બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / People are likely to get relief from cold According to the forecast 31 in Ahmedabad by February 7

આગાહી / અમદાવાદીઓ ટાઢકમાંથી મળશે રાહત, આ તારીખ સુધીમાં તાપમાન 31 ડિગ્રીને આંબશે, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Kishor

Last Updated: 06:01 PM, 1 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠંડીમાંથી લોકોને રાહત મળે તેવી શકયતા છે. આગાહી મુજબ અમદાવાદમાં ૭ ફેબ્રુઆરી સુધીમાં ૩૧ ડિગ્રીએ તાપમાન અટકે શક્યતાઓ રહેલી છે.

  • અમદાવાદમાં ૭ ફેબ્રુઆરી સુધીમાં ૩૧ ડિગ્રીએ  તાપમાન અટકશે
  • શહેરમાં ઠંડા પવનના જોર વચ્ચે ૧૩.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું
  • તાપમાન ૭ ફેબ્રુઆરી સુધીમાં ૩૧ ડિગ્રીએ જઈ અટકશે

સામાન્ય રીતે મહાશિવરાત્રી પર્વથી કાતિલ ઠંડી વિદાય લેતી હોવાની ધારણા છે, જોકે આ શિયાળો અમદાવાદ સહિત ગુજરાત માટે લાંબો બનીને રહ્યો છે. એકાંતરે આવતી કોલ્ડવેવ કહો કે ઠંડીના નવા રાઉન્ડથી લોકો ધ્રૂજતા રહ્યા છે. દિવસ દરમિયાન પણ ઠંડીનું જોર અનુભવાતું હોઈ સ્વેટર સહિતનાં ગરમ વસ્ત્રો પહેરવાની લોકોને ફરજ પડી રહી છે, જોકે હવે સ્થાનિક હવામાન વિભાગની આગાહીને જોઈએ તો અમદાવાદમાં બપોરે ગરમીનો પારો ઊંચકાઈને તા. ૭ ફેબ્રુઆરી સુધીમાં ૩૧ ડિગ્રીએ જઈ અટકશે. બીજા અર્થમાં હવે દિવસે લાગતી હાડ થિજાવતી ઠંડીના પ્રમાણમાં ખાસ્સો એવો ઘટાડો થતો જશે.

Alert! આજથી ગુજરાતમાં રેકોર્ડબ્રેક ઠંડીની થશે શરૂઆત, દરિયાકાંઠે 60 કિમીની  ઝડપે ફૂંકાઈ શકે છે પવન | Alert! Record-breaking cold will start in Gujarat  from today, winds may blow at ...


શહેરમાં ઠંડા પવનના જોર વચ્ચે ૧૩.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું

આજે અમદાવાદમાં ઠંડા પવનના જોર વચ્ચે ૧૩.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન જેટલું જ હતું. દરમિયાન, સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા શહેરમાં આગામી તા. ૭ ફેબ્રુઆરી સુધીમાં ૧૬ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન અને ૩૧ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની આગાહી કરાઈ છે, જ્યારે રાજ્યનાં અન્ય પ્રમુખ શહેરોની ઠંડી તપાસતાં વડોદરા ૧૪.૮, ભાવનગર ૧૭.૪, ભૂજ ૧૨, છોટાઉદેપુર ૧૫, દાદરા-નગર હવેલી ૧૮.૨, દાહોદ ૧૨, દમણ ૧૯, ડાંગ ૧૫, ડીસા ૧૨.૬, દીવ ૧૪.૨, દ્વારકા ૧૬.૪, ગાંધીનગર ૧૨.૮, જૂનાગઢ ૧૯.૮, જામનગર ૧૫.૯, કંડલા ૧૪.૪, નલિયા ૫.૩, નર્મદા ૧૧.૭, ઓખા ૧૮.૮, પાટણ ૧૧.૮, પોરબંદર ૧૬.૫, રાજકોટ ૧૨.૮, સાસણ-ગીર ૧૭.૩, સિલવાસા ૧૮.૨, સુરત ૧૮.૨, વલસાડ ૧૪.૪ અને સુરતમાં ૧૭.૩ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.


૪ ફેબ્રુઆરીથી રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે

હવામાન વિભાગની કચેરીની આગાહી મુજબ હજુ ત્રણ દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનનું હાલનું પ્રમાણ જળવાઈ રહેશે. તા. ૪ ફેબ્રુઆરીથી તેમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. આજે નલિયાનો અપવાદ છોડતાં રાજ્યનાં તમામ પ્રમુખ શહેરોમાં દસ ડિગ્રીથી વધુ ઠંડી નોંધાઈ હતી.-

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ