બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Police also 'ready' for high profile rave party radar for 31st

અમદાવાદ / નશાની પાર્ટી પર બ્રેક મારવા અત્યારથી આયોજન, હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી રડારમાં, સ્ટંટ કરનારા તત્વોનું આવી બન્યું

Dinesh

Last Updated: 05:13 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નશાની પાર્ટી પર બ્રેક મારવા અત્યારથી જ શહેર પોલીસનું માઇક્રો પ્લાનિંગઃ 31stની રાતે સ્ટંટ કરનારા યુવાનોને પણ પાઠ ભણાવાશે

  • 31st માટે પોલીસ પણ ‘તૈયાર’ હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી રડારમાં
  • ફાર્મ હાઉસ અને ખેતરો પર પોલીસની બાજ નજર
  • 1stની રાતે સ્ટંટ કરનારા યુવાનોને પણ પાઠ ભણાવાશે


અમદાવાદ ‌જિલ્લા તેમજ 50 કિલોમીટરના અંતરે આવેલાં ફાર્મ હાઉસ તેમજ ખેતરોમાં યુવાઓએ પાર્ટી કરવાનું આયોજન કરી લીધું છે. 31 ડિસેમ્બર પહેલાં યુવાઓ દારૂ તેમજ હુક્કા સહિતની ચીજવસ્તુઓ ફાર્મ હાઉસ અને ખેતરોમાં પહોંચાડી દેશે. સાંજના સમયે યુવાઓ ફાર્મ હાઉસ અને ખેતરોમાં પહોંચી જશે અને પાર્ટીનું આયોજન કરશે. આ સાથે કેમ્પફાયર પણ કરવાનું આયોજન કરી દીધું છે. આવી પાર્ટી ઉપર નજર રાખવા માટે પણ પોલીસ એલર્ટ છે. 

બંદોબસ્તને લઇ બ્લૂ પ્રિન્ટ પણ તૈયાર
છેલ્લાં બે વર્ષથી કોરોનાએ આપેલી દસ્તકના કારણે ૩૧ ‌ડિસેમ્બરની ઉજવણી પર ગ્રહણ લાગી ગયું હતું, જોકે હવે આ ગ્રહણનો અંત આવતાં ધુમધડાકા સાથે નવા વર્ષને આવકારવા માટે યુવાઓ થનગનાટ કરી રહ્યાં છે. એમડી ડ્રગ્સ, હુક્કા પાર્ટી, દારૂની મહે‌ફિલની ‌કિક સાથે 31 ડિસેમ્બરની ઉજવણી થશે. યુવાઓની રેવ પાર્ટીમાં ભંગ પડાવવા માટે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ સહિતની એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. નશાની પાર્ટીને રોકવા માટે પોલીસ માઇક્રો લેવલે પ્લા‌નિંગ કરી રહી છે, જ્યાં બંદોબસ્તને લઇ બ્લૂ પ્રિન્ટ પણ તૈયાર કરી લીધી છે.

પોલીસ એલેર્ટ મોડમાં

શહેરમાં એમડી ડ્રગ્સની બોલબાલા વધી ગઈ છે, જેને રોકવા માટે પોલીસ રાત-દિવસ મહેનત કરી રહી છે. સાંજ પડે એટલે યુવાઓ ઠાઠમાઠથી તૈયાર થઈને સિંધુ ભવન રોડ અને એસજી હાઇવે પર નીકળી પડે છે. ત્યાર બાદ એમડી ડ્રગ્સનો નશો કરે છે. શહેરના સૌથી વધુ પોશ વિસ્તારમાં એમડી ડ્રગ્સ તેમજ નશો કરતા યુવાઓ વધુ છે, જે આગામી દિવસોમાં પેડલર્સ બની જશે. ૩૧ ‌ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવાઓએ પાર્ટી કરવાનું આયોજન કરી દીધું છે. ડ્રગ્સ માફિયાઓએ એમડીનો જથ્થો સુર‌િક્ષત જગ્યાએ મૂકી દીધો છે અને તેને ડબલ ભાવમાં નવા વર્ષે વેચવાની તૈયારી કરી દીધી છે ત્યારે બુટલેગર્સે પણ મોંઘી દારૂની બોટલોનો સ્ટોક કરી દીધો છે. 

નવા વર્ષને આવકારવા માટે નવી નવી પાર્ટીઓનું આયોજન
યુવાઓ નવા વર્ષને આવકારવા માટે નવી નવી પાર્ટીઓનું આયોજન કરી રહ્યાં છે, જેમાં કેટલીક જગ્યાએ ડીજે પાર્ટીનું પણ આયોજન થવાનું છે. ડીજે પાર્ટી, રેવ પાર્ટીમાં યુવાઓ એમડી ડ્રગ્સ તેમજ દારૂનો નશો કરીને આવે તેવી શક્યતા છે, જેથી પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ સિવાય અમદાવાદ બહાર આવેલાં ફાર્મ હાઉસનું ‌લિસ્ટ પોલીસે તૈયાર કર્યું છે, જ્યાં હાઇ પ્રોફાઇલ પાર્ટીઓનું આયોજન થવાનું છે. 

પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ તત્પર
શહેરમાં કેટલી પાર્ટીનું આયોજન થવાનું છે તેની આંકડાકીય મા‌હિતી હજુ સુધી સામે નથી આવી, પરંતુ સિંધુ ભવન રોડ પર સૌથી વધુ પાર્ટીઓનું આયોજન કરવામાં આવશે. યુવાઓના પ્લાન પર પાણી ફેરવી દેવા માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ તત્પર છે. તેઓ બુટલેગર તેમજ ડ્રગ્સ માફિયાઓને એક પછી એક ઝડપી રહ્યાં છે ત્યારે પાર્ટી થાય તેવી જગ્યા પર વોચ પણ રાખી રહ્યાં છે. નબીરાઓ પોલીસને પડકાર આપીને કોઇ પણ ગમેતે ભોગે પાર્ટી કરવા માટે તૈયાર છે, જ્યારે પોલીસ પણ તેમને પકડવા માટે સક્ષમ છે. 

પોલીસ કંટ્રોલરૂમથી સમગ્ર અમદાવાદ પર વોચ રખાશે
પોલીસ સુરક્ષા વ્યવસ્થાને લઈ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેમાં 12 ડીસીપી, 2૦થી વધુ એસીપી, 6૦થી વધુ પીઆઇ તેમજ પીએસઆઇ સહિત હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ નાઇટ ડ્યૂટી કરશે. પોલીસ કંટ્રોલરૂમથી અમદાવાદનું મો‌નિટરિંગ સીસીટીવી કેમેરા મારફતે કરવામાં આવશે અને ‘શી’ ટીમ પણ સતત પેટ્રો‌િલંગ કરશે. જ્યારે સ્ટંટ કરતા વાહનચાલકોને કાબૂમાં કરવા વાહનોની સ્પીડ પર નજર રાખી પાઠ ભણાવાશે.

નશેડીઓ આયુર્વે‌દિક હર્બલ ટો‌નિકનો ઉપયોગ કરશે
દારૂ‌ડિયાઓને પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરાશે, જે અંતર્ગત પોલીસને બ્રેથ એનેલાઇઝરથી સજ્જ કરી દેવામાં આવશે. પોલીસ દારૂ‌ડિયા તેમજ નશેડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે ત્યારે હવે નશાખોરોએ આયુર્વે‌દિક હર્બલ ટો‌નિકનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. પાન પાર્લર પર આસાનીથી હર્બલ ટો‌નિક મળી રહે છે, જેમાં સેલ્ફ જનરેટ આલ્કોહોલ હોવાથી યુવાઓને તેમાં નશો ચઢે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ