બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 04:13 PM, 2 April 2024
વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછનુ ખૂબ જ મહત્વ છે. કૃષ્ણને પણ મોર પીંછ ખૂબ પસંદ હોવાની માન્યતા છે. વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા ઘરમાં મોરપીંછને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો ખૂબ જ ફાયદાકારક સાબીત થાય છે. પરંતુ જો તેને યોગ્ય જગ્યાએ ન રાખવામાં આવે તો તે ઘર-પરિવારમાં નકારાત્મકતા ફેલાવે છે.
ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્ર મુજબ મોરપીંછ અનેક વાસ્તુ દોષોને દૂર કરે છે. જો ઘરમાં મોરપીંછને યોગ્ય રીતે રાખવામાં આવે તો ધનની કમી નથી રહેતી. જેથી આજે આપણે વાસ્તુશાસ્ત્ર સંબંધીત મોરપીંછના કેટલાક નિયમો જાણીશું જેનાથી તમને એનો પુરો લાભ થઈ શકશે.
ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં દક્ષિણ-પશ્ચિમ અને પૂર્વ દિશા મોરપીંછ રાખવાનું શ્રેષ્ઠ સ્થાન છે. આ ત્રણ દિશામાં મોરપીંછ રાખવાથી પતિ-પત્નીના સંબંધો સારા રહે છે. જો તમારા ઘરમાં ઈન્ડોર પ્લાન્ટ્સ હોય તો તેમાં મોરપીંછને રાખી દક્ષિણ દિશામાં રાખી શકો છો.
મોરપીંછને ઘરમાં ગમે તે જગ્યાએ ન રાખો, એવુ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. જ્યાં કોઈ બીજી સુશોભનની વસ્તુઓ કે તૂટેલી વસ્તુઓ ન પડી હોય તેવી જગ્યાએ મોરપીંછ રાખવામાં આવે તો જ તેની સકારાત્મક ઉર્જા મળે છે.
પોતાના ઘરનું મોરપીંછ ક્યારેય ગીફ્ટમાં ન આપવુ જોઈએ. વાસ્તુ મુજબ લક અને સકારાત્મકતા સંબંધીત કોઈ પણ વસ્તુઓ કોઈને ન આપવી જોઈએ. મોરપીંછ ગીફ્ટ કરવાથી ઘરની સકારાત્મકતા દૂર થાય છે. મોરપીંછ લેવા માટે ક્યારેય મોરને પરેશાન ન કરો. કુદરતી રીતે નીચે પડેલુ મોરપીંછ જ ભાગ્યનું સૂચક માનવામાં આવે છે. ક્યારેય મોરપીંછને પગ પાસે રાખીને ન સુવુ. તેવુ કરવાથી સ્વાસ્થ્ય બગડે છે. ઘરમાં કંકાસ પણ થાય છે. પરંતુ તમે પલંગના ઓશીકા નીચે મોરના પીંછા રાખીને સૂઈ શકો છો.
મોરપીંછને તેના કુદરતી સ્વરૂપમાં જ રહેવા દેવું. કેટલાક લોકો ઘરની સજાવટ માટે મોરપીંછના છેડછાડ કરે છે પરંતુ એવુ કરવાથી મોરપીંછની સકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. મોરપીંછ પર ક્યારેય કોઈ રંગનો ઉપયોગ ન કરો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.