બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Grok Image 2.0 લોન્ચ! હવે મનગમતી રીતે ફોટોના નાના ભાગમાં પણ કરી શકશો ફેરફાર
6 ફોટો ગેલેરી
Last Updated: 11:22 AM, 12 August 2026
1/6
2/6
Grok Imagine Image 2.0નું સૌથી ખાસ ફીચર ટાર્ગેટેડ એડિટિંગ છે. તેના કારણે આખી તસવીરને ફરીથી બનાવવાની જરૂર નહીં પડે. યુઝર ફોટોના જે ભાગમાં ફેરફાર કરવા માંગે છે તે ભાગ પસંદ કરીને તેમાં જરૂરી ફેરફાર કરી શકશે. તેમાં Magic Wand ટૂલ પણ આપવામાં આવ્યું છે. આ સુવિધા પ્રોડક્ટ ફોટોગ્રાફી, સોશિયલ મીડિયા કન્ટેન્ટ અને માર્કેટિંગ માટે ઉપયોગી બની શકે છે.
3/6
આ મોડલમાં મલ્ટી-રેફરન્સ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. યુઝર્સ એકસાથે પાંચ અલગ-અલગ ફોટોને રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકે છે. આ તસવીરોમાંથી અલગ-અલગ એલિમેન્ટ લઈને નવી ઇમેજ તૈયાર કરી શકાય છે. આ ઉપરાંત Smart Resize ફીચરની મદદથી એક ફોટોને નવ અલગ-અલગ આસપેક્ટ રેશિયોમાં બદલી શકાય છે. એટલે વેબસાઇટ, જાહેરાત અને સોશિયલ મીડિયા માટે અલગ કદની તસવીર બનાવવાનું સરળ બનશે.
4/6
કંપનીના જણાવ્યા પ્રમાણે 7 ઓગસ્ટ 2026 સુધીના Arena લીડરબોર્ડ ડેટામાં Grok Imagine Image 2.0એ ટેક્સ્ટ-ટુ-ઇમેજ અને ઇમેજ એડિટિંગ બંને કેટેગરીમાં બીજું સ્થાન મેળવ્યું છે. ઇમેજ એડિટિંગ Arenaમાં તેને 1,439 Elo પોઇન્ટ મળ્યા છે. જ્યારે પહેલા સ્થાને રહેલા OpenAIના GPT Image 2ને 1,463 પોઇન્ટ મળ્યા છે. ટેક્સ્ટ-ટુ-ઇમેજ કેટેગરીમાં Grokને 1,320 જ્યારે GPT Image 2ને 1,380 પોઇન્ટ મળ્યા છે.
5/6
Grok Imagine Image 2.0 હાલમાં Grokના વેબ વર્ઝન ઉપરાંત iOS અને Android એપમાં Quality Mode તરીકે ઉપલબ્ધ છે. યુઝર્સ તેનો ઉપયોગ ફોટો બનાવવા અને એડિટ કરવા માટે કરી શકે છે. જોકે ડેવલપર્સ માટે તેની API એક્સેસ હજુ ઉપલબ્ધ નથી. કંપનીએ API લાવવાની વાત કરી છે પરંતુ તેની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.
6/6
Grok Imagine Image 2.0ના નવા ફીચર્સને કારણે ફોટો એડિટિંગનું કામ વધુ સરળ બની શકે છે. ખાસ કરીને આખી તસવીર બદલવાને બદલે તેના ચોક્કસ ભાગમાં ફેરફાર કરવાની સુવિધા યુઝર્સ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. પાંચ રેફરન્સ ઇમેજ અને Smart Resize જેવા ફીચર્સ કન્ટેન્ટ ક્રિએટર્સ તથા માર્કેટર્સ માટે પણ કામના બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ