બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / વિશ્વ / PM Modi poster seen at pro independence rally at pakistan sindh

વિરોધ પ્રદર્શન / ના હોય! પાકિસ્તાનમાં PM મોદીના ફોટો સાથે અલગ દેશની માંગ ઉઠી, જુઓ VIDEO

Divyesh

Last Updated: 01:02 PM, 18 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના સિંઘને અલગ દેશ બનાવાની માંગ તેજ બની ગઇ છે. રવિવારે સિંઘના સાન કસ્બામાં હજારોની સંખ્યામાં લોકોએ પ્રદર્શન કર્યું. આ દરમિયાન તેઓના હાથમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેટલાંક વિદેશી નેતાઓના ફોટા જોવા મળ્યા. પ્રદર્શનકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી કે વિશ્વના નેતા સિંઘને અલગ દેશ બનાવામાં મદદ કરે.

  • પાકિસ્તાનના સિંઘને અલગ દેશ બનાવાની માંગ તેજ બની
  • પ્રદર્શનકારીઓના હાથમાં PM મોદીનો ફોટો જોવા મળ્યો
  •  વિશ્વના નેતા સિંઘને અલગ દેશ બનાવામાં મદદ કરે


ગઇકાલે જી એમ સૈયદની 117મી જયંતી હતી. આ અવસર પર અલગ સિંધુદેશની માંગને લઇને સૌથું મોટુ પ્રદર્શન યોજવામાં આવ્યું. જીએમ સૈયદને આધુનિક સિંધી રાષ્ટ્રવાદના સંસ્થાપક માનવામાં આવે છે. આ પ્રદ્રશન દરમિયાન પ્રદર્શનકારીઓએ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય વિશ્વ નેતાઓની તખ્તીઓ ઉઠાવી એટલે કે સિંધુદેશની સ્વતંત્રતા માટે તેઓ હસ્તક્ષેપ કરે. 

પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં જમસોરો જિલ્લામાં સૈયદના ગૃહનગરમાં રવિવારે આયોજિત એક વિશાળ રેલી દરમિયાન લોકોએ આઝાદી સમર્થક સૂત્રોચ્ચાર કરી રહ્યાં જોવા મળ્યા. તેઓએ દાવો કર્યો કે સિંઘ, સિંધુ ઘાટી સભ્યતા અને વૈદિક ધર્મનું ઘર છે, જેના પર બ્રિટિશન સામ્રાજયે ગેરકાદે રીતે કબ્જો કરી લીધો હતો અને 1947માં પાકિસ્તાનના ઇસ્લામી હાથમાં આપી દીધો હતો. 
 


સિંઘમાં કેટલાક રાષ્ટ્રવાદી દળ છે, જે એક સ્વતંત્ર સિંઘ રાષ્ટ્રની વકીલાત કરી રહ્યાં છે. તેઓ વિભિન્ન આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર આ મુદ્દાને ઉઠાવતા રહે અને પાકિસ્તાનને એક એવું વેપારી બતાવે છે, જે સંશાધનો શોષણ કરવાનું ચાલે છે અને આ ક્ષેત્રમાં માનવ અધિકારોના ઉલ્લંઘનમાં સામેલ છે. 
 

પ્રદર્શનકારીઓએ કહ્યું કે આપણે સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય સમૂહને અપીલ કરીએ છીએ કે ફાસીવાદી રાષ્ટ્રીય સ્વતંત્રતા માટે અમારા સંઘર્ષને આગળ વધારવા માટે અમારુ સમર્થન કરે. સિંધુદેશ સિંધિયો માટે એક અલગ માતૃભૂમિની માગ છે, જે 1967માં જીએમ સૈયદ અને પીર અલી મોહમ્મદ રશદીના નેતૃત્વમાં શરુ થઇ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

PM modi pakistan પાકિસ્તાન પીએમ મોદી pakistan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ