બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / planet prediction solar eclipses and its major types

ગ્રહણ / સૂર્યગ્રહણના આટલા હોય છે પ્રકાર, 21 જૂનનું સૂર્યગ્રહણ રહેશે આવું

Bhushita

Last Updated: 02:37 PM, 16 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યગ્રહણ એક પ્રકારનું ગ્રહણ છે. જેમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્યની મધ્યમાંતી થઈને પસાર થાય છે. આ સાથે પૃથ્વીથી જોતાં સૂર્ય પૂર્ણ અથવા આંશિક રીતે ચંદ્રમા દ્વારા ઢંકાઈ જાય છે. જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે ત્યારે ચંદ્રની પાછળ સૂર્ય થોડા સમય માટે ઢંકાઈ જાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. ઉલ્લેખનીય છે કે સૂર્યગ્રહણના 3 પ્રકાર હોય છે. આ સાથે જ જાણો કેવું રહેશે 21 જૂનનું સૂર્યગ્રહણ.

  • 21 જૂને યોજાશે સૂર્યગ્રહણ
  • સૂર્યગ્રહણની આવી થશે અસર
  • સૂર્યગ્રહણના 3 પ્રકાર હોય છે

પૂર્ણ સૂર્યગ્રહણ

સૂર્યગ્રહણનો પહેલો પ્રકાર પૂર્ણ સૂર્યગ્રહણ છે. આ એ સમયે હોય છે જ્યારે ચંદ્રમા પૃથ્વીની પાસે રહે છે અને સૂર્યની વચ્ચે આવે છે. ચંદ્ર પૂરી રીતે પૃથ્વીને પોતાની છાયામાં લઈને ફળસ્વરૂપ સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોચાડતો નથી.પૃથ્વી પર અંધકારની સ્થિતિ સર્જાય છે. આવું ત્યારે થાય છે જ્યારે પૃથ્વી પર સૂર્ય જોવા મળતો નથી. આ પ્રકારનું ગ્રહણ પૂર્ણ સૂર્યગ્રહણ કહેવાય છે. 

આંશિક સૂર્યગ્રહણ

સૂર્યગ્રહણનો અન્ય પ્રકાર આંશિક સૂર્યગ્રહણ હોય છે. આ ગ્રહણમાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એ રીતે આવે છે કે સૂર્યનો કેટલોક ભાગ પૃથ્વીથી દેખાતો નથી. એટલે કે ચંદ્ર, સૂર્યના ફક્ત કેટલાક ભાગ જ દેખાય છે અને તેને તે પોતાની છાયામાં લઈ લે છે. તેનાથી સૂર્યનો કેટલોક ભાગ ગ્રહણ ગ્રાસમાં ગ્રહણના પ્રભાવમાં આવતો નથી. પૃથ્વીના એ ભાગ વિશેષમાં લાગેલું ગ્રહણ આંશિક સૂર્યગ્રહણ કહેવાય છે. 

વલયાકાર સૂર્યગ્રહણ

આ સૂર્યગ્રહણનો ત્રીજો ભાગ છે. તેમાં ચંદ્ર પૃથ્વીથી દૂર રહે છે અને પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે. એટલે કે સૂર્યને આ પ્રકારે ઢાંકે છે કે સૂર્યનો ફક્ત મધ્ય ભાગ જ છાયા ક્ષેત્રમાં આવે છે અને પૃથ્વીથી જોતાં ચદ્રમા પર સૂર્ય પૂરી રીતે ઢંકાયેલો દેખાતો નથી. પણ સૂર્યના બહારના વિસ્તારને પ્રકાશિત થવાના કારણે બંગડી કે વલયના રૂપમાં ચમકતો દેખાય છે. બંગડી આકારમાં બનેલા સૂર્યગ્રહણને વલયાકાર સૂર્યગ્રહણ કહેવાય છે. 

21 જૂનનું સૂર્યગ્રહણ આવું રહેશે

21 જૂનનું ગ્રહણ 3 કલાક અને 26 મિનિટનું રહેશે આ પૂર્ણ સૂર્યગ્રહણ હશે જે 21 જૂન રવિવારે સવારે ભારતમાં સૌ પહેલાં દ્વારકામાં 9.53 મિનિટે દેખાશે. બપોરે 11.30થી 12.18 મિનિટ સુધી અલગ અલગ ભાગોમાં ગ્રહણનો મધ્યકાળ રહેશે. બપોરે 2.28 મિનિટ પછી દેશમાંથી સૂર્યગ્રહણ સમાપ્ત થશે. 21 જૂન પછી વર્ષ 2020ના અંતમાં એક અન્ય સૂર્યગ્રહણ લાગશે. પણ તે સૂર્યગ્રહણ પોતાના દેશ ભારતમાં નહીં જોઈ શકાય.

સંકળાયેલા મુદ્દાઓ

21 june 21 જૂન 2020 Solar Eclipse 2020 planet suryagrahan અસર પ્રકાર સમય સૂર્યગ્રહણ SuryaGrahan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ