બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi will announce the numbers of tigers

પ્રવાસ / વાઘ જોવા પહોંચી રહ્યા છે PM મોદી: પ્રોજેક્ટ ટાઈગરને 50 વર્ષ પૂર્ણ થતાં મેગા ઈવેન્ટ, આજે ખાસ આંકડા પણ થશે જાહેર

Dinesh

Last Updated: 07:42 AM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી આજે બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લેવા જઈ રહ્યાં છે, 'પ્રોજેક્ટ ટાઇગર'ના 50 વર્ષ પૂરા થવાના અવસરે વાઘની સંખ્યાના નવા આંકડા જાહેર કરશે.

  • PM નરેન્દ્ર મોદી કર્ણાટકની મુલાકાતે
  • PM મોદી વાઘની સંખ્યાના આંકડા જાહેર કરશે
  • PM થેપ્પકાડુ હાથી કેમ્પની પણ મુલાકાત લેશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે કર્ણાટકની આઠમી વાર મુલાકાત લઈ રહ્યાં છે. તેઓ શનિવારે મૈસૂર પહોંચ્યા હતા. કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. મોદી આજે બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લેવાના છે. PM મોદી 'પ્રોજેક્ટ ટાઇગર'ના 50 વર્ષ પૂરા થવાના અવસરે વાઘની સંખ્યાના નવા આંકડા જાહેર કરશે. વડા પ્રધાનના પ્રવાસ કાર્યક્રમ વિગત મુજબ મોદી મૈસુરમાં રાત્રિ રોકાણ કર્યું છે તેમજ આજે બાંદીપુર ટાઇગર રિઝર્વની મુલાકાત લેવાના છે જે માટે તેઓ પહોંચી રહ્યાં છે. તેમજ સવારે 11 વાગ્યે વાઘની સંખ્યાના આંકડા જાહેર કરશે.

'ટાઈગર સંરક્ષણ માટે અમૃતકાળનું વિઝન'
મોદી 'ટાઈગર સંરક્ષણ માટે અમૃતકાળનું વિઝન' બહાર પાડશે અને 'ઈન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ' (IBCA)નું પણ લોન્ચ કરશે. IBCAમાં એવા દેશોનો સમાવેશ થયેલો છે જ્યાં 'માર્જર' પ્રજાતિના સાત પ્રાણીઓ જોવા મળે છે- વાઘ, સિંહ, ચિત્તો, બરફ ચિત્તો, પુમા, જગુઆર અને ચિત્તા છે. આ સંગઠન પશુઓના સંરક્ષણ અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત 
વડાપ્રધાન ચામરાજનગર જિલ્લામાં બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લેવા જઈ રહ્યાં છે અને સંરક્ષણ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વિવિધ બાબતે જાણકારી મેળવશે. તેઓ ચામરાજનગર જિલ્લાની સરહદે તમિલનાડુના મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં થેપ્પકાડુ હાથી કેમ્પની પણ મુલાકાત લેશે અને શિબિરના મહાવત્સો સાથે વાતચીત કરશે.

વડાપ્રધાન વાઘ અભ્યારણ્યના ક્ષેત્ર નિર્દેશકો સાથે પણ વાતચીત કરશે. તાજેતરમાં સમાપ્ત થયેલ મેનેજમેન્ટ ઇફેક્ટિવનેસ એસેસમેન્ટ કવાયતના પાંચમાં ચક્રમાં સારો સ્કોર મેળવ્યો છે. વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને મૈસુરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રએ 6 એપ્રિલથી 9 એપ્રિલ સુધી ટાઈગર રિઝર્વમાં પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ