બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / PM Modi will address a public meeting at Jamkandorana in Rajkot district

Gujarat Elections 2022 / રાદડિયાના ગઢમાં PM મોદી: આટકોટની જેમ જ જનમેદનીથી જનસમર્થન બતાવવા જયેશભાઈની તૈયારી

Malay

Last Updated: 03:15 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી તારીખ 9, 10 અને 11 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન આગામી 11 ઓક્ટોબરના રોજ PM મોદી રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જાહેરસભાને સંબોધન કરવાના છે.

  • રાદડિયાના ગઢમાં PM મોદીની જાહેરસભા
  • જામકંડોરણા કન્યા છાત્રાલયની નજીક જાહેરસભાનું આયોજન 
  • અંદાજે દોઢ લાખની જનમેદની એકઠી થવાની સંભાવના

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા વધી ગયા છે. રાજ્યમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સહિત દિગ્ગજો ગુજરાતમાં અવરજવર કરી રહ્યાં છે. ત્યારે વધુ એક વખત PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આગામી તારીખ 9, 10 અને 11 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત આવશે. મહત્વનું છે કે, તેઓ ચૂંટણી પૂર્વે ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં એકવાર ફરી PM મોદી અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

PMની સભા માટે તડામાર તૈયારીઓ 
આગામી 11 ઓક્ટોબરના રોજ PM મોદી રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જાહેરસભાને સંબોધન કરવાના છે. જામકંડોરણા કન્યા છાત્રાલયની નજીક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીની સભાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જાહેરસભામાં અંદાજે દોઢ લાખની જનમેદની એકઠી થવાની સંભાવના છે. જયેશ રાદડિયાએ કહ્યું કે,મારા માટે ગર્વની વાત છે કે મારા મત વિસ્તાર, એવા જામકંડોરણામાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે.પીએમ મોદીના સ્વગતની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહીં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવશે. 

આ વિસ્તારમાં રાદડિયા પરિવારનું ભારે વર્ચસ્વ
જેતપુર-જામકંડોરણા વિધાનસભા બેઠકને રાદડિયા પરિવારનો ગઢ માનવામાં આવે છે. દિવંગત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના સમયથી જ આ વિસ્તારમાં રાદડિયા પરિવારનું ભારે વર્ચસ્વ છે. આ વિસ્તારમાં વિઠ્ઠલભાઈ જેવો જ જયેશ રાદડિયાનો દબદબો છે. આ બેઠક પર જાતિવાદી સમીકરણો વિશે વાત કરીએ તે જેતપુરમાં લઉવા-કડવા પટેલ, ક્ષત્રિય, આહીર, કોળી, બ્રાહ્મણ, માલધારી, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. 

2012થી સતત જયેશ રાદડિયાની જીત
વર્ષોથી જેતપુર-જામકંડોરણા વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. વર્ષ 2012માં જયેશ રાદડિયા આ બેઠક પર કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. એ સમયે તેમણે ભાજપના જશુમતીબેન કોરાટને હરાવ્યા હતા. જોકે, તેના બે મહિના પછી જ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. જે બાદ આ બેઠક પર ફરી પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટીમાંથી લડ્યા હતા અને તેમનો ભવ્ય વિજય થયો હતો. ત્યારથી આજ સુધી જયેશ રાદડિયાની જીત થતી આવી છે.

ફરી એક વખત રાદડિયાની ટિકિટ નિશ્ચિત હોવાના સંકેત
રાદડિયાના ગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભા સંબોધવા જઈ રહ્યા છે. ત્યારે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત જયેશ રાદડિયાની ટિકિટ નિશ્ચિત હોવાના સંકેત સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

વિરપુરમાં રાદડિયાએ સ્ટેજ પરથી કર્યો હતો હુંકાર
મહત્વનું છે કે, તાજેતરમાં વીરપુર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જયેસ રાદડિયાએ આડકતરી રીતે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી લડશે તેવો સંકેત આપ્યો હતો. તેમણે હુંકાર કરતા જણાવ્યું હતું કે, 'તમારો ધારાસભ્ય અને તમારો નેતા મજબૂત હોવો જોઈએ, મારા કરતા મજબૂત ધારાસભ્ય મળે ત્યારે તેને વિજયી બનાવીને સ્ટેજ પર બસાડજો. એ સમયે હું પણ એ ધારાસભ્યને સ્વીકારીશ અને તમારા બધાની સાથે નીચે બેસીશ. ' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ