બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / People used to go to the police if there was any problem, but only Rajkot police carried out sabotage: Hardik Patel

કમિશન(ર)કાંડ / VIDEO: લોકો તકલીફ હોય તો પોલીસ પાસે જતા હતા, પણ રાજકોટ પોલીસે જ તોડબાજી કરીઃ હાર્દિક પટેલ

Mehul

Last Updated: 10:50 PM, 20 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં હાર્દિક પટેલે કહ્યું કે,લોકોને તકલીફ હોય તો પોલીસ પાસે જતા હતા, હવે તો રાજકોટની પોલીસે જ તોડબાજી કરી છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચને હાર્દિક પટેલે ખાસ બ્રાંચ ગણાવી.

  • રાજકોટ પોલીસ તોડ કાંડ પર હાર્દિક પટેલના પ્રહાર 
  • પોલીસ મામલે કોંગ્રેસને 'દોડવું તુ'ને મળી ગયો ઢાળ'
  • ક્રાઈમ બ્રાંચને ગણાવી ખાસ બ્રાંચ-લગાવ્યા અન્ય આરોપ 

રાજકોટના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ અને રાજ્ય સભા સાંસદ રામભાઈ મોકરીયાએ રાજકોટ પોલીસની કામગીરી પર ઉઠાવેલા સવાલ બાદ પોલીસ તોડ કાંડ મામલે કોંગ્રેસને 'દોડવું હતું ને ઢાળ મળ્યા'ની સ્થિતિ થઇ છે. પોલીસ તોડ કાંડ મામલો અને ભૂ માફિયા કેસમાં પણ પોલીસની સંદિગ્ધ ભૂમિકાઓએ પોલીસ બેડા પર સવાલ તાક્યા છે. રાજકોટમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા.

ખાસ બ્રાંચ પર 'ખાસ'આરોપ 

રાજકોટમાં હાર્દિક પટેલે કહ્યું કે,લોકોને તકલીફ હોય તો પોલીસ પાસે જતા હતા, હવે તો રાજકોટની પોલીસે જ તોડબાજી કરી છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચને હાર્દિક પટેલે ખાસ બ્રાંચ ગણાવતા કહ્યું કે, ખાસ બ્રાંચે કમિશનરનું ઘર ભરવાનું કામ કર્યુ છે. વધુમાં,રાજકોટ સીપી શ્વાનનો બર્થ ડે અમદાવાદમાં મનાવે છે.એટલું જ નહિ ખાસ બ્રાંચના કેટલાક અધિકારીઓ શ્વાનના પગમાં પહેરવા સોનું  પણ લાવે છે. રાજકોટના પોલીસ કમિશનરનાં  નજીકના વ્યક્તિએ અમદાવાદથી કરોડોનું સોનુ ખરીદ્યુ છે. અને નજીકના વ્યક્તિના બર્થ ડે પર ગિફ્ટમાં ખાસ બ્રાંચ કાર આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ