બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / PM Modi reacted on the issue of no-confidence motion today on Thursday

સંબોધન / લોકસભામાં PM મોદીના ભાષણની 10 મોટી વાતો: મણિપુરથી લઈને રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે જુઓ શું જવાબ આપ્યા

Kishor

Last Updated: 09:48 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અવિશ્વાસ પ્રસ્તાવ મામલે આજે ગુરુવારે પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી વિપક્ષને આડેહાથ લીધા હતા અને મણીપુર હિંસાથી માંડી અવિશ્વાસ પ્રસ્તાવ સહિતની તમામ બાબતો પર સંબોધન કર્યું હતું.

 

  • PM મોદીના ભાષણની 10 મોટી વાતો
  • અવિશ્વાસ પ્રસ્તાવ પર ભાષણ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે..
  • 2024 ની લોકસભાની ચૂંટણીમાં પણ પ્રચંડ બહુમતી સાથે જીતીશું

સંસદના સત્ર દરમિયાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ભાષણ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 2024 ની લોકસભાની ચૂંટણીમાં પણ પ્રચંડ બહુમતી સાથે જીતીશું. તેઓએ કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવને ભગવાનના આશીર્વાદ માનીએ છીએ. 2018ના અવિશ્વાસ પ્રસ્તાવની વાત કરતા મોદીએ કહ્યું હતું કે જે તે સમયે અવિશ્વાસ પ્રસ્તાવ સરકાર માટે નહીં પરંતુ વિપક્ષ માટે ફ્લોર ટેસ્ટ હતો અને તે 2019 માં તેઓ ચૂંટણી હારી ગયા. આગામી ચૂંટણીમાં ભાજપ હવે તમામ રેકોર્ડ તોડી પ્રચંડ બહુમતી સાથે ફરીથી સરકાર બનાવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાને વિપક્ષને સત્તા ભૂખ્યા ગણ્યા
વિપક્ષને સત્તા ભૂખ્યા ગણાવી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે વિપક્ષને માટે પાર્ટી દેશ કરતા મોટી છે તેને ગરીબોની ભૂખની ચિંતા નથી પરંતુ તેની સત્તાની ચિંતા છે. વધુમાં વિપક્ષોએ દેશને માત્ર નિરાશા જ આપી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. વિકાસ તરફ આગળ વધવાની સલાહ આપતા મોદીએ કહ્યું હતું કે યુવાનોમાં સપના સાકાર કરવાની શક્તિ છે અને હવે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર તેની અપેક્ષાને નવી તક આપી રહી છે. તેઓએ જણાવ્યું કે અમે વિશ્વમાં ભારતની ખરડાઈ ગયેલી પ્રતિષ્ઠાને સંભાળી અને તેને નવી ઊંચાઈ પર લઈ ગયા છીએ. પરંતુ હજુ પણ ઘણા લોકો એવા છે જે દેશની પ્રતિષ્ઠા પર ડાઘ લગાડવા માંગે છે. જોકે દુનિયા ભારતને ઓળખી ગઈ છે અને ભારતના યોગદાનને વિશ્વનો વિશ્વાસ રોજ વધતો જાય છે.

 

વિપક્ષમાં અભિમાન અને અવિશ્વાસ ઘર કરી ગયા 
અવિશ્વાસ પ્રસ્તાવ પર આકરું નિવેદન આપતા મોદીએ કહ્યું હતું કે વિપક્ષમાં અભિમાન અને અવિશ્વાસ ઘર કરી ગયા છે. જે લોકોનો વિશ્વાસ જોઈ શકતા નથી. ખાસ વાત એ છે કે વડાપ્રધાન મોદીએ વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A નામના ગઠબંધનને ઘમંડ ગણાવ્યું હતું. તેઓને જીવિત રહેવા માટે પણ એનડીએનો સહારો લેવો પડ્યો હોવાનું પ્રધાનમંત્રીએ કહ્યું હતું. 

કોંગ્રેસને 400 સીટથી ઘટાડીને 40 પર લાવી રાખી દીધી
રાહુલ ગાંધી પર નિશાન સાંધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે લોકો પણ ભગવાન રામ જેવા જ છે અને તેથી જ કોંગ્રેસને 400 સીટથી ઘટાડીને 40 પર લાવી રાખી દીધી હતી. જનતાએ આ સરકારને બે વખતથી પૂર્ણ બહુમતી સાથે ચૂંટી હોવાથી વિપક્ષોના પેટમાં તેલ રેડાયું છે કે એક સામાન્ય પરિવારનો માણસ અહીં કઈ રીતે બેઠો છે. 2024 માં પણ દેશની જનતા વિપક્ષને ઊંઘવા નહીં દે તેઓ પણ વડાપ્રધાને દાવો કર્યો હતો.

મણિપુર હિંસા પર બોલ્યા વડાપ્રધાન
મણિપુર હિંસા પર વાત કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે મહિલાઓ વિરુદ્ધ ગંભીર ગુનાઓ આચરવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રકરણમાં સંડોવાયેલાઓને કડકમાં કડક સજા કરવામાં આવે તે મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. વધુમાં દેશ મણિપુરના લોકોની સાથે હોવાનું કહી વડાપ્રધાને જણાવ્યું હતું કે સાથે મળી અને પડકારોનો ઉકેલ લાવશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ