બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / PM Narendra Modi says CBI should not stop, you are taking actions against powerful people

દેશ / રાહુલની સજાની વચ્ચે PM મોદીનો ઈશારો, ભ્રષ્ટાચારી બચવા ન જોઈએ, CBIને અટકવાની જરુર નથી

Vaidehi

Last Updated: 04:56 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રીએ CBIનાં કાર્યક્રમમાં કહ્યું, 'તમને ક્યાંય થોભવાની જરૂર નથી. હું જાણું છું તમે જેમની સામે એક્શન લઈ રહ્યાં છો તે અતિ શક્તિશાળા લોકો છે, વર્ષો સુધી તે સરકારનો ભાગ રહ્યાં છે.'

  • CBIનાં ડાયમન્ડ જ્યુબિલી કાર્યક્રમમાં PM મોદી
  • ન્યાયની એક બ્રાન્ડ સમાન CBI- PM
  •  દેશની જનતાને CBI પર ભરોસો છે- PM

PM નરેન્દ્ર મોદીએ CBIનાં 60 વર્ષ પૂરાં થવાનાં અવસર પર ટિપ્પણી કરી છે. પ્રધાનમંત્રીએ CBIનાં કાર્યક્રમમાં કહ્યું કે 'તમને ક્યાંય થોભવાની જરૂર નથી. હું જાણું છું તમે જેમની સામે એક્શન લઈ રહ્યાં છો તે અતિ શક્તિશાળા લોકો છે, વર્ષો સુધી તે સરકાર અને સિસ્ટમનો હિસ્સો રહ્યાં છે. આજે પણ તે કોઈ રાજ્યમાં સત્તાનો એક હિસ્સો છે પરંતુ તમને તમારા કામ પર ફોકસ રાખવાનું છે અને કોઈપણ ભ્રષ્ટાચારી બચવો ન જોઈએ.' પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની જનતાને CBI પર ભરોસો છે.

ન્યાયની એક બ્રાન્ડ સમાન CBI- PM
PM મોદીએ કહ્યું કે,' CBIએ પોતાના કામથી સામાન્ય લોકોને એક આશા અને શક્તિ આપી છે. CBI પર લોકોને એટલો વિશ્વાસ છે કે તેમના પાસેથી તપાસ માટે તેઓ આંદોલન કરે છે. ન્યાયની એક બ્રાન્ડનાં સમાન CBIએ પોતાને સ્થાપિત કર્યું છે'. CBIનાં ડાયમન્ડ જ્યુબિલી સમારોહમાં તેમણે કહ્યું કે CBI જેવા વ્યાવસાયિક અને લાયક સંસ્થાનો વિના દેશ આગળ ન વધી શકે. તેમણે કહ્યું કે પહેલાની સરકારોમાં બેંક ફ્રોડથી લઈને અન્ય તમામ મામલાઓ થયાં. અમે તેમના પર લગામ લગાવી છે અને મોટી રકમ ભાગી જનારાઓની સંપત્તિને જપ્ત કરી છે.

દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની જવાબદારી CBI પાસે
તેમણે કહ્યું કે CBIની પાસે જવાબદારી છે કે તે દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવે. પહેલા યોજનાઓમાં લૂંટ થતી હતી જેને અમે રોક્યું છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો બેંકોથી લૂંટીને ભાગી ગયાં તે લોકોની સંપત્તિ જપ્ત કરી છે. સામાન્ય લોકો ન તો કોઈસાથે ખોટું કરવા ઈચ્છે છે અને ન ભોગવવા ઈચ્છે છે. PMએ કહ્યું કે CBIએ આ લક્ષ્ય નક્કી કરવું જોઈએ કે તમે આવતાં 15 વર્ષોમાં શું કરશો અને 2047 સુધી તમારો શું પ્લાન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ