બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / penalty has to be paid for breaking the FD, the bank has change the rules.

તમારા કામનું / હવે FD તોડાવવા પર ચૂકવવી પડશે મસમોટી પેનલ્ટી, આ બૅન્કે કડક કરી નાંખ્યા નિયમો

MayurN

Last Updated: 05:59 PM, 13 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકતી મુદત પહેલાં પૈસા ઉપાડવા ઉપર હવેથી લાગશે ચાર્જ, 181 દિવસ થી ઓછી એફડી તોડવા પર હવેથી લાગશે પેનલ્ટી

  • યશ બેન્કનાં નવા નિયમમાં એફડી તોડવા ઉપર ચાર્જ 
  • 181 થી ઓછા દિવસની એફડી તોડવા પર લાગશે પેનલ્ટી 
  • ચાર્જ 5 કરોડથી ઓછી રકમના એફડી પર

 

એફડી તોડવા પર હવેથી ચાર્જ લાગશે  
સમયથી પહેલાં રોકાણને તોડવું એ ક્યારેય યોગ્ય પગલું માનવામાં નથી આવતું, પરંતુ જયારે જરૂર પડે ત્યારે લોકો એફડી તોડીને પોતાની પૈસાની માંગને પૂરી કરે છે. આ જ કારણે રોકાણનો તેમને પૂરે પૂરો લાભ મળતો નથી. પરંતુ હવે યસ બેન્કનાં ગ્રાહકોને એફડી તોડવા ઉપર  રોકાણનો લાભ તો નહિ મળે સાથે સાથે પેનલ્ટી પણ લાગશે. યશ બેન્કના નવા નિયમ મુજબ અમૂક ચોક્કસ સમયગાળા સુધીની સમય મર્યાદા સાથે એફડી તોડવા ઉપર ગ્રાહકે દંડ ભરવો પડશે બેન્કની વેબસાઈટ માં જણાવ્યા અનુસાર આ ફી 16 મે 2022થી લાગુ પડશે.

કેટલી પેનલ્ટી લાગશે 
બેન્ક તરફથી મળેલ જાણકારી અનુસાર  181 દિવસથી ઓછા સમયની ફિક્સ ડીપોઝીટમાં તમે સમય નિર્ધારિત કર્યા પહેલાં પૈસા ઉપાડવા ઉપર ગ્રાહકને આપવી પડશે પેનલ્ટી. આ પહેલા આ સમયગાળા ની એફડી ઉપર કોઈ પણ જાતની પેનલ્ટી નહોતી લગતી. પણ જો હવે નિર્ધારિત સમય પહેલાં પીસ ઉપાડી લેવામાં આવશે તો તેને ૦.25 ટકાની પેનલ્ટી લાગશે. આ નિયમ વરિષ્ઠ નાગરિકોને લાગુ નહિ પડે.  પ્રીમેચ્યોર વિડ્રોઅલ પેનલ્ટી 5 કરોડ રૂપિયાથી ઓછી એફ ડી ઉપર લાગુ પડશે. 182 દિવસથી વધુ સમયની એફડી ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ લગાવવામાં નહિ આવે. હાલ 5 કરોડથી ઓછી રકમની એફડી અને 182 અથવા તેથી વધુ દિવસો ની એફડી ઉપર ૦.5 ટકા પેનલ્ટી લાગે છે.

કોઈ અન્ય ચાર્જ શું છે 
બેન્કના જણાવ્યા અનુસાર સમય પહેલાં એફ ડી તોડવા ઉપર વ્યાજ મળવાપાત્ર છે. 5 કરોડ રૂપિયાથી વધુની એફડી ઉપર ૦.25 ટકા પેનલ્ટી લાગુ પડશે. આ નિયમ બધા ને લાગુ રહેશે. એવા સીનીયર સીટીઝન કે જેણે 5 જુલાઈ 2019 થી 15 મેં 2019 વચ્ચે એફ ડી કરી છે તેને પેનલ્ટી લાગશે જયારે 16 મેં પછી કરેલ એફડી ઉપર કોઈ પણ પ્રકારની પેનલ્ટી નહિ લાગુ પડે.      

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ