બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / pm modi turns 73 commuter on metro extends birthday greetings in sanskrit

દિલ્હી / જન્મદિવસ પર PM મોદીનો અલગ અંદાજ.! અચાનક ખાસ લોકો સાથે ઉજવ્યો બર્થ ડે, વીડિયોમાં દેખાઈ સાદગી

Kishor

Last Updated: 06:15 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દિલ્હી મેટ્રોમાં એક યુવતીએ તેમને સંસ્કૃતમાં શુભેચ્છા પાઠવી હતી.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની સંસ્કૃતમાં શુભેચ્છા
  • દિલ્હી મેટ્રોમાં એક યુવતીએ સંસ્કૃતમાં શુભેચ્છા પાઠવી
  • પીએમ મંત્રમુગ્ધ થઈ ગયા

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. જેને લઈને દેશભરમાં જુદા જુદા સેવાકાર્યો થકી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિ વચ્ચે પીએમ મોદીએ સવારે દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનના દ્વારકા સેક્ટર 21 થી નવા મેટ્રો સ્ટેશન યશોભૂમિ દ્વારકા સેક્ટર 25 સુધીના વિસ્તરણનું ઉદ્ઘાટન કર્યું હતું. બાદમાં વડાપ્રધાન મોદી દિલ્હી મેટ્રોમાં સવાર થયા હતા. જ્યા મુસાફરો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.આ દરમિયાન નરેન્દ્ર મોદીને જન્મદિવસ નિમિત્તે એક યુવતીએ સંસ્કૃતમાં શુભેચ્છા પાઠવી હતી.

મોદી જ્યારે મેટ્રોમાં સવારી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે બેઠેલી એક યુવતીએ સંસ્કૃતમાં જન્મદિવસનું ગીત ગાયું હતું. આ જન્મદિવસ તમારા માટે સુખ અને સમૃદ્ધિ લાવે અબે લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના, સહિતના અર્થ સાથેનું ગીત ગાયું હતું. બાદમાં પીએમ મોદી પણ મંત્ર મુગ્ધ થઈ ગયા હતા અને મુસાફરોએ પીએમ મોદી સાથે સેલ્ફી પણ લીધી હતી.

યોજના પર 13000 કરોડ રૂપિયા ખર્ચ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​તેમના જન્મદિવસ પર દેશવાસીઓને ત્રણ મોટી ભેટ આપી છે. દ્વારકા સેક્ટર-21 થી 'યશોભૂમિ' દ્વારકા સેક્ટર 25 સુધી વિસ્તૃત એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કર્યા પછી, વડાપ્રધાને દ્વારકા સેક્ટર-25માં 'યશોભૂમિ' ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન અને એક્સ્પો સેન્ટરના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પછી વડાપ્રધાને વિશ્વકર્મા સમાજ માટે 'પીએમ વિશ્વકર્મા યોજના' શરૂ કરી. કેન્દ્ર સરકાર આ યોજના પર 13000 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

સરકાર ગેરંટી વિના ઓછા વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપશે
તેમણે કહ્યું કે 'PM વિશ્વકર્મા યોજના' હેઠળ સરકાર કોઈપણ (બેંક) ગેરંટી વિના ઓછા વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપશે. સરકારે નક્કી કર્યું છે કે શરૂઆતમાં 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને જ્યારે તે ચૂકવવામાં આવશે, ત્યારે સરકાર વિશ્વકર્માના ભાગીદારોને વધારાની 2 લાખ રૂપિયાની લોન આપશે.

કોઈ બેંક ગેરંટી નથી આપતી ત્યારે મોદી ગેરંટી આપે છે
દિલ્હી સ્થિત યશોભૂમિ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું, 'જ્યારે કોઈ બેંક ગેરંટી નથી આપતી ત્યારે મોદી ગેરંટી આપે છે' વડાપ્રધાને વિશ્વકર્માના સાથીદારોને તાલીમ, ટેકનોલોજી અને સાધનોનો મંત્ર આપ્યો. તેમણે કહ્યું કે હવે સરકાર તમારું માર્કેટિંગ પણ કરશે. સાથે જ એમને કહ્યું કે 'વોકલ ફોર લોકલ' અભિયાનનો ઉદ્દેશ્ય ઘરગથ્થુ ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાના હેતુથી એક સહિયારી જવાબદારી છે. તેને સફળ બનાવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ