Tuesday, May 21, 2019

તો શું 6 જાન્યુઆરીની LRD પરીક્ષા થશે રદ્દ? હાઈકોર્ટમાં અરજી દાખલ

તો શું 6 જાન્યુઆરીની LRD પરીક્ષા થશે રદ્દ? હાઈકોર્ટમાં અરજી દાખલ
6 જાન્યુઆરીએ લેવામાં આવેલી લોકરક્ષક દળની પરીક્ષા રદ કરવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે. મળતી માહિતી પ્રમાણે ગીતા બારીયા સહિત 5 ઉમેદવારોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. 

જેમાં આક્ષેપ લગાવ્યા હતા કે લોકરક્ષક દળની પરીક્ષામાં ગુપ્તતા જળવાઈ ન હતી તેથી પરીક્ષાનું ફરી આયોજન કરવામાં આવે. આ પહેલા પણ એક ઉમેદવારે પરીક્ષામાં બારકોડ ન લગાવાયા હોવાના આક્ષેપ લગાવ્યા હતા. ત્યારે જોવું રહ્યું કે આ પિટિશન મુદ્દે હાઈકોર્ટ શું ચુકાદો આપે છે.

મહત્વનું છે કે શરૂઆતથી વિવાદોમાં ઘેરાયેલી LRD પરીક્ષા મામલે અગાઉ પણ વિવાદ સર્જાયો હતો. જેમાં લોકરક્ષક દળ પરીક્ષા મામલે ઓડિયો કલીપ વાયરલ થઈ છે. ઓડિયોમાં વિકાસ સહાયના પી.એ સાથેની વાતચીતની સામે આવી છે.

અરવલ્લીના કીર્તિ પટેલે સહાયના પી.એ.સાથે વાત કરી હોવાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. કીર્તિ પટેલ અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય છે. LRDની પરીક્ષા રદ કરવા અગાઉ CMOમાં રજૂઆત કરી હતી.
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ