you beauty !!!⭐️ 🌟 ⭐️🌟⭐️🌟
— Yuvraj Singh (@YUVSTRONG12) March 4, 2021
ADVERTISEMENT
ધનંજયે લીધી હતી હેટ્રીક
ઉલ્લેખનીય છે કે, 11 બોલમાં 38 રનની વિસ્ફોટક ઈનિંગ રમનાર કાયરન પોલાર્ડે શ્રીલંકાનાં બોલર અકીલા ધનંજયની ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. પણ આશ્ચર્યની વાત એ છે કે અકીલા ધનંજયે આજની મેચમાં અગાઉ ઈવિન લુઈસ, ક્રિગ ગેલ અને નિકોલસ પુરનની વિકેટ સાથે હેટ્રીક લીધી હતી. જે બોલરની ઓવરમાં કાયરન પોલાર્ડે જબરજસ્ત બેટીંગ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ