બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / pm narendra modi telephonic conversation with labours who have successfulley resued from tunnel

રેસ્ક્યુ / સિલ્કયારા ટનલ ઓપરેશન : 'તમારી ધીરજ અને સાહસ દરેક માટે પ્રેરણારૂપ', સુરંગમાંથી બહાર આવેલા મજૂરો સાથે PM મોદીએ કરી ટેલિફોનિક વાતચીત

Arohi

Last Updated: 09:31 AM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttarkashi Tunnel Rescue: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીએમ પુષ્કર સિંહ ધામીને ફોન કર્યો અને શ્રમિકોના સુરક્ષિત રેસ્ક્યૂ કવર પર તેમને શુભકામનાઓ આપી છે. PM મોદીએ સીએમ પાસેથી શ્રમિકોની સ્થિતિની પણ જાણકારી લીધી.

  • રેસ્ક્યૂ કરવામાં આવેલા શ્રમિકો સાથે PM મોદીએ કરી વાત 
  • સીએમ પુષ્કર સિંહ ધામીને ફોન કરી રેસ્ક્યૂ પર આપી શુભકામનાઓ 
  • ગઈકાલે ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢ્યા 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા શ્રમિકો સાથે ફોન પર વાતચીત કરી તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને તેમને પ્રોત્સાહન આપ્યું. તેના પહેલા પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી શ્રમિકોને ટનલમાંથી કાઢ્યા બાદ તેમના માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ માટે જાણકારી લીધી.

વ્યવસ્થાઓ વિશે પણ મેળવી જાણકારી 
પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી પાસેથી જાણ્યું કે ટનલમાંથી કાઢ્યા બાદ શ્રમિકોના સ્વાસ્થ્ય દેખરેખ, ઘર સુધી મુકવા અને પરિવારના લોકો માટે શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને જણાવ્યું કે બધા શ્રમિતોને ટનલમાંથી નિકળ્યા બાદ સીધા ચિન્યાલીસોડ સ્થિત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં તેમની જરૂરી સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવશે. સાથે જ શ્રમિકોના પરિવારોને પણ હાલ ચિન્યાલીસોડ લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમની સુવિધા અનુસાર રાજ્ય સરકાર તેમને ઘરે મુકવા આવવાની સંપૂર્ણ વ્યવસ્થા કરશે. 

ભાવુક કરી દે તેવી ક્ષણ...
મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીના સારા માર્ગદર્શનના કારણે આ રેસ્ક્યૂ અભિયાન સફળતાપૂર્વક સફળ થઈ શક્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની તમામ એજન્સિઓ અને રાજ્ય સરકારના સમન્વયથી અમે 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળ રહ્યા છે. ત્યાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાં ફસાયેલા બધા 41 શ્રમિકોના સકુશલ બહાર આવવા અને રેસ્ક્યૂ ઓપરેશનની સફળતાને બધાને ભાવુક કરનાર ક્ષણ જણાવતા આ બચાવ અભિયાન સાથે જોડાયેલા લોકોની હિમ્મતને સલામ કર્યું છે. 

રેસ્ક્યૂ ટીમના કર્યા વખાણ 
પ્રધાનમંત્રી મોદીએ રેસ્ક્યૂ ટીમના વખાણ કરતા કહ્યું કે તેમની બહાદુરી અને સંકલ્પ- શક્તિએ આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન આપ્યું છે. આ મિશનમાં શામેલ બધાએ માનવતા અને ટીમ વર્કની એક અદ્ભૂત મિસાલ કાયમ કરી છે. 

પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કરી રહ્યું, "ઉત્તરકાશીમાં આપણા શ્રમિક ભાઈઓને રેસ્ક્યૂ ઓપરેશનની સફળતા દરેકને ભાવુક કરી દે તેવી છે. ટનલમાં જે સાથી ફસાયા હતા તેમને હું કહેવા માંગુ છું કે તમારૂ સાહસ અને ધૈર્ય બધાને પ્રેરિત કરનાર છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ