બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8માં પગાર પંચથી ₹20-50 હજારનું પેન્શન કેટલી વધશે? Fitment Factorથી સમજો આખું ગણિત

photo-story

12 ફોટો ગેલેરી

8th Pay Commission / 8માં પગાર પંચથી ₹20-50 હજારનું પેન્શન કેટલી વધશે? Fitment Factorથી સમજો આખું ગણિત

Last Updated: 12:18 PM, 12 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

8મા કેન્દ્રીય પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી. હવે દેશના લાખો કેન્દ્રીય પેન્શનર્સની નજર તેની ભલામણો પર છે. હાલ 7મા પગાર પંચ હેઠળ લઘુત્તમ બેઝિક પેન્શન ₹9,000 છે. પેન્શનર્સ સંગઠનો દ્વારા 8મા પગાર પંચમાં પેન્શનમાં મોટી વૃદ્ધિ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

1/12

photoStories-logo

1. 8માં પગાર પંચમાં પેન્શન કેટલું વધશે ?

8મા કેન્દ્રીય પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી. હવે દેશના લાખો કેન્દ્રીય પેન્શનર્સની નજર તેની ભલામણો પર છે. હાલ 7મા પગાર પંચ હેઠળ લઘુત્તમ બેઝિક પેન્શન ₹9,000 છે. પેન્શનર્સ સંગઠનો દ્વારા 8મા પગાર પંચમાં પેન્શનમાં મોટી વૃદ્ધિ કરવાની માંગ કરવામાં આવી રહી છે.જોકે નવી પેન્શન કેટલી થશે તે હજુ નક્કી થયું નથી. તેમાં Fitment Factorની મહત્વની ભૂમિકા રહેશે. પેન્શનર્સ સંગઠનો દ્વારા 3.83 Fitment Factor સહિત અનેક માંગણીઓ રજૂ કરવામાં આવી છે. એવામાં જો 3.83 Fitment Factorને મંજૂરી મળે તો ₹20 હજારથી ₹50 હજારની હાલની બેઝિક પેન્શન કેટલી થઈ શકે તે અંગે સરળ ગણતરી સમજી લઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/12

photoStories-logo

2. 3.83 Fitment Factorની માંગ શું છે?

પેન્શનમાં થનારી વાસ્તવિક વૃદ્ધિ Fitment Factor પર નિર્ભર રહેશે. National Council-JCMની Staff Side દ્વારા 3.83 Fitment Factorની માંગ કરવામાં આવી છે. જો આ માંગ સ્વીકારવામાં આવે તો હાલની બેઝિક પેન્શનને 3.83થી ગુણવામાં આવશે. ઉદાહરણ તરીકે ₹20,000ની બેઝિક પેન્શન હોય તો 3.83ના આધારે નવી બેઝિક પેન્શનનો અંદાજ ₹76,600 થઈ શકે છે. જોકે આ માત્ર ગણતરી છે અને તેને સરકારનો અંતિમ નિર્ણય માનવો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

3/12

photoStories-logo

3. ₹20થી ₹50 હજારની પેન્શન કેટલી થઈ શકે?

જો 3.83 Fitment Factor લાગુ થાય તો ₹20,000ની બેઝિક પેન્શન ₹76,600 થઈ શકે છે. ₹30,000ની પેન્શનનો અંદાજ ₹1,14,900 થઈ શકે છે. તેવી જ રીતે ₹40,000ની બેઝિક પેન્શન ₹1,53,200 અને ₹50,000ની બેઝિક પેન્શન ₹1,91,500 થઈ શકે છે. આ આંકડા માત્ર 3.83ના પ્રસ્તાવિત ફેક્ટર પ્રમાણેની ગણતરી છે. વાસ્તવિક પેન્શન સરકારના અંતિમ નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/12

photoStories-logo

4. લઘુત્તમ પેન્શન ₹45 હજાર કરવાની માંગ

પેન્શનર્સ સંગઠનો દ્વારા લઘુત્તમ બેઝિક પેન્શન ₹9,000થી વધારીને ₹45,000 કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે મોંઘવારી રાહત એટલે કે DRને લઈને પણ ફેરફારની માંગ છે. DR 25 ટકાથી ઉપર પહોંચે ત્યારે તેને બેઝિક પેન્શનમાં મર્જ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. જોકે ₹45,000 લઘુત્તમ પેન્શનની માંગ હાલમાં માત્ર પ્રસ્તાવ છે. તેને 8મા પગાર પંચનો અંતિમ નિર્ણય માનવો યોગ્ય નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/12

photoStories-logo

5. દર 5 વર્ષે પેન્શનની સમીક્ષા કરવાની માંગ

પેન્શનર્સ સંગઠનો લાંબા સમય સુધી રાહ જોયા બાદ પેન્શન સુધારવાની પ્રક્રિયાને બદલે દર પાંચ વર્ષે સમીક્ષા કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે વધતી મોંઘવારી અને જીવન ખર્ચને ધ્યાનમાં રાખીને પેન્શનની સમયાંતરે સમીક્ષા થવી જોઈએ. આ સાથે DA અને DRની પણ દર ત્રણ મહિને સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી છે. તેના માટે ત્રણ મહિનાની સરેરાશને આધાર બનાવવાની દરખાસ્ત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/12

photoStories-logo

6. પેન્શનર્સ માટે મેડિકલ સુવિધા વધારવાની માંગ

પેન્શનર્સ સંગઠનો દ્વારા આરોગ્ય સંબંધિત સુવિધાઓમાં વધારો કરવાની પણ માંગ કરવામાં આવી છે. CGHSને વધુ મજબૂત કરવાની સાથે કેશલેસ હેલ્થકેરની સુવિધા આપવાની માંગ છે. પેન્શનર્સ માટે ₹5,000 Fixed Medical Allowanceની પણ દરખાસ્ત કરવામાં આવી છે. ખાસ કરીને જ્યાં CGHSની સુવિધા ઉપલબ્ધ નથી તેવા ગ્રામ્ય અને અન્ય વિસ્તારોમાં રહેતા પેન્શનર્સ માટે વધુ સારી આરોગ્ય સુરક્ષાની માંગ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/12

photoStories-logo

7. 65 વર્ષની ઉંમર બાદ વધારાની પેન્શનની માંગ

પેન્શનર્સ સંગઠનો દ્વારા 65 વર્ષની ઉંમરથી Additional Pension શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે. ત્યારબાદ દર પાંચ વર્ષના અંતરે તેમાં વધારો કરવાની દરખાસ્ત છે. આ ઉપરાંત નિવૃત્તિ સમયે Commuted Pensionનો ભાગ લેનારા કર્મચારીઓ માટે પણ પેન્શન પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે. આ માંગ મુજબ 11 વર્ષ બાદ અથવા 71 વર્ષની ઉંમરે જે વહેલું હોય ત્યારે કમ્યુટેડ પેન્શન પુનઃસ્થાપિત કરવાની દરખાસ્ત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/12

photoStories-logo

8. 1 જાન્યુઆરી 2026થી લાભ આપવાની માંગ

પેન્શનર્સ સંગઠનો દ્વારા 8મા પગાર પંચ હેઠળ સુધારેલા પગાર, પેન્શન અને ભથ્થાં 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવાની માંગ પણ કરવામાં આવી છે. જોકે આ તારીખથી લાભ આપવો કે નહીં તેનો અંતિમ નિર્ણય હજુ થયો નથી. 8મો પગાર પંચ હાલમાં અલગ-અલગ પક્ષો અને સંગઠનો પાસેથી સૂચનો મેળવી રહ્યો છે. તેથી પેન્શનર્સે પ્રસ્તાવ અને અંતિમ નિર્ણય વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/12

photoStories-logo

9. 7મા પગાર પંચમાં શું થયું હતું?

7મા પગાર પંચમાં સરકારે 2.57નો Fitment Factor મંજૂર કર્યો હતો. તેના કારણે લઘુત્તમ બેઝિક પગાર ₹7,000થી વધીને ₹18,000 થયો હતો. લઘુત્તમ બેઝિક પેન્શન ₹9,000 નક્કી કરવામાં આવી હતી. જોકે 8મા પગાર પંચ માટે હજુ સુધી કોઈ સત્તાવાર Fitment Factor જાહેર કરવામાં આવ્યો નથી. તેથી 3.83ને હાલ માત્ર પેન્શનર્સ સંગઠનોની માંગ તરીકે જોવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

10/12

photoStories-logo

10. DRનું શું થશે?

નવા પગાર પંચની ભલામણો લાગુ થાય ત્યારે હાલની મોંઘવારી રાહતને નવી બેઝિક પેન્શનમાં સીધી રીતે ઉમેરવામાં આવતી નથી. નવા પેન્શન માળખામાં વર્તમાન DRને સમાયોજિત કરવામાં આવે છે. ત્યારબાદ નવી બેઝિક પેન્શનના આધારે મોંઘવારી રાહતની ગણતરી થાય છે. તેથી પેન્શનર્સે માત્ર Fitment Factorના આધારે મળનારી રકમને અંતિમ પેન્શન માનવી જોઈએ નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

11/12

photoStories-logo

11. અંતિમ નિર્ણય ક્યારે થશે?

8મા કેન્દ્રીય પગાર પંચને પોતાની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ઉપલબ્ધ માહિતી મુજબ પંચ 3 મે 2027 સુધી પોતાની ભલામણો સરકારને સોંપી શકે છે. ત્યારબાદ સરકાર અને કેન્દ્રીય મંત્રીમંડળ ભલામણોની સમીક્ષા કરશે. અંતિમ મંજૂરી બાદ જ પેન્શનર્સને તેમની નવી અને ચોક્કસ પેન્શન અંગે સ્પષ્ટ માહિતી મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/12

photoStories-logo

12. DISCLAIMER

અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Fitment Factor Pension Increase 8th Pay Commission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ