બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / ટેક અને ઓટો / PM Modi uses the special designed satellite rax mobile phone, it has a unique operating system

OMG / PM મોદીનો ફોન: રુદ્રા નામનો ખાસ ફોન વાપરે છે ભારતના પ્રધાનમંત્રી, જોરદાર છે સેફ્ટી ફીચર્સ, ટ્રેસ કે હેક કરવું છે અશક્ય

Vaidehi

Last Updated: 05:52 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Narendra Modi Phone: શું તમે જાણો છો કે પ્રધાનમંત્રી મોદી કયો ફોન વાપરે છે અને આ સ્પેશિયલ ડિવાઈઝ કોણે તૈયાર કર્યો છે? જાણો તેમના યૂનિક ફોનની તમામ ડિટેલ્સ.

  • સ્પેશિયલ ફોનનો ઉપયોગ કરે છે PM મોદી
  • તેમની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન થયો છે ફોન
  • આ ફોનને હેક કે ટ્રેસ કરવું શક્ય નથી

PM મોદી એવો ફોન યૂઝ કરે છે જેને કોઈ ટ્રેસ કે હેક નથી કરી શકતું. સુપર્બ સિક્યોરિટી અને ઉત્તમ ફેસિલીટીવાળા આ ફોનને કોણે તૈયાર કર્યું? આ ફોનનાં ફિચર્સ તેમજ ટેકનોલોજી જાણીને તમે પણ ચોંકી જશો.

આ ફોનનો ઉપયોગ કરે છે PM મોદી
મીડિયા રિપોર્ટસ્ અનુસાર PM નરેન્દ્ર મોદી વાતચીત માટે સેટેલાઈટ કે RAX(રેસ્ટ્રિક્ટેડ એરિયા એક્સચેન્જ) ફોનનો ઉપયોગ કરે છે. રિપોર્ટ અનુસાર આ ફોનને PM મોદીની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ફોન એન્ક્રિપ્ટેડ છે જેમાં એક ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીનો ફોન હેક કરવું અશક્ય
પ્રધાનમંત્રીનાં આ ફોનને હેક કે ટ્રેસ કરવું શક્ય નથી. કારણકે આ ફોન મિલિટ્રી ફ્રીક્વેંસી બેન્ડ પર કામ કરે છે.

ફોનનું નામ
રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ફોનનો ઉપયોગ કરે છે તેનું નામ 'રૂદ્રા' છે અને આ ફોનને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોરમેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

ખાસ ઓપરેટિંગ સિસ્ટમ
આ એક એન્ડ્રોઈડ ફોન છે પરંતુ તેમાં એક સ્પેશિયલ ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગમાં લેવાઈ છે. આ ડિવાઈઝમાં સેફ્ટીનાં અનેક ફીચર્સ આપવામાં આવ્યાં છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને સાઈબર અટેકથી બચવા માટે રૂદ્રા ફોનમાં ઈનબિલ્ટ સિક્યોરિટી ચિપ લગાડવામાં આવી છે. 

કોણ રાખે છે દેખરેખ?
નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોરમેશન ટેકનોલોજી વિભાગ જેવી એજન્સીઓ સતત તેમના ફોનની દેખરેખ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Phone Special Satellite Phone operating system ઓપેરેટિંગ સિસ્ટમ પીએમ મોદીનો ફોન સેટેલાઈટ મોબાઈલ PM Modi phone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ