બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi launches various projects of Shrimad Rajchandra Mission Dharampur Gujarat

વલસાડ / PM મોદીએ ધરમપુરમાં અદ્યતન હોસ્પિટલનું કર્યું ઉદ્ધાટન, હવે અહીંના લોકોએ ઓપરેશન માટે નહીં જવું પડે મોટા શહેરમાં

Hiren

Last Updated: 05:43 PM, 4 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું વીડિયો કોન્ફરન્સિંગથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા.

  • ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું ઉદ્ઘાટન
  • પ્રધાનમંત્રી મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું
  • 200 કરોડના ખર્ચે તૈયાર કરાઇ હોસ્પિટલ

ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું પ્રધાનમંત્રી મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં દર્દીઓને સારવાર સરળ બનશે. જરૂરિયાતમંદ પરિવારોને સારી સારવાર મળશે. ધરમપુર તાલુકાના લોકોને અન્ય શહેરમાં સારવાર માટે નહીં જવું પડે. શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા ગત વર્ષે 1 લાખથી વધુ દર્દીઓને સારવાર અપાઇ. ધરમપુર તાલુકામાં એમ્બ્યુલન્સ થકીથી પણ સારવાર આપે છે. 200 કરોડથી વધુના ખર્ચે 8 એકર જમીનમાં અદ્યતન હોસ્પિટલ તૈયાર કરાઇ છે. 

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, શાસ્ત્રોમાં કહેવાયું છે, 100 જીવતી ગુણાયસ્ય, ધર્મો યસ્ય જીવતી, એટલે જેમના ગુણધર્મ જેમના કર્તવ્ય જીવીત રહે છે તે જીવીત રહે છે, અમર રહે છે. જેમના કર્મ અમર હોય છે તેમની ઉર્જા અને પ્રેરણા પેઢીઓ સુધી સમાજની સેવા કરતી રહે છે. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરનો આજનો કાર્યકર્મ આજ શાસ્વત ભાવનું પ્રતિક છે. આજે મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો ઉદ્ઘાટન અને એનિમલ હોસ્પિટલનો શિલાન્યાસ કરાયો છે.

જેમણે કોરોના વેક્સિનના 2 ડોઝ લીધા હોય તેઓ પ્રિકોશન ડોઝ લઇ લેઃ પીએમ મોદી

પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સથી જનતાને વિનંતી કરી હતી કે, કોરોના માટે પ્રિકોશન ડોઝનું અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે જેમણે 2 રસી મુકાવી છે, તેઓ ત્રીજી રસી લઇ લે. આઝાદીના 75 વર્ષ થયા છે ત્યારે મફતમાં વેક્સિનશન કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. તમામને વિનંતી છે કે પ્રિકોશન ડોઝ ન લીધો હોય તો લઇ લઇએ. ત્રીજો ડોઝ પણ મફતમાં આપવાનું અભિયાન 75 દિવસ માટે શરુ કર્યું છે. આપણા શરીર અને પરિવારના સાથીઓ અને ગ્રામજનોને પણ સાચવીએ.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, રૂબરુમાં ધરમપુર આવવાનો અવસર મળ્યો હોય તો વિશેષ આનંદ આવત. હાલ વિડીયો કોન્ફરન્સથી આવીને તમારી સાથે વાત કરી. જ્યારે પણ તે બાજુ આવવાનું થશે ત્યારે હોસ્પિટલ જોવા આવીશ અને મળીશ.

શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં જાણો કેવી છે સુવિધાઓ 
ધરમપુરમાં 8 એકર જમીનમાં 250 બેડની અદ્યતન હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. 5 હાઈટેક ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે. તો નાના બાળકો માટે પણ સ્પેશ્યલ વોર્ડ બનાવવામાં આવ્યો છે. તો દિવ્યાંગ બાળકોની દિવ્યંગતા ઘટાડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ધરમપુર અને આજુબાજુના વિસ્તારમાંથી હવેથી ધરમપુર પંથકમાં તમામ દર્દીઓએ મોટા ઓપરેશનો માટે મોટા શહેરોમાં જવું નહીં પડે તે માટે લેટેસ્ટ ટેકનોલોજીથી સુસજ્જ હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીં MRI, ડાયાલિસીસ યુનિટ, 128 સ્લાઈડનું સીટી સ્કેન, 26 બેડ નવજાત શિશુઓના વોર્ડમાં મુકવામાં આવ્યા છે. તો સાથે રક્તદાન કેન્દ્ર, મેમોગ્રાફી સહિતની તમામ સારવાર ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ડબલ એન્જિન સરકારનો આપણને લાભ મળી રહ્યો છેઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ
તો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ડબલ એન્જિન સરકારનો આપણને લાભ મળી રહ્યો છે. સૌના સાથથી સૌના વિકાસ માટે ગુજરાત સરકાર કટીબદ્ધ છીએ. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આગામી 13થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગો લહેરાવવો. 1 કરોડ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવે તેવી નેમ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ