બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Police raid a Alcohol party in this area of Ahmedabad

દરોડા / અમદાવાદના આ વિસ્તારમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, 8 યુવકોની કરાઈ ધરપકડ

Kiran

Last Updated: 05:01 PM, 7 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલી હોટલમાં દારૂની મહેફિલ માણતા 8 યુવકોની પોલીસે ધરપકડ કરી, દારૂ અને બિયરની બોટલો કબ્જે કરી પોલીસે આગળના કાર્યવાહી હાથ ધરી

  • હોટલ મુકુંદમાં વસ્ત્રાપુર પોલીસે કરી રેડ
  • મહેફિલ માણતા 8 યુવકોની પોલીસે કરી ધરપકડ
  • દારૂ અને બિયરની બોટલો પોલીસે કબ્જે કરી

રાજ્યમાં દારૂબંધી હોવા છતા અવાર નવા દારૂની રેલમછેલ થતી જોવા મળે છે ત્યારે અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલી એક હોટલમાં દારૂની મહેફિલ માણતા 8 યુવકોની પોલીસ ધરપકડ કરી, પોલીસે બાતમી મળતા વસ્ત્રાપુર પોલીસે હોટમાં દરોડા પાડ્યા હતા, પોલીસની આ કાર્યવાહી દરમિયાન દારુ અને બિયરની બોટલો મળી આવી હતી. પોલીસ તપાસમાં આ યુવકો જોધપુર અને સેટેલાઈટના હોવાનું સામે આવ્યું છે, 

મહેફિલ માણતા 8 યુવકોની પોલીસે કરી ધરપકડ

મહત્વનું છે કે આજે પોલીસે એસ.જી હાઈવે સ્થિત એક હોટલમાં દરોડા પાડ્યા હતા. જેમાં દારુની મહેફિલ માણતા કેટલાક યુવકોને રંગેહાથે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ સુત્રના જણાવ્યા અનુસાર  એસ.જી. હાઈવે નજીક થલતેજ પાસે આવેલા શાંતનું કોમલેક્સમાં છટ્ઠા માળ પર મુકુંદ હોટલમાં કેટલાક લોકો ભેગા થઈને દારૂની મહેફિલ માણતા હતા. 


દારૂ અને બિયરની બોટલો પોલીસે કબ્જે કરી

દારૂ મહેફિલ મામલે વસ્ત્રાપુર પોલીસને બાતમી મળતા દરોડા પાડ્યા હતા, પોલીસે હોટલનો દરવાજો ખોલતા આ યુવકો દારૂ પાર્ટી કરતા ઝડપાયા હતા, પોલીસને જોઈને યુવકોના હોંશ પણ ઉડી ગયા હતા, પોલીસ દ્વારા યુવકોની પૂછપરછ કરતા તમામ યુવકો મિત્રના જન્મ દિવસની ઉજવણી માટે એકઠા થયા હતા, યુવકો ભેગા મળીને દારૂ અને બિયર પાર્ટી મહેફિલ કરતા પોલીસે તમામ લોકોની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ