ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું નવરાત્રીમાં આવશે PM-Kisanનો 24મો હપ્તો ? ખેડૂતો e-KYC અને બેંક-Aadhaar લિંકિંગ ચકાસી લેજો

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / શું નવરાત્રીમાં આવશે PM-Kisanનો 24મો હપ્તો ? ખેડૂતો e-KYC અને બેંક-Aadhaar લિંકિંગ ચકાસી લેજો

Last Updated: 08:52 PM, 2 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24 મા હપ્તાની કરોડો ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આગામી હપ્તો 20 ઓક્ટોબર 2026 ની આસપાસ જમા થવાની ચર્ચાઓ ચાલી રહી છે.

1/5

photoStories-logo

1. શું નવરાત્રીમાં આવશે PM-Kisanનો 24મો હપ્તો ? ખેડૂતો e-KYC અને બેંક-Aadhaar લિંકિંગ ચકાસી લેજો

દેશના કરોડો અન્નદાતાઓ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અત્યંત મહત્વપૂર્ણ આર્થિક ટેકો પૂરો પાડે છે. યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય ત્રણ સમાન હપ્તામાં (પ્રતિ હપ્તે 2,000 રૂપિયા) સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થઈને ઓક્ટોબર 2026 શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે હવે ખેડૂતોમાં 24 મા હપ્તાના નાણાં જમા થવા અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. જો કે લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આ નવરાત્રીમાં પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો જમા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 20 ઓક્ટોબરની તારીખ અંગે કેમ ચર્ચા શરૂ થઈ?

નોંધનીય છે કે, યોજનાનો 23 મો હપ્તો 20 જૂન 2026 ના રોજ દેશભરના પાત્ર ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો. તે પહેલાં 22 મો હપ્તો 13 માર્ચ 2026 ના રોજ આવ્યો હતો. જ્યોરે જૂન મહિનાના હપ્તાને 4 મહિનાનો સમયગાળો 20 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં એવી ધારણા પ્રબળ બની છે કે 24 મો હપ્તો પણ 20 ઓક્ટોબરની આસપાસ જ આંકવામાં આવશે. જોકે, કૃષિ મંત્રાલય અને સરકારી નિયમો મુજબ બે હપ્તા વચ્ચે હંમેશા બરાબર 4 મહિનાનો જ તફાવત રહે તે ફરજિયાત નથી. આથી માત્ર અગાઉની તારીખની ગણતરીના આધારે 20 ઓક્ટોબરને જ આખરી તારીખ માની લેવી યોગ્ય નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ છે?

સૌથી મહત્વની બાબત એ છે કે કેન્દ્ર સરકાર કે કૃષિ મંત્રાલય દ્વારા PM Kisan ના 24 મા હપ્તાની ચુકવણી અંગે હજુ સુધી કોઈ પણ અધિકૃત તારીખની જાહેરાત કરવામાં આવી નથી. સામાન્ય રીતે સરકાર હપ્તો જાહેર કરતા પહેલાં સત્તાવાર પ્રેસનોટ અથવા અધિકૃત પોર્ટલ મારફતે ખેડૂતોને અગાઉથી જાણ કરતી હોય છે. આથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજ કે દાવાઓ પર આંધળો વિશ્વાસ ન કરવા ખેડૂતોને અપીલ કરવામાં આવે છે. કોઈ પણ માહિતી માટે માત્ર યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જ નિર્ભર રહેવું હિતાવહ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઘેરબેઠા ઓનલાઇન 'સ્ટેટસ' ચકાસવાની સરળ રીત

ખેડૂતો પોતાની અરજી અને હપ્તાની સ્થિતિ ઘેરબેઠા સરળતાથી ચકાસી શકે છે. સૌથી પહેલાં PM-Kisan ની અધિકૃત વેબસાઇટ (pmkisan.gov.in) પર જાઓ. હોમપેજ પર આપેલા ‘Know Your Status’ વિકલ્પ પર ક્લિક કરો. તમારો રજીસ્ટ્રેશન નંબર અને સ્ક્રીન પર દર્શાવેલ સિક્યોરિટી કેપ્ચા કોડ દાખલ કરો. તમારા નોંધાયેલા મોબાઇલ નંબર પર આવેલો OTP પ્રવિષ્ટ કરી વેરિફાય કરો. વેરિફિકેશન પૂર્ણ થતાં જ સ્ક્રીન પર તમારા ખાતાની તમામ લેટેસ્ટ ચૂકવણી અને હપ્તાની વિગતો દર્શાવવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કેન્દ્ર સરકાર તરફથી સત્તાવાર તારીખની જાહેરાત થશે

કેન્દ્ર સરકાર તરફથી સત્તાવાર તારીખની જાહેરાત થતાં જ તમામ પાત્ર લાભાર્થીઓના બેંક ખાતામાં 2,000 રૂપિયાનો 24 મો હપ્તો સફળતાપૂર્વક જમા કરી દેવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PMKisan PMKisan24thInstallment PMKisanScheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ