બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મેચનો એરિયલ વ્યૂ ફોટો શેર કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ચેન્નાઈની યાત્રા પર હતા. જ્યાં તમિલનાડુ સરકારનાં એક કાર્યક્રમમાં તેમણે રાજ્ય માટે ઘણી યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું. તેમણે અત્યાધુનિક સ્વેદેશી અર્જુન મેન બેટલ ટેન્કને આર્મીને સોંપી, પણ તે ઉપરાંત તેણે એક રસપ્રદ તસવીર શેર કરી છે. તેમણે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ ટેસ્ટ મેચનો એરિયલ વ્યૂ ફોટો શેર કર્યો છે.
ADVERTISEMENT
Caught a fleeting view of an interesting test match in Chennai. 🏏 🇮🇳 🏴 pic.twitter.com/3fqWCgywhk
— Narendra Modi (@narendramodi) February 14, 2021
ADVERTISEMENT
રસપ્રદ મેચનો હવાઈ નજારો
ADVERTISEMENT
આ મેચ ચેન્નાઈનાં એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સ્ટેડિયમમાં મેચ ચાલી રહી હતી. તે દરમિયાન પીએમની ફ્લાઇટ સ્ટેડિયમની ઉપરથી ઉડી. પીએમે આ દરમિયાન એક તસવીર ક્લિક કરીને ટ્વીટર પર શેર કરી હતી. તસવીરમાં જોવા મળે છે કે સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે અને સ્ટેડિયમમાં દર્શકો હાજર છે. પીએમએ લખ્યુ છે કે, ચેન્નાઈમાં ચાલી રહેલી રસપ્રદ મેચનો એક હવાઈ નજારો જોવા મળ્યો.
ઈંગ્લેન્ડની ટીમ 134માં ઓલઆઉટ
ADVERTISEMENT
આ તસવીરમાં સુંદર ચેન્નાઈ જોવા મળે છે. ફ્રેમમાં ચેન્નાઈ મેટ્રો, સુંદર ઇમારતો અને ભવનો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, 13 ફેબ્રુઆરીથી ચેન્નાઈમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જ્યાં ઈંગ્લેન્ડે ભારતને 329 રનમાં સમેટી લીધુ હતું જેનાં જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડની ટીમ તરફથી સૌથી વધારે વિકેટકીપર બેટ્સમેન બેન ફોક્સે નોટઆઉટ 42 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 43 રન આપીને 5 વિકેટ લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.