બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi inaugurated and launched 2100 crore works in Tapi district

ચૂંટણીની મોસમ / તાપીમાં PM મોદી: 'આદિવાસી સમાજની પાઘડી પહેરું તો કોંગ્રેસ તેની મજાક ઉડાવે છે, મારો આદિવાસી હિસાબ ચૂકતે કરશે'

Vishnu

Last Updated: 05:10 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત 20 વર્ષથી ગુજરાતની જતનાનો સાથ, સહકાર અને પ્રેમ મળ્યો છે, આ ઉત્સાહ અને આંનદ અમને કામ કરવાની વધુમાં વધુ પ્રેરણા આપે છે: PM મોદી

  • PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ
  • તાપીના વ્યારામાં વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ
  • કુલ 2100 કરોડના કાર્યોની આપી ગિફ્ટ

આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તારીખ જાહેર થવાની છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસમાં વધારો થયો છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે બીજા દિવસે પ્રધાનમંત્રી મોદી તાપી જિલ્લાની મુલાકાતે છે. તાપીના ગુણસદા ખાતેથી પ્રધાનમંત્રી 2 હજાર 100 કરોડ કરતા વધુના રૂપિયાનું લોકાર્પણ અને ખાતમહૂર્ત કર્યું હતું. ગુજરાત પાણી પુરવઠા વિભાગના 3 કામોનું ખાતમુહૂર્ત, નર્મદાનું 1 અને તાપી જિલ્લાના 3 કામોનું ખાતમુહૂર્ત, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 6 કામોનું ખાતમુહૂર્ત તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 5 કામોનું લોકાર્પણ કર્યું છે. 

તાપીમાં PM મોદીનું સંબોધન

  • મેં ગઇકાલે અને આજે જેટલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા અને તેમાં જેટલા પૈસા વપરાયા તેનો સરવાળો કરો તો ગુજરાતનું 12 મહિનાનું બજેટ નથી જેટલું તો મારા એક પ્રવાસમાં અપાઈ ગયા છે
  • હું જ્યારે આદિવાસી સમાજની પાઘડી પહેરું તો કોંગ્રેસ તેની મજાક ઉડાવે છે, આદિવાસી પરંપરાની ઠેકડી ઉડાવે છે પણ યાદ રાખજો, મારો આદિવાસી હિસાબ ચૂકતે કરશે: 
     

આદિવાસી મંત્રાલય બનાવવાનું કોઈ દિવસ કોંગ્રેસને ન સૂઝ્યું: PM મોદી
આદિવાસી સમાજ સદીઓથી દેશમાં છેપરંતુ દેશ આઝાદ થયો જ્યાં સુધી અટલજીની સરકાર ન બની ત્યાં સુધી આદિવાસીઓના કલ્યાણ માટે કોઈ મંત્રાલય જ ઊભું કરવામાં આવ્યું ન હતું. પહેલીવાર ભાજપની સરકાર બની ત્યારે દિલ્હીમાં તરત જ આદિવાસીઓ માટે પહેલું મંત્રાલય બન્યું,  અને વિકાસ માટે અલગ બજેટની ફાળવણી કરી અને પછી આદિવસીઓ માટે ધ્યાન કેન્દ્રિત થયા. આ કામ કોંગ્રેસ વાળા પણ કરી શક્યા હોત પણ તેમણે ન સૂઝ્યું પણ ભાજપવાળા આવ્યા તો 20 વર્ષ પહેલા પહેલી વાર દેશમાં આદિવાસીઓ માટે અલગ મંત્રાલય બન્યું, આજે આદિવાસી પગભર થઈ ગયો છે.

કુલ 2083 કરોડના વિકાસકાર્યોનું કર્યું  ખાતમુહૂર્ત-લોકાર્પણ
'વડાપ્રધાન દરિયાઈપટ્ટી પરના કોસ્ટલ હાઈવેના સુધારણા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 13 જિલ્લાઓમાં કુલ 270 કિમીથી વધુના હાઇવેને આવરી લેવામાં આવશે. દક્ષિણ ગુજરાતના તાપી, નર્મદા અને સુરત જિલ્લામાં તેઓ પાણી પુરવઠાની યોજનાઓ તેમજ  ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યું હતું. સાપુતારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોડતા રોડને પહોળો કરીને ત્યાં જરૂરી સુવિધાઓ વિકસિત કરવાના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પરિવહન અને પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઇ રહી છે. આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આવતા પ્રવાસીઓને વધુ સવલતો મળશે અને સ્થાનિક રોજગારીમાં વધારો થશે. કુલ 2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે'.

આદિવાસી સમાજની પાઘડી પહેરું તો કોંગ્રેસ તેની મજાક ઉડાવે છે, મારો આદિવાસી હિસાબ ચૂકતે કરશે" PM મોદી
'આ દેશમાં  પહેલાની સરકારો તમે જોઈ છે, એક બાજુ ભૂતકાળની કોંગ્રેસની સરકારો અને હવે અત્યારે એક બાજુ ભાજપની સરકારોનો ફર્ક જનતા જોઈ શકે છે, કોંગ્રેસને કોઈ દિવસ આદિવાસીની ચિંતા ન હતી. એમના મગજમાં ચૂંટણી જ ચમકારા મારતી હોય, અને ચૂંટણી પહેલા જુઠ્ઠા વાયદા કરી ભૂલી જવાનું, બીજી બાજુ ભાજપની સરકાર છે જેની સર્વાચ્ચ પ્રાથમિકતા છે કે આદિવાસી શક્તિશાળી બને સમર્થ બને એમનો વિસ્તાર વાજતે ગાજતે આગળ ધપે, એક બાજુ કોંગ્રેસે એવી સરકારો બનાવી, આદિવાસી પરંપરાની મજાક કરવામાં મજા આવે, ઠેકડી ઉડાવે મૈ ક્યારેક કોઈ આદિવાસીની પાઘડી પહેરી હોય, કે તેનું જાકીટ પહેર્યું હોય તો ભાષણો કરી કરી મજાક ઉડાવે. પણ મારે કોંગી નેતાઑને કહેવું છે કે તમે આદિવાસી સંસ્કૃતિની રાજકિય લાભ માટે જે મજાક ઉડાવી છે આ મારો આદિવાસી ભાઈ ક્યારેય ભૂલતો નથી. અને સમય આવે એટલે હિસાબ ચૂકતે કરીને રહેતો હોય છે'. 

 

તાપી જિલ્લાને PM મોદીની મોટી ભેટ
તાપી તથા નર્મદા જિલ્લામાં ₹302 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની  ચાર યોજનાઓ હેઠળ કામગીરીનું ખાતમુહૂર્ત થયું છે. તે સિવાય સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ અને સબ સ્ટેશનની 6 કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું છે.  જ્યારે 5 કામગીરીનું લોકાર્પણ થયું છે.  અન્ય એક મહત્વપૂર્ણ વિકાસકાર્યમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરીનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે .કુલ ₹1669 કરોડના ખર્ચે આ સમગ્ર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ