બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Pitru Paksha 2023 symptoms remedies and reason of pitru dosh and its upay

Pitru Paksha 2023 / શું તમે જાણો છો કે પિતૃદોષ કેવી રીતે લાગે? આ રહી વિગત, સાથે જાણી લો મુક્તિના પણ ઉપાય

Arohi

Last Updated: 09:13 AM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pitru Paksha 2023: હાલ પિતૃપક્ષ ચાલી રહ્યા છે. આ સમયે બધા પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરે છે. એવામાં જો તમારી કુંડળીમાં પિતૃદોષ છે તો તરત આ ઉપાય કરી લો નહીં તો તમને તેના ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે.

  • પિતૃદોષ કેવી રીતે લાગે?
  • જાણી લો મુક્તિના પણ ઉપાય
  • નહીં તો ભોગવવા પડશે ખરાબ પરિણામ

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ રહે છે તો તેને પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પિતૃદોષ લાગવાના ઘણા કારણ હોય છે જેમાંથી અમુક કારણ એ પણ છે કે જેનાથી કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર વિધિ-વિધાનથી ન કરવામાં આવે અથવા તો તે વ્યક્તિનું અણધાર્યુ મોત થયું હોય તો તે વ્યક્તિ સાથે જોડાયેલા પરિવારને પિતૃદોષનો સામનો કરવો પડે છે. આ ફક્ત એક જ પેઢીમાં નહીં પરંતુ પેઢી દર પેઢી ચાવતુ રહે છે. 

પિતૃદોષના લક્ષણ 

  • પિતૃદોષના કારણે વ્યાપાર કે નોકરીમાં કોઈ પ્રકારનું નુકસાન પણ થઈ શકે છે. 
  • લગ્નમાં કોઈ પ્રકારનો અવરોધ આવી શકે છે અથવા તો લગ્ન બાદ મામલો ડિવોર્સ સુધી પહોંચી શકે છે. 
  • દંપતિ ખૂબ પ્રયત્ન કર્યા બાદ પણ સંતાન સુખથી વંચિત રહે છે. અથવા જન્મ લેનાર બાળક મંદબુદ્ધિ, વિકલાંગ આવે છે અથવા તો બાળક પેદા થતા જ મરી જાય છે. 
  • ઘરમાં રહેતા લોકોની વચ્ચે કોઈને કોઈ વાત પર મનભેદ કે મતભેદ રહે છે તો તેનું કારણ પિતૃદોષ હોઈ શકે છે. 
  • ઘરમાં હાજર કોઈ સદસ્યનું બીમાર રહેવું
  • પિતૃદોષના કારણે વ્યક્તિને દુર્ઘટનાઓનો પણ સામનો કરવો પડે છે. 

પિતૃદોષ કેવી રીતે લાગે છે? 

  • મૃત્યુ બાદ જો વિધિ-વિધાનથી અંતિમ સંસ્કાર ન કરવામાં આવે તો પિતૃદોષ થાય છે. 
  • અણધાર્યુ મોત થવાની સ્થિતિમાં પરિવારના સદસ્યોને ઘણી પેઢિઓ સુધી પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ ન કરવાથી આખા પરિવાર પર પિતૃદોષ લાગે છે. 
  • માતા-પિતાનું અપમાન કરવા અને તેમના મૃત્યુ બાદ પરિવારના સદસ્યોનું પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ ન કરવાથી આખા પરિવાર પર પિતૃદોષ લાગે છે. 
  • સાંપને મારવાના કારણે પિતૃદોષનો સંબંધ સર્પ સાથે સંબંધીત હોય છે. 
  • પિતૃઓના શ્રાદ્ધ ન કરવા.
  • પીપળ, લીમડો કે વડનું ઝાડ કાપવું. 

પિતૃદોષના ઉપાય? 

  • પિતૃપક્ષ વખતે પિતૃઓ માટે વિધિ-વિધાનથી તર્પણ અને શ્રાદ્ધ કરો. બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન કરો. સાથે જ વર્ષની  દરેક એકાદશી, ચતુર્દશી, અમાસ પર પિતૃઓને જળ તર્પણ કરો અને ત્રિપંડી શ્રાદ્ધ કરો. 
  • પિતૃઓને પ્રસન્ન કરવા માટે જળમાં કાળા તલ, દૂધ, ચોખા અને પુષ્પ અર્પિત કરો અને પીપળાને જળ અર્પિત કરો. પિતૃદોષને શાંત કરવા માટે આ ઉપાય ખૂબ ફાયદાકારક છે. 
  • પિતૃપક્ષ વખતે રોજ સાંજે ઘરની દક્ષિણ દિશામાં તેલનો દિવો કરવો. આમ તમે દરરોજ કરી શકો છો. 
  • કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો, દાન આપવુ કે કોઈ ગરીબ કન્યાના લગ્નમાં મદદ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. આમ કરવાથી પિતૃદોષ શાંત થાય છે. 
  • ઘરની દક્ષિણ દિશામાં પૂર્વજોની તસવીર લગાવો. દરરોજ તેમની પાસે પોતાની ભૂલોની ક્ષમા માંગો. કહેવાય છે કે તેનાથી પિતૃદોષનો પ્રભાવ ઓછો થાય છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ