બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PM કિસાનના 24માં હપ્તાને લઈ મોટી અપડેટ, ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે ₹2,000?

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / PM કિસાનના 24માં હપ્તાને લઈ મોટી અપડેટ, ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે ₹2,000?

Last Updated: 02:16 PM, 12 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

PM Kisan Yojana:પીએમ કિસાન યોજના હેઠળ 23 હપ્તાઓ જાહેર થયા બાદ, દેશભરના ખેડૂતો હવે આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે. લાભાર્થીઓના મનમાં અનેક પ્રશ્નો છે અને તેઓ 24મા હપ્તા વિશે જાણવા માટે ઉત્સુક છે. જાણો કે તમારો આગામી હપ્તો ક્યારે આવી શકે છે.

1/5

photoStories-logo

1. ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે ₹2,000?

દેશભરના લાખો ખેડૂતો 'પીએમ કિસાન સન્માન નિધિ યોજના'ના આગામી (24મા) હપ્તાની રાહ જોઈ રહ્યા છે. યોજનાના નિયમો અનુસાર, સરકાર દર ચાર મહિને ખેડૂતોના બેંક ખાતામાં સીધી 2,000 રુપિયાની આર્થિક સહાય જમા કરાવે છે. અગાઉના હપ્તાના સમયને ધ્યાનમાં લેતા, ખેડૂતોમાં એવી અટકળો ચાલી રહી છે કે 24મો હપ્તો સપ્ટેમ્બરમાં બહાર પાડવામાં આવશે કે ઓક્ટોબરમાં.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. PM-કિસાન યોજનાના આગામી હપ્તા અંગે

જો તમે આ યોજનાના લાભાર્થી હોય, તો ખાતરી કરો કે તમારું e-KYC અને બેંક ખાતાનું લિંકિંગ અપ-ટૂ-ડેટ હોય, જેથી હપ્તાની રકમ કોઈપણ અવરોધ વિના સીધી તમારા ખાતામાં જમા થઈ શકે. આ સંદર્ભમાં, ખેડૂતો માટે સચોટ અને વિશ્વસનીય માહિતી હોવી અત્યંત આવશ્યક છે જેથી તેઓ અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં. આવો , PM-કિસાન યોજનાના આગામી હપ્તા અંગેની ઓફિશિયલી માહિતી પર એક નજર કરીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 24મો હપ્તો ઓક્ટોબર મહિના સુધી પૂરી સંભાવના

પીએમ કિસાન યોજનાના નિયમો હેઠળ, સરકાર દર ચાર મહિને 2,000 રુપિયાનો હપ્તો બહાર પાડે છે. અગાઉનો હપ્તો (23મો) જૂનમાં બહાર પાડવામાં આવ્યો હોવાથી, એવી પ્રબળ શક્યતા છે કે આગામી હપ્તો (24મો) ઓક્ટોબર સુધીમાં બહાર પાડવામાં આવશે. જોકે, સરકારે હજુ સુધી આ હપ્તો બહાર પાડવાની કોઈ ચોક્કસ તારીખની ઓફિશિયલ જાહેરાત કરી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. e-KYC તરત કરાવી લો

જો તમે ઇચ્છતા હોય કે આગામી હપ્તો કોઈપણ અવરોધ વિના સીધો તમારા ખાતામાં જમા થાય, તો તમારું e-KYC તાત્કાલિક પૂર્ણ કરો. e-KYC વગર, સરકાર તમારી આર્થિક સહાય અટકાવી શકે છે. તમે તમારા મોબાઈલ ફોન પર આવતા OTPનો ઉપયોગ કરીને ઘરે બેઠા અથવા નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને આ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. બેંકમાં જઇને આ કામ જરુર કરાવી લો

હપ્તાની રકમ મેળવવા માટે, તમારું બેંક ખાતું તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલું હોવું અને તેના પર DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) સુવિધા એક્ટિવ હોવુ જરુરી છે. જો બેંક ખાતામાં તમારા નામની જોડણીમાં કોઈ ભૂલ હોય અથવા અન્ય કોઈ તકનીકી સમસ્યા હોય, તો ચુકવણી અટકી શકે છે. તેથી, કોઈપણ મુશ્કેલી ટાળવા માટે, સમયસર તમારી બેંક શાખાની મુલાકાત લો અને તમારા ખાતાની વિગતોની ચકાસણી કરાવી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

e-KYC Updates pm kisan 24th installment PM Kisan Yojana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ