ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / નરેન્દ્ર મોદીએ ઈતિહાસ રચ્યો, સતત ત્રીજી વાર PM બન્યાં, પ્રધાનમંત્રી પદના લીધાં શપથ

રાષ્ટ્રપતિ ભવન / નરેન્દ્ર મોદીએ ઈતિહાસ રચ્યો, સતત ત્રીજી વાર PM બન્યાં, પ્રધાનમંત્રી પદના શપથ લીધાં

Last Updated: 07:40 PM, 9 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતત ત્રીજી વાર પીએમ પદના શપથ લઈને નરેન્દ્ર મોદીએ આજે ઈતિહાસ રચ્યો છે.

ADVERTISEMENT

પાતળી બહુમતી સાથે સત્તામાં આવેલા નરેન્દ્ર મોદીએ ઈતિહાસ રચ્યો છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બન્યાં છે. રાજધાની દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પીએમ મોદીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતા. સાંજના 7.15 કલાકે મોદી શપથ લેવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં હતા. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ પહેલી વાર છે કે કોઈ પીએમે સતત ત્રીજી વાર શપથ લીધાં છે. ઈન્દીરા ગાંધી પણ બે વાર પીએમ બન્યાં હતા પરંતુ તે પણ સતત નહીં. સતત ત્રીજી વાર પીએમ બનવાનું બહુમાન એકમાત્ર નરેન્દ્ર મોદીને મળ્યું છે.

સતત ત્રીજી વાર પીએમ બનનાર પહેલા નેતા

પ્રધાનમંત્રી મોદી સાથે એક મોટો ઈતિહાસ પણ જોડાયો છે. મોદી સ્વતંત્ર ભારતના પહેલા એવા નેતા છે જેમને સતત ત્રીજી વાર પીએમ બનવાનું યશભાગ્ય સાંપડ્યું છે.

ગઠબંધન સરકારની આગેવાની પીએમ મોદીને શિરે

પહેલી બે વારની ઉલટ, આ વખતે પીએમ મોદી ગઠબંધન સરકારની આગેવાની કરી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે 230 બેઠકો મળી છે, બહુમતીનો આંકડો 272 છે આ રીતે ભાજપને 32 બેઠકો ખૂટી છે એટલે એનડીએના સાથી પક્ષોના ટેકાથી સરકાર બનાવી છે.

શપથ ગ્રહણ પહેલા રાજઘાટની મુલાકાતે

શપથ ગ્રહણ પહેલા પીએમ મોદી રાજઘાટની મુલાકાતે ગયાં હતા અને મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાસૂમન અર્પણ કર્યાં હતા.

પહેલા રાષ્ટ્રપતિએ મોદીએ પીએમ તરીકે નિયુક્ત કર્યાં

ભાજપના વડા જેપી નડ્ડાએ ભાજપના સંસદીય દળના નેતા તરીકે મોદીની ચૂંટણીની પુષ્ટિ કરતો પત્ર રજૂ કર્યા પછી તરત જ રાષ્ટ્રપતિ મુર્મુએ શુક્રવારે મોદીને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. ભાજપના વરિષ્ઠ નેતાઓ અમિત શાહ અને રાજનાથ સિંહ ઉપરાંત પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા તેલુગુ દેશમ પાર્ટીના એન ચંદ્રબાબુ નાયડુ, જેડી(યુ)ના નીતીશ કુમાર અને શિવસેનાના એકનાથ શિંદે સહિતના સહયોગીઓ સાથે સરકારની રચનાને લઈને મંત્રણા ચલાવી રહ્યાં છે.

વધુ વાંચો : મોદી સરકાર 3.0 : ગુજરાતમાંથી અમિત શાહ અને એસ. જયશંકર બનશે મંત્રી

શપથ ગ્રહણ સમારોહમાં કોણ કોણ હાજર રહ્યું

પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં SAARC દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સહિત 8000થી વધુ લોકો હાજર રહ્યાં હતા. તમામ નેશનલ ચેનલો અને સોશિયલ મીડિયામાં આ ઐતિહાસિક પ્રસંગનું લાઈવ પ્રસારણ કરાયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Swearing In Ceremony Narendra Modi sworn Ceremony PM Modi oath taking Ceremony
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ