બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / People of Ahmedabad will get rid of parking problem

રાહત / હવે અમદાવાદીઓને મળશે ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ, પે એન્ડ પાર્કની સુવિધાને લઇ તંત્રનો એક્શન પ્લાન તૈયાર

Malay

Last Updated: 05:15 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદીઓને પાર્કિંગ સમસ્યાથી છૂટકારો મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ-પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં પાર્કિંગની સગવડ વાહનચાલકોને આપવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે. નવા પે એન્ડ પાર્કથી વાહનચાલકોને ટ્રાફિકની જામની સમસ્યાથી મુક્તિ મળશે.

 

  • અમદાવાદમાં નવ જગ્યાએ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરાશે
  • પે એન્ડ પાર્કિંગ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા
  • શપથ-Vથી પ્રહ્લાદનગર ગાર્ડન સુધીના રોડ પર પાર્કિંગ કરી શકશે

તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ઉત્તર ઝોનમાં નવ જગ્યાએ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે. આ નવા પેન્ડ પાર્કથી વાહનચાલકોને ટ્રાફિકની જામની સમસ્યાથી મુક્તિ મળશે તેમજ કુલ 1822 વાહન આ જગ્યાઓએ પાર્ક થઈ શકશે. હવે તંત્ર દ્વારા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં પણ પાર્કિંગની સગવડ વાહનચાલકોને આપવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે, જે હેઠળ શપથ-Vથી પ્રહ્લાદનગર ગાર્ડન સુધીના 12 મીટરના રોડ પર પણ પાર્કિંગ કરી શકાશે તેવું ચિત્ર ઊપસ્યું છે.

સતત વધતા વાહનોને કારણે પાર્કિંગની વધી માંગ
શહેરીજનોને કનડતી મુખ્ય સમસ્યામાં ટ્રાફિકજામની સમસ્યાનો પણ સમાવેશ થાય છે. એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં 39 લાખ જેટલાં વાહનો છે, જેમાં સાત લાખ ફોર વ્હીલર્સ છે. વધુ ને વધુ લોકો અંગત વાહનો વસાવી રહ્યા હોઈ રોડ પરનાં વાહનનાં દબાણ પણ સતત વધતાં જાય છે. જેના કારણે પાર્કિંગની સતત માગ વધી રહી છે.

કોન્ટ્રાક્ટરો પાસેથી ઓફરો મંગાવાઈ 
મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરીજનોમાં વધતી જતી પાર્કિંગ માટેની માગને પહોંચી વળવા માટે સતત આયોજન કરાઈ રહ્યાં છે, જે હેઠળ સમયાંતરે નવાં નવાં પાર્કિંગનાં સ્થળો માટે થઈને ટેન્ડર પ્રસિદ્ધ થઈ રહ્યાં છે. શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં તંત્રએ પાર્કિંગ માટે નક્કી કરેલી ઓનસ્ટ્રીટ રોડની જગ્યામાં વાહનોના પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ટેન્ડર કમ હરાજીથી ત્રણ વર્ષની મુદત માટે કોન્ટ્રાક્ટરો પાસેથી ઓફરો મંગાવાઈ છે. તંત્ર દ્વારા જાહેર હરાજી માટે 15 માર્ચ નક્કી કરાઈ છે. લોકોની સુવિધા માટે તંત્રએ ત્રણ જગ્યા નક્કી કરી છે કે જ્યાં વાહનચાલકો રોડ પર પોતાના વાહનનું પાર્કિંગ કરી શકશે. 

અહીં પાર્ક કરી શકાશે કુલ 186 વાહન 
ટીપી સ્કીમ નં. 24 (વેજલપુર)માં શપથ-Vથી પ્રહ્લાદનગર ગાર્ડન સુધીના 12 મીટર રોડ પર 153 ટુ-વ્હીલર અને 33 ફોર વ્હીલર મળીને કુલ 186 વાહન પાર્ક કરી શકાશે. જે માટે વાર્ષિક અપસેટ વેલ્યૂ રૂ. 4,98,960 અને અર્નેસ્ટ મની ડિપોઝિટ રૂ. 25,000 નક્કી કરાઈ છે. ટીપી સ્કીમ નં. 84-એ હેઠળ શિવમ પ્રાયોરીથી ઓર્ચિડ મેફેર સુધીના 18 મીટર ટીપી રોડ પરની એક સાઇટ પર વાહનચાલકોને ઓનસ્ટ્રીટ પાર્કિંગની સુવિધાનો લાભ મળશે. જેમાં 110 ટુ-વ્હીલર અને 61 ફોર વ્હીલર મળીને કુલ 171 વાહનનો સમાવેશ થાય છે. આ માટે રૂ. 3,69,839ની વાર્ષિક અપસેટ વેલ્યૂ અને રૂ. 25,000ની અર્નેસ્ટમની ડિપોઝિટ નક્કી કરાઈ છે.

જ્યારે ટીપી સ્કીમ નં. 24 (વેજલપુર)ના ચીમનભાઈ ઇન્સ્ટિટ્યૂટથી મોન્ડિયલ સ્ક્વેર સુધીના એસજી હાઈવે પેરેલેલ રોડ પર એક સાઇડ ઓનસ્ટ્રીટ પાર્કિંગ માટે નક્કી કરાઈ છે. આ જગ્યાએ કુલ 120 ટુ-વ્હીલર અને 45 ફોર વ્હીલર મળીને કુલ 165 વાહનના પાર્કિંગની સુવિધા લોકોને ઉપલબ્ધ થશે. તંત્ર દ્વારા આ સ્થળ માટે રૂ. 5,04,900ની વાર્ષિક અપસેટ વેલ્યૂ તેમજ રૂ. 50,000ની અર્નેમેન્ટમની ડિપોઝિટ નિશ્ચિત કરાઈ છે. મ્યુનિ. તંત્ર દ્વારા આ ત્રણેય જગ્યાએ મળીને કુલ 522 વાહનો માટે ઓનસ્ટ્રીટ પાર્કિંગની સુવિધા ઊભી થનાર છે.

40 ટકા પાર્કિંગ પરમિટ માટે અનામત રાખવાની રહેશે
તંત્રના અત્યાર સુધીનાં ધારાધોરણ મુજબ પાર્કિંગ માટેની કુલ જગ્યામાંથી 40 ટકા પાર્કિંગ પરમિટ માટે અનામત રાખવાની રહેશે. જો કોઈ અરજદાર પાર્કિંગ પરમિટ માટે માગણી કરે તો પાર્કિંગ પરમિટ માટે અનામત રાખેલી જગ્યામાં પ્રવર્તમાન દરના 12 કલાક માટેના દર ગણીને તે અરજદારને માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક ધોરણે પાર્કિંગ પરમિટ આપવાની રહેશે, પરંતુ જો પાર્કિંગ પરમિટ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થાય તો તેવા સંજોગોમાં સામાન્ય લોકોના પાર્કિંગ માટે તે જગ્યા ઉપયોગમાં લઈ શકાશે. વાહન પાર્કિંગ ફી અંગેની પહોંચ દરેક વાહન પાર્ક કરનારને આપવાની રહેશે તેમજ પાર્કિંગ ફીનાં ધોરણ દર્શાવતું બોર્ડ જાહેર જનતા દૂરથી જોઈ શકે તે સ્થળે રાખવાનું રહેશે અને તેને કાયમી ધોરણે નિભાવવાનું રહેશે.

Parking hassle free: Onstreet parking on the busiest road in Ahmedabad

‘AMDAPARK’ એપનો ઉપયોગ કરવાનો રહેશે
સમગ્ર પે એન્ડ પાર્ક ચલાવવા અંગેની કાર્યવાહી મ્યુનિસિપલ તંત્ર દ્વારા પાર્કિંગ માટે ડેવલપ કરાયેલી ‘AMDAPARK’ નામની મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી પરવાનેદારે કરવાની રહેશે. ‘AMDAPARK’ એપ્લિકેશનને સપોર્ટ કરતા થર્મલ પ્રિન્ટર સ્વખર્ચે લાવવાના રહેશે અને તેના આધારે વાહનચાલકોને ટોકન પહોંચ આપવાની રહેશે.

ટુ-વ્હીલરચાલકોએ પહેલા બે કલાક માટે રૂ.5 ચૂકવવા પડશે
તંત્રનાં ધારાધોરણ મુજબ જ આ ત્રણેય ઓનસ્ટ્રીટ પાર્કિંગમાં ટુ-વ્હીલરચાલકોએ પહેલા બે કલાક માટે રૂ. પાંચ અને કારચાલકોને રૂ. 15 ચૂકવવા પડશે. સાઇકલ માટે પહેલા એક કલાકનું ભાડું એક રૂપિયો અને બીજા કલાકનું ભાડું રૂ. 2 નક્કી કરાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ