બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / pm narendra modi attend parade in paris president emmanuel macron present

ફ્રાંસ / પેરિસમાં જય હિન્દુસ્તાન: PM મોદી બેસ્ટિલ ડે પરેડના મુખ્ય અતિથિ બન્યા, રાષ્ટ્રપતિ મેક્રોન સાથે લડાકુ વિમાનોની ફ્લાય-પાસ નિહાળી

Kishor

Last Updated: 05:34 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાંસ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેસ્ટિલ ડે પરેડમાં હાજરી આપી હતી. પરેડમાં ફ્રેંચ રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રો અને ફર્સ્ટ લેડી બ્રિગિટ મેક્રો પણ જોડાઈ હતી.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસના પ્રવાસે
  • બેસ્ટિલ ડે પરેડમાં હાજરી આપી 
  • પરેડમાં ફ્રેંચ રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રો અને ફર્સ્ટ લેડી બ્રિગિટ મેક્રો પણ જોડાઈ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસમાં બેસ્ટિલ ડે પરેડમાં હાજરી આપી હતી. પરેડમાં ફ્રેંચ રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રો પણ હાજર રહ્યાં હતા. ફ્રાંસની ફર્સ્ટ લેડી બ્રિગિટ મેક્રો પણ પરેડમાં હાજર રહી હતી. પીએમ મોદીને ચીફ ગેસ્ટ તરીકે પરેડમાં બોલાવવામાં આવ્યા છે. બેસ્ટિલ ડે પરેડનું આયોજન પેરિસના ચેમ્પ-એલિસીસમાં કરવામાં આવ્યું હતું. આકાશમાં ફાયટર વિમાનના ફ્લાઇ-પાસ જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના બીજા નેતા બન્યા છે જેઓ બેસ્ટિલ ડે પરેડ માટે ફ્રાંસ પહોંચ્યા છે. તો બીજી નોંધનીય વાત એ છે કે ભારતીય વાયુ સેનાના રાફેલ પણ ફ્રાંસના આ બેસ્ટિલ ડે પરેડમાં સામેલ થયા હતા. અહીં પેરિસના ચેંપ્સ-એલિસીસમાં વાયુ સેનાના રાફેલે પણ ફ્લાઇ પાસ્ટ કર્યું હતું.

પંજાબ રેજિમેન્ટ પણ આ પરેડમાં જોડાઇ

પેરિસમાં બેસ્ટિલ ડે પરેડ દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રીય ધ્વજનું પ્રદર્શન કરી ભારતીય ત્રિ-સેવા દળે પણ ફ્લાઇ પાસ્ટ કર્યું. પંજાબ રેજિમેન્ટની આગેવાનીમાં ભારતીય સેનાના ત્રિ-સેવા દળ ફ્રાંસમાં છે. ભારતીય જવાનોએ આ પહેલા અહીં પ્રેક્ટિસ પણ કરી હતી. પંજાબ રેજિમેન્ટના લોંગેવાલા 23 વી બટાલિયનના કેપ્ટન અમન જગતાપ પરેડમાં ભારતીય સેનાની આગેવાની કરી હતી. પરેડ પહેલા મીડિયા સાથે વાતચીતમાં તેઓેએ કહ્યું કે આ ખુબ જ ગર્વની વાત છે અને ઐતિહાસિક પણ છે. પંજાબ રેજિમેન્ટે આ પહેલા 107 વર્ષ પહેલા પેરિસમાં જ પરેડ કરી હતી.

ફ્રાંસ અવાર નવાર બેસ્ટિલે ડે પરેડ પર પોતાના આંતરરાષ્ટ્રીય દેશોને બોલાવે છે. આ વખતે ભારતને બોલાવવા પાછળ મોટું કારણ એ છે કે ભારત અને ફ્રાંસ ક્લાઇમેટ ચેંજ, સૈન્ય વેપાર અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં રણનીતિક સહયોગી છે. ફ્રાંસ ભારતની સાથે પોતાના સંબંધો વધુ મજબૂત કરવા ઇચ્છે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ