બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / PM Modi, Shah and Doval on Rajasthan tour from today, Jaipur on high alert for 3 days

રાજનીતિ / આજથી રાજસ્થાનના પ્રવાસે PM મોદી, શાહ અને ડોભાલ..., 3 દિવસ સુધી જયપુર હાઇ એલર્ટ પર, જાણો પ્લાન

Priyakant

Last Updated: 08:38 AM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In Rajasthan Latest News: PM મોદી આજે સાંજે લગભગ 6 વાગે જયપુર પહોંચશે જ્યાંથી તેઓ સીધા પ્રદેશ ભાજપ કાર્યાલય જશે, BJP હેડક્વાર્ટરમાં બેઠક યોજ્યા બાદ તેઓ મોડી સાંજે રાજભવન પહોંચશે

  • રાજસ્થાનમાં ભાજપની જીત બાદ પ્રથમવાર PM મોદી રાજસ્થાનની મુલાકાતે 
  • PM મોદી, અમિત શાહ અને અજીત ડોભાલ ત્રણેય જયપુરમાં  
  • લોકસભા ચૂંટણીની રણનીતિ ને લઈ નેતાઓ સાથે બેઠક કરશે PM મોદી
  • PM મોદી 58મી ડીજીપી-આઈજીપી નેશનલ કોન્ફરન્સમાં ભાગ લેશે

PM Modi In Rajasthan : આપણાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે પ્રથમ વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનની મુલાકાતે છે. વાત જાણે એમ છે કે, આજે સાંજે અંદાજિત 6 વાગે PM મોદી જયપુર પહોંચશે. જ્યાં તેઓ ભાજપ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણીની રણનીતિ ને લઈ નેતાઓ સાથે બેઠક કરશે. આ સાથે અન્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ત્રણ દિવસ સુધી જયપુરમાં જ છે તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ જયપુરમાં હાજર રહેશે. આ PM મોદી, અમિત શાહ અને અજીત ડોભાલ ત્રણેય જયપુરમાં હોવાથી સમગ જયપુર હાઇએલર્ટ પર છે.

વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ પહેલીવાર જયપુર આવશે PM મોદી 
રાજસ્થાનમાં જંગી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પહેલીવાર રાજસ્થાનની મુલાકાતે છે. PM મોદીનાના સ્વાગત માટે માત્ર ભાજપ કાર્યાલય જ નહીં પરંતુ સમગ્ર જયપુર શહેરને સજાવવામાં આવ્યું છે. જયપુરનું ભાજપ કાર્યાલય રંગબેરંગી રોશનીથી ઝગમગી રહ્યું છે જ્યારે ગુલાબી શહેર પણ ભગવા થઈ ગયું છે. જયપુરની તમામ મહત્વની ઈમારતોમાં લાઈટો લગાવવામાં આવી છે. 

3 દિવસ માટે હાઈ એલર્ટ પર જયપુર  
જયપુર આજથી ત્રણ દિવસ માટે હાઈ એલર્ટ પર રહેશે. PM મોદી આજે સાંજે લગભગ 6 વાગે જયપુર પહોંચશે જ્યાંથી તેઓ સીધા પ્રદેશ ભાજપ કાર્યાલય જશે. PM બન્યા બાદ PM મોદી પહેલીવાર BJP ઓફિસ આવી રહ્યા છે જ્યાં તેઓ લોકસભા ચૂંટણીને લઈને મહત્વની બેઠક કરશે. તે અહીં લગભગ દોઢ કલાક રોકાશે. PM મોદી બે દિવસ જયપુરમાં રહેશે. BJP હેડક્વાર્ટરમાં બેઠક યોજ્યા બાદ તેઓ મોડી સાંજે રાજભવન પહોંચશે. જ્યાં ડિનર કરી અને ત્યાં આરામ પણ રાજભવનમાં જ કરશે. બીજા દિવસે 6 જાન્યુઆરીએ તેઓ DG IG કોન્ફરન્સમાં ભાગ લેશે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, પ્રદેશ પ્રમુખ જોશી અને અન્ય નેતાઓએ પાર્ટી કાર્યાલય ખાતે બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. 

વધુ વાંચો: હનુમાન દાદાની અનુમતિ લઈને અયોધ્યા જશે PM મોદી: સવારથી રાખશે ઉપવાસ, 40 મિનિટ સુધી થશે પૂજા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ જયપુરમાં  
આવતીકાલે PM મોદી 58મી ડીજીપી-આઈજીપી નેશનલ કોન્ફરન્સમાં ભાગ લેશે. જયપુરના ઝાલાના રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટરમાં આજથી શરૂ થનારી કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે જયપુર પહોંચી રહ્યા છે. તેઓ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સ 5, 6 અને 7 જાન્યુઆરી સુધી ચાલશે. અમિત શાહ સતત 3 દિવસ જયપુરમાં રહેશે.

તમામ રાજ્યોના DG-IG હાજર રહેશે
આ કોન્ફરન્સમાં તમામ રાજ્યોના ડીજી અને આઈજી ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત 8 કેન્દ્રશાસિત પ્રદેશોના આઈજી પણ હાજર રહેશે. આ સંમેલનની અધ્યક્ષતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરશે. કોન્ફરન્સમાં માત્ર પોલીસિંગ અને આંતરિક સુરક્ષા અંગેની બેઠક જ નહીં, નવા ક્રિમિનલ કાયદાના અમલ માટેના રોડ મેપ પર પણ ચર્ચા કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) અને પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) રેન્કના લગભગ 250 અધિકારીઓ કોન્ફરન્સમાં ભાગ લેશે જ્યારે 200 થી વધુ અધિકારીઓ ઑનલાઇન જોડાય તેવી શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ