બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ભારત / PM Modi message to the country before the Lok Sabha elections were announced

પત્ર / લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા PM મોદીનો દેશને સંદેશ, કહ્યું- દેશવાસીઓનો વિશ્વાસ સૌથી મોટી સંપત્તિ

Megha

Last Updated: 09:08 AM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણીની જાહેરાત પહેલા પીએમ મોદીએ દેશવાસીઓને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું કે મારા પરિવારના સભ્યોના જીવનમાં સકારાત્મક પરિવર્તન એ અમારી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ અને સંપત્તિ છે.

લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ખુલ્લો પત્ર લખ્યો છે. હવે એ વાત તો જાણીતી જ છે કે ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે ચૂંટણીની તારીખોની જાહેરાત કરવાની જાહેરાત કરી છે. એવામાં હવે પીએમ મોદીએ પોતાના પત્રમાં દેશવાસીઓને સંબોધિત કરતા લખ્યું કે તમારું સમર્થન અમને આ રીતે લગાતાર મળતું રહેશે એવો અમને વિશ્વાસ છે. અમે રાષ્ટ્ર નિર્માણ માટે સખત મહેનત કરતા રહીશું, આ મોદીની ગેરંટી છે.

 લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પત્ર લખ્યો છે. તે ભારત સરકારના વિકસિત ભારત સંપર્ક કેન્દ્ર દ્વારા દેશભરના લોકોને મોકલવામાં આવ્યો છે. પત્રમાં પીએમ મોદીએ દેશના લોકોને 'પરિવારજનો' કહીને સંબોધ્યા છે. તેમજ દેશવાસીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. 

આ પત્રમાં પીએમ મોદીએ લખ્યું છે કે તમારો અને મારો સાથે હવે એક દાયકો પૂરો કરવા કઈ રહ્યો છે. મારા 140 કરોડ પરિવારના સભ્યો સાથે વિશ્વાસ, સહકાર અને સમર્થનનો આ મજબૂત સંબંધ મારા માટે કેટલો ખાસ છે તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે.' પીએમ મોદીએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે તમારું સમર્થન અને તમારું સૂચન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી આ યોજનાઓ અંગે તમારા મંતવ્યો શેર કરો.'

પીએમ મોદીએ આગળ લખ્યું કે મારા પરિવારના સભ્યો (દેશવાસીઓ)ના જીવનમાં સકારાત્મક પરિવર્તન એ છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ અને સંપત્તિ છે. એમને  કહ્યું કે, દરેક નીતિ, દરેક નિર્ણય દ્વારા સરકારે ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના જીવનધોરણને સુધારવા અને તેમને સશક્ત બનાવવાના નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છે.

પીએમે વધુમાં કહ્યું કે, 'પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પાકું ઘર, બધા માટે વીજળી, પાણી અને એલપીજીની પહોંચ, આયુષ્માન ભારત દ્વારા મફત તબીબી સારવાર, ખેડૂતોને આર્થિક સહાય, માતૃ વંદના યોજના દ્વારા મહિલાઓને સહાય અને અન્ય ઘણા પ્રયાસોની સફળતા. તમે મારામાં મૂકેલા વિશ્વાસને કારણે જ શક્ય બન્યું છે.' 

વધુ વાંચો: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ચુસ્ત આચારસંહિતાનો અમલ શરૂ, જાણો કઈ કઈ ચીજો પર લાગશે પ્રતિબંધ

સાથે જ એમને એમ પણ કહ્યું કે, 'તમારા વિશ્વાસ અને સમર્થનને કારણે જ GSTનો અમલ, કલમ 370 નાબૂદ, ટ્રિપલ તલાક પર નવો કાયદો, સંસદમાં મહિલાઓ માટે નારી શક્તિ વંદન કાયદો, નવા સંસદ ભવનનું નિર્માણ, આતંકવાદ પર કઠોર હુમલો અને નક્સલવાદ હાંસલ થયો અમે નિર્ણય લેવામાં નિષ્ફળ ગયા નથી. મને વિશ્વાસ છે કે અમને તમારા આશીર્વાદ અને સમર્થન મળતું રહેશે. રાષ્ટ્ર નિર્માણ માટેના અમારા પ્રયત્નો થાક્યા વિના અને અટક્યા વિના ચાલુ રહેશે, આ મોદીની ગેરંટી છે.' 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ