બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / Police arrested two robbers who took advantage of the isolation of pedestrians in Naroda

અમદાવાદ / મોર્નિંગ વૉક પર જતાં પહેલા ચેતવું! અમદાવાદમાં વહેલી સવારે લૂંટતા બે કુખ્યાત લૂંટારા ઝડપાયા, 10થી વધુ ગુનામાં સામેલ

Kishor

Last Updated: 05:27 PM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરોડામાં રાહદારીઓના એકલતાનો લાભ લઈને લૂંટ કરતા બે લૂંટારાની પોલીસે ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ અગાઉ 10 જેટલા ગુના નોંધાયા હતા અને વહેલી સવારે રાહદારીઓને ટાર્ગેટ કરતા હતા.

  • નરોડામાં રાહદારીઓની એકલતાનો લાભ લઈને લૂંટ કરતા બે લૂંટારા ઝડપાયા
  • CCTVના આધારે વોચ ગોઠવીને બંને લૂંટારૂને ઝડપી પાડ્યા
  • આરોપી વિરુદ્ધ અગાઉ 10 જેટલા ગુના નોંધાયા

અમદાવાદના નરોડામાં રાહદારીઓને લૂંટી લેતા લૂંટારાઓની પોલીસે ધરપકડ કરી છે. જેની તપાસમાં કુલદીપ ઉર્ફે બોબી પરમાર અને રૂપેશ રાઠોડ નામના લૂંટારૂઓ પોતાની એક્સેસ ગાડી લઈને લૂંટ કરવા માટે નીકળતા હતા અને એકલા જતાં રાહદારીઓને છરીની અણીએ લૂંટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે નરોડા અને સરદારનગર વિસ્તારમાં થયેલી લૂંટના પગલે CCTVના આધારે વોચ ગોઠવીને બંને લૂંટારૂને ઝડપી પાડ્યા હતા જેના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવીને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

આરોપીઓ છરીની અણીએ લુટ ચલાવતા હતા

આરોપી કુલદીપ ઉર્ફે બોબી પરમાર અને રૂપેશ રાઠોડ છે આ બંને આરોપીઓ મજૂરી કરે છે પરંતુ વહેલી સવારે લુંટારુ બનીને રાહદારીઓને ટાર્ગેટ કરે છે. ઘટનાની વિગત નરોડા વિસ્તારમાં એક રાહદારી પાસેથી આ બંને લૂંટારો દ્વારા લૂટ ચલાવવામાં આવી હતી. આરોપીઓ એકલા નીકળતા તેનો લાભ લઈને તેની નજીક જઈ છરીની અણીએ લુટ ચલાવતા હતા. આ પ્રકારે અમદાવાદના નરોડા વિસ્તારમાં બે જેટલા ગુનાનો ભેદ પોલીસે ઉકેલીને બન્ને આરોપીની ધરપકડ કરી છે.

બન્ને આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા

આરોપી કુલદીપ ઉર્ફે બોબી પરમાર કુખ્યાત આરોપી છે તેની વિરુદ્ધ અગાઉ નરોડા અને સરદાર નગરમાં લૂંટના 10 જેટલા ગુના નોંધાયા હતા. આ બન્ને આરોપીએ નરોડા અને સરદારનગર વિસ્તારમાં આંતક મચાવ્યો હતો. જેથી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ઓળખ કરીને વોચ ગોઠવીને બંન્ને આરોપીને ઝડપી લીધા. ત્યારબાદ નરોડા પોલીસે બન્ને આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવીને લૂંટનો મુદામાલ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ