બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / ગુજરાત / રાજકોટ / Photo Sense Made in India alternative to Adobe Photoshop rajkot

ડિજિટલ ક્રાંતિ / રાજકોટ હવે મળશે નવી ઓળખઃ 9માં ધોરણથી અભ્યાસ છોડીને વર્ષોની મહેનત બાદ યુવકે બનાવ્યો આ ખાસ સોફ્ટવેર

Hiren

Last Updated: 11:37 PM, 4 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાતું રાજકોટ વિવિધ ઈન્ડ્સ્ટ્રીઝને કારણે જાણીતુ છે. મશીનરી અને ઓટો પાર્ટસને કારણે રાજકોટની વિશ્વ ફલક પર એક આગવી ઓળખ છે. ત્યારે રાજકોટને હવે ડિજિટિલાઈઝેશન પર પણ નવી ઓળખ બનવા જઈ રહી છે. એક યુવાને ભારતને સ્વનિર્ભર બનવાની દિશામાં એક ખાસ સોફ્ટવેર તૈયાર કર્યું છે. જેણે રાજકોટને ડિજિટલ ક્રાંતિમાં નવી ઓળખ મળવા જઈ રહી છે.

  • રાજકોટ હવે મળશે નવી ઓળખ
  • યુવકે Photoshopના વિકલ્પરૂપે Photo sense નામનો સોફ્ટવેર બનાવ્યો
  • આત્મનિર્ભર ભારતનું સપનું થશે સાકાર

રાજકોટના એક યુવાને ભારતને સ્વનિર્ભર બનાવવાની દિશામાં Adobe Photoshopના વિકલ્પ રૂપે Photo Sense સોફ્ટવેર બનાવ્યો છે જેને કારણે રાજકોટનું નામ ડિજિટલ ક્રાંતિમાં ફરી ચમકયું છે.

ધોરણ 9થી અભ્યાસ છોડ્યો અને વર્ષોની મહેનતના અંતે Insidelogic softwareની સ્થાપના કરી

રાજકોટની સેન્ટમેરી સ્કૂલમાં અભ્યાસ કરનાર અસલમ સોલંકીએ વિશેષ હેતુસર ધોરણ 9થી અભ્યાસ છોડ્યો અને વ્યવસાયનું વિશેષ જ્ઞાન મેળવી વર્ષોની મહેનતના અંતે Insidelogic softwareની સ્થાપના કરી અને માત્ર એક ક્લિકથી ઓટોમેટિક વેડિંગ આલબમ બનાવવાનો આલ્બમ સેન્સ નામનો સોફ્ટવેર બનાવ્યો જેના સમગ્ર ભારતમાં આજે 20,000 જેટલા ગ્રાહકો છે અને આ સોફ્ટવેર દ્વારા રોજના ભારતના 5,000 માનવ કલાક બચી રહ્યા છે.

નાની મોટી ખામીઓને નજર અંદાજ કરી નવયુવકોને સહકાર આપવો પડશેઃ અસલમ

અસલમનુ કહેવુ છે કે જો ભારતને આત્મનિર્ભર બનાવવુ હશે તો ઉધોગ સાહસિકોએ લોકલ જરુરિયાતોને ધ્યાનમાં રાખી વિશ્વ કક્ષાની પ્રોડ્ક્ટ બનાવવી પડશે. તેમજ નૈતિક વ્યવહાર અને વ્યાજબી ભાવ જરુરી છે, આ સાથે સોસાયટીએ પણ નાની મોટી ખામીઓને નજર અંદાજ કરી નવયુવકોને સહકાર આપવો પડશે. જેવી રીતે મને સમગ્ર ભારતના સ્ટુડીયો, ફોટોગ્રાફરો અને ગ્રાફિક ડિઝાઇનરોએ સાથ અને પ્રેમ આપ્યો જેના કારણે ભારતનો પોતાનો Photo Sense સોફ્ટવેર શક્ય બન્યો.

Adobe Photoshopના વિકલ્પરૂપે Photo sense નામનો સોફ્ટવેર બનાવ્યોઃ અસલમ

વધુમાં તેમણે કહ્યું કે, મેં ભારત ભ્રમણ કરી આલ્બમ ડિઝાઈનરો, ગ્રાફિક ડિઝાઇનરો તેમજ ફોટો એડિટિંગ કરતા વ્યવસાયિકોની સૂક્ષ્મ જરુરિયાતો અને માંગને ધ્યાનમાં રાખી Adobe Photoshopના વિકલ્પરૂપે Photo sense નામનો સોફ્ટવેર બનાવ્યો. જેમાં image editing, photo cutting, photo correction, Designing અને Automation જેવી સંપૂર્ણ સુવિધા સાથે સજ્જ આ સોફ્ટવેર ભારતના આલ્બમ ડિઝાઇનરો, ગ્રાફિક ડિઝાઇનરો, કલર લેબ, સોશિયલ મિડિયા ડિઝાઇનર તેમજ ફોટાનું અને ડિઝાઇનિંગનું કામ કરતા દરેક વ્યવસાયિકને સસ્તો અને સારો વિકલ્પ ભારતના આંગણે મળી જશે. હવે આપણે વિદેશ પર નિર્ભર નહીં રહીએ.

સંકળાયેલા મુદ્દાઓ

Adobe Photoshop Photo Sense ફોટોશોપ રાજકોટ Photo Sense
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ