બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / PM Modi in parliament said opposition has secret boon during his speech

સદન / PM મોદીએ કહ્યું, વિપક્ષ પાસે છે સિક્રેટ વરદાન, જેના વિશે ખરાબ બોલે તેનું સારું થઈ જાય છે

Vaidehi

Last Updated: 06:20 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનાં ત્રીજા દિવસે સદનમાં PM મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યાં. કહ્યું વિપક્ષ પાસે "સિકરેટ વરદાન" છે.

  • PM મોદીએ સદનમાં વિપક્ષ પર કર્યાં પ્રહાર
  • વિપક્ષને મળેલા સિકરેટ વરદાનની કરી વાત
  • બેન્કિંગ, HAL અને LICનું ઉદાહરણ આપ્યું

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનાં તૃતિય દિવસે PM મોદીએ સદનમાં વિપક્ષ પર નિશાન સાધ્યું. રમૂજી રીતે PM મોદીએ વિપક્ષને મળેલા સિકરેટ વરદાનની વાત કરીને દેશનાં વિકાસની વાત સદનમાં રાખી. તેમણે કહ્યું કે,' વિપક્ષને એક સિકરેટ વરદાન મળ્યું છે. વરદાન એ છે કે આ લોકો (વિપક્ષ) જેનું પણ ખરાબ ઈચ્છે છે તેનું ભલું જ થાય છે.' આ બાદ પોતાના તરફ ઈશારો કરતાં PM મોદી બોલ્યાં કે,' એક ઉદાહરણ તો તમારી સામે જ છે.  20 વર્ષ થઈ ગયાં, શું-શું નથી થયું, પરંતુ ભલાઈ તો ચાલતી જ રહી. '

PM મોદી આગળ બોલ્યાં કે હું 3 ઉદાહરણથી વિપક્ષને મળેલા આ 3 સિકરેટ વરદાનને સિદ્ધ કરી શકું છું. 

1. પબ્લિક બેન્કિંગ સેક્ટર 
PM મોદી વિપક્ષ પર પ્રહાર કરતાં બોલ્યાં કે, 'કોણે કહ્યું હતું કે બેન્કિંગ સેક્ટર ડૂબી જશે, નષ્ટ થઈ જશે. મોટા-મોટા વિદ્વાનોને વિદેશથી લઈ આવતાં હતાં અને તેમના પાસેથી બોલાવડવાતાં હતાં. આપણી બેંકોને લઈને વિવિધ પ્રકારની નિરાશાઓ અને અફવાઓ ફેલાવાનું કામ તેમણે (વિપક્ષે) કર્યું. પરંતુ જ્યારે તેમણે બેંકોનું ખરાબ ઈચ્છીયું ત્યારે થયું શું? આપણી પબ્લિક સેક્ટરની બેંકોએ 2 ગણો વધારે નેટ પ્રોફીટ મેળવ્યો.'

2. HAL 
સદનમાં PM મોદી બોલ્યાં કે,'આપણાં ડિફેન્સની હેલિકોપ્ટર બનાવતી કંપની HALને લઈને કેટલી ખરાબ વાતો વિપક્ષે કરી હતી. વૈશ્વિક સ્તરે નુક્સાન થાય તેવી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. HAL તબાહ થઈ ગયું છે, ભારતની ડિફેન્સ ઈંડસ્ટ્રી નષ્ટ થઈ ગઈ છે - આવી અનેક વાતો બોલવામાં આવી હતી. તે સમયે HALનાં મજૂરોને પણ ભડકાવામાં આવ્યું કે HAL ડૂબી રહ્યું છે તમારા બાળકો ભૂખ્યાં મરશે..., પરંતુ આજે HAL સફળતાનાં નવા શીખરો સર કરી રહ્યું છે. HALએ અત્યાર સુધીનો હાઈએસ્ટ રેવેન્યુ રજિસ્ટર કરેલ છે.   આજે HAL દેશની આન,બાન અને શાન બન્યુ છે.' 

3. LIC  
ત્રીજું ઉદાહરણ આપતાં PM મોદી બોલ્યાં કે,' LIC ડૂબી રહ્યું છે, ગરીબોનાં પૈસા ડૂબી રહ્યાં છે વગેરે વાતો કરવામાં આવી હતી. પરંતુ આજે LIC સતત મજબૂત બની રહી છે. શેરમાર્કેટમાં રૂચિ રાખતા લોકો માટે આ ગુરુમંત્ર છે કે જે સરકારી કંપનીઓનાં વિશે ખરાબ બોલવામાં આવે તેમાં તમારે દાવ લગાડી દેવો. સારું જ થશે.આ લોકો (વિપક્ષ) દેશની જે સંસ્થાનાં મૃત્યુની ઘોષણા કરે છે તે સંસ્થાઓનું ભાગ્ય ચમકી ઊઠે છે. જે રીતે આ લોકો દેશ અને લોકતંત્રને દોષ આપતાં રહે છે મને વિશ્વાસ છે કે દેશ અને લોકતંત્ર વધુ મજબૂત બનશે અને અમે પણ મજબૂત બનશું.'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ