ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ''કોંગ્રેસ લોકોને ઉકસાવવાનું...'', વાવ-થરાદમાં PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર
Last Updated: 06:36 PM, 31 March 2026
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વાવ-થરાદમાં યોજાયેલ જાહેર સભામાં કોંગ્રેસ પર તીવ્ર નિશાન સાધ્યું હતું. પોતાના ભાષણ દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર કોંગ્રેસની ટીકા કરી અને દેશના વિકાસમાં અવરોધ ઉભા કરવાના આરોપો લગાવ્યા.
ADVERTISEMENT
ડીસામાં એરબેઝ બનાવવાની ફાઈલ દબાવી રાખી હતી-PM
ADVERTISEMENT
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે કોંગ્રેસ સરકારના સમયમાં ડીસામાં એરબેઝ બનાવવાની મહત્વપૂર્ણ ફાઇલ દબાવી રાખવામાં આવી હતી. જેના કારણે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત પ્રોજેક્ટોમાં વિલંબ થયો. તેમણે આને દેશના હિત સામેનું પગલું ગણાવ્યું.

ADVERTISEMENT
કોંગ્રેસ દેશના લોકોને ઉકસાવવાનું કરી રહી છે કામ-PM
તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે કેટલાક રાજકીય પક્ષો દેશમાં અશાંતિ અને ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પક્ષ લોકોમાં ઉશ્કેરણી ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને રાજકીય ફાયદા માટે અફવાઓ ફેલાવવામાં લાગી ગયો છે.
ADVERTISEMENT

દુનિયાના કેટલાય દેશોમાં ડીઝલ-પેટ્રોલની કિંમતમાં વધારો થયો-PM
ADVERTISEMENT
ઈંધણની કિંમતો અંગે વાત કરતાં મોદીએ જણાવ્યું કે દુનિયાના અનેક દેશોમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, પરંતુ ભારતમાં સરકારએ ભાવ સ્થિર રાખવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં કોંગ્રેસ આ બાબતને સ્વીકારી શકતી નથી અને લોકોમાં ગેરસમજ ફેલાવી રહી છે.
ADVERTISEMENT
દિલ્લીમાં ગ્લોબલ AI સમિટમાં પણ કોંગ્રેસના નેતાઓએ કપડા ઉતાર્યા-PM
પ્રધાનમંત્રીએ કોંગ્રેસના કેટલાક નેતાઓ પર વિદેશી તાકાતોની ભાષા બોલવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે દિલ્હીમાં યોજાયેલ ગ્લોબલ AI સમિટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ત્યાં પણ કોંગ્રેસના નેતાઓએ દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો.
આ પણ વાંચોઃ સુરતમાં 5, નાલંદામાં 9 તો મહેસાણામાં 2નાં મોત, જ્યારે મંગળ બન્યો 'અમંગળ'!
અંતમાં મોદીએ જનતાને સંદેશ આપ્યો કે તેઓ વિકાસના માર્ગ પર આગળ વધતા દેશને મજબૂત બનાવવા માટે એકજૂટ રહે અને ગેરમાર્ગે દોરતી અફવાઓથી દૂર રહે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.