બ્રેકિંગ ન્યુઝ
Priykant Shrimali
Last Updated: 01:02 PM, 22 February 2024
Farmer Protest : હાલ ખેડૂત આંદોલન વચ્ચે ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, ખેડૂતો પોતાની અલગ-અલગ માંગણીઓ સાથે દિલ્હીની સરહદો પાસે પડાવ નાખી રહ્યા છે. સરકારના મંત્રીઓ સાથે ચાર રાઉન્ડની વાટાઘાટો થઈ પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. આ બધાની વચ્ચે હવે આજે વડાપ્રધાન મોદીનું ટ્વીટ આવ્યું છે. ટ્વીટમાં PM મોદીએ ખેડૂતો માટે મોટો સંદેશ આપ્યો છે. PM મોદીએ પોતાના ટ્વિટમાં કહ્યું કે, અમારી સરકાર દેશભરના અમારા ખેડૂત ભાઈ-બહેનોના કલ્યાણ સાથે સંબંધિત દરેક સંકલ્પને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. નોંધનીય છે કે, બુધવારે રાત્રે ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા કેન્દ્ર સરકારે શેરડીના ખરીદ ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 25 રૂપિયાનો વધારો કર્યો છે. આ પછી, હવે ખાંડ મિલો 10.25 ટકાના દરે શેરડીની એફઆરપીની વસૂલાત પર 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો દર ચૂકવશે.
ADVERTISEMENT
देशभर के अपने किसान भाई-बहनों के कल्याण से जुड़े हर संकल्प को पूरा करने के लिए हमारी सरकार प्रतिबद्ध है। इसी कड़ी में गन्ना खरीद की कीमत में ऐतिहासिक बढ़ोतरी को मंजूरी दी गई है। इस कदम से हमारे करोड़ों गन्ना उत्पादक किसानों को लाभ होगा।https://t.co/Ap14Lrjw8Z https://t.co/nDEY8SAC3D
— Narendra Modi (@narendramodi) February 22, 2024
ADVERTISEMENT
ખેડૂતોના આંદોલન વચ્ચે PM મોદીએ કર્યું ટ્વિટ
ખેડૂતો અને સરકાર વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન PM મોદીનું આ ટ્વીટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. PM મોદીએ પોતાના X હેન્ડલ પરથી લખ્યું કે, અમારી સરકાર દેશભરના અમારા ખેડૂત ભાઈ-બહેનોના કલ્યાણ સાથે જોડાયેલા દરેક સંકલ્પને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં શેરડીની ખરીદીના ભાવમાં ઐતિહાસિક વધારાને મંજૂરી આપવામાં આવી છે. આ પગલાથી આપણા શેરડી ઉત્પાદક કરોડો ખેડૂતોને ફાયદો થશે. PM મોદીએ શેરડીના ખેડૂતો પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના ટ્વિટનો જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
કેબિનેટ બેઠકમાં શેરડીના ખેડૂતોને ભેટ
બુધવારે રાત્રે શેરડીના ખેડૂતોને મોટી ભેટ આપતા મોદી સરકારે શેરડી પરની FRP વધારીને ₹340 પ્રતિ ક્વિન્ટલ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે લખ્યું કે, શેરડીના ખેડૂતો માટે મોદી સરકારની મોટી ભેટ! ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ખાંડની સિઝન 2024-25 (ઓક્ટોબર-સપ્ટેમ્બર) માટે FRP વધારીને ₹340 પ્રતિ ક્વિન્ટલ કરી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.