બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / pm modi g7 summit speech he said all countries must respect un charter territorial integrity

PM મોદી G7 Summit Speech / 'બધા દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવું જોઈએ', ચીનને શાનમાં સમજાવતાં બોલ્યાં PM મોદી

Bijal Vyas

Last Updated: 12:15 AM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ જી7 શિખર સમ્મેલનના સત્રમાં કહ્યું કે, દુનિયા આજે જે યુદ્ધ, અશાંતિ અને અસ્થિરતાને સહન કરી રહી છે, તેનુ સમાધાન બુદ્ધએ સદીઓ પહેલાથી જ આપેલુ છે.

  • વડાપ્રધાન મોદીએ દુનિયાના અનેક નેતાની સાથે દ્વિપક્ષિય બેઠક કરી
  • રશિયા અને યુક્રેનના યુદ્ધ વિશે પણ બોલ્યા પીએમ મોદી 
  • યુક્રેનના રાષ્ટ્રપતિએ વિશ્વના દેશોને અપીલ કરી

PM Modi G7 Summit Speech:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દેશોની મુલાકાતના બીજા ચરણમાં આજે એટલે કે 21 મે રવિવારના રોજ પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા હતા. પીએમ જાપાનથી અહીં પહોંચ્યા હતા. જ્યાં તેમણે જી7 સમિટમાં ભાગ લીધો અને દુનિયાના અનેક નેતાની સાથે દ્વિપક્ષિય બેઠક કરી. તેમાં પહેલા પીએમ મોદીએ રવિવારે જાપાનના હિરોશિમા શહેરમાં આયોજીત જી7 સમિટ સત્રમાં કહ્યું કે, તે યુક્રેનમાં અત્યારના હાલાતને રાજનૈતિક કે અર્થવ્યવસ્થાનો નહીં પરંતુ માનવતા તથા માનવીય મૂલ્યોનો મુદ્દો માને છે. 

તેમણે આંતરરાષ્ટ્રીય કાયદા, સમ્પ્રભુતા અને ક્ષેત્રિય અખંડતાના સન્માન માટે દરેક દેશોનું આહ્વાન કર્યુ. પીએમ મોદીએ સાથે જ યથાસ્થિતિ બદલાવના એકતરફી પ્રયત્નોના વિરુદ્ધ એક સાથે મળીને અવાજ ઉઠાવવાની પુરજોશમાં વકીલાત કરી અને કહ્યુ કે, દરેક દેશોનો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદો અને એક-બીજાની સંપ્રભુતા તથા ક્ષેત્રિય અંખડતાનું સન્માન કરવુ જોઇએ. 

રશિયા-યુક્રેન યુદ્ધ પર શું બોલ્યા પીએમ?
વડાપ્રધાને કહ્યું કે, સંવાદ અને કૂટનીતિ જ આ સંઘર્ષને ઉકેલવાનો એકમાત્ર રસ્તો છે. પીએમની આ ટિપ્પણીઓ યુક્રેન પર રશિયન હુમલા અને પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદની પૃષ્ઠભૂમિમાં આવી છે. પીએમએ  તેમના સંબોધનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે શનિવારે યોજાયેલી વાટાઘાટોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે સંઘર્ષને ઉકેલવા માટે જે પણ શક્ય હશે તે કરશે.

PMની ટિપ્પણી ઝેલેન્સકીએ G-7 સમૂહની બેઠકને સંબોધિત કર્યા પછી આવી. જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ વિશ્વના દેશોને અપીલ કરી છે કે તેઓ રશિયન આક્રમણ સામે સુરક્ષાના પ્રયાસોમાં તેમના દેશનું સમર્થન કરે.

"કૂટનીતિ જ એકમાત્ર રસ્તો"
પીએમએ કહ્યું કે, આજે અમે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને સાંભળ્યા. હું ગઈ કાલે પણ તેમને મળ્યો હતો. હું વર્તમાન પરિસ્થિતિને રાજકારણ કે અર્થવ્યવસ્થાનો મુદ્દો ગણતો નથી. હું માનું છું કે તે માનવતાનો મુદ્દો છે, માનવીય મૂલ્યોનો મુદ્દો છે. અમે શરૂઆતથી જ કહ્યું છે કે સંવાદ અને કૂટનીતિ જ એકમાત્ર રસ્તો છે. આ સ્થિતિને ઉકેલવા માટે, ભારત તરફથી જે પણ થઈ શકે છે, અમે શક્ય તેટલા પ્રયાસ કરીશું.

ભગવાન બુદ્ધનો કર્યો ઉલ્લેખ  
વડાપ્રધાને ભગવાન બુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત અને જાપાનમાં ભગવાન બુદ્ધનું હજારો વર્ષોથી અનુસરણ કરવામાં આવે છે અને આધુનિક યુગમાં એવી કોઈ સમસ્યા નથી, જેનો ઉકેલ આપણે બુદ્ધના ઉપદેશોમાં શોધી શકતા નથી. તેમણે કહ્યું કે ભારતનું હંમેશાથી એવું માનવું છે કે કોઈપણ તણાવ, કોઈપણ વિવાદનો શાંતિપૂર્ણ રીતે, વાતચીત દ્વારા ઉકેલ લાવવો જોઈએ અને જો કાયદામાંથી કોઈ ઉકેલ આવે તો તેને સ્વીકારવો જોઈએ.

"વિકાસશીલ દેશો પર પડે છે સૌથી વધુ પ્રભાવ"
પીએમએ કહ્યું કે, આ ભાવનાથી જ ભારતે બાંગ્લાદેશ સાથેના જમીન અને શિપિંગ સરહદ વિવાદનો ઉકેલ લાવ્યો છે. વધુમાં પીએમએ કહ્યું કે, વિકાસશીલ દેશો પાસે મર્યાદિત સંસાધનો છે અને તેઓ સૌથી વધુ પ્રભાવિત થાય છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને કારણે, આ દેશો ખોરાક, બળતણ અને ખાતરની કટોકટીની મહત્તમ અને સૌથી વધુ ગંભીર અસરો ભોગવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, PM મોદી તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદાના નિમંત્રણ બાદ  G-7 સમિટના ત્રણ સત્રમાં ભાગ લેવા શુક્રવારે હિરોશિમા પહોંચ્યા હતા. G-7 દેશોમાં જાપાન, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, કેનેડા, ઇટાલી અને યુરોપિયન યુનિયન (EU)નો સમાવેશ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi G7 Summit Speech કૂટનીતિ જાપાન જી7 જી7 સમિટ પીએમ પીએમ મોદી બુદ્ધ યુક્રેન યુદ્ધ રશિયા INDIA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ