બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / સુરત / pedestrian death in surat BRTS accident

અકસ્માત / સુરતમાં BRTSએ વધુ એક રાહદારીનો ભોગ લીધો, નાગરિકનું મોત થતા રોષે ભરાયેલા લોકોએ કર્યો પથ્થરમારો

Dhruv

Last Updated: 09:23 AM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના પુણા વિસ્તારમાં બેફામ બનેલી BRTS બસની હડફેટે આવતા એક રાહદારીનું મૃત્યુ થયું છે.

  • સુરતમાં BRTS બસ બેફામ બની હોવાની વધુ એક ઘટના
  • પુણા વિસ્તારમાં BRTSની અડફેટે રાહદારીનું મૃત્યુ
  • અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ કર્યો પથ્થરમારો

સુરતમાં BRTS બસે વધુ એક નાગરિકનો ભોગ લીધો છે. શહેરના પુણા વિસ્તારમાં BRTS બસની અડફેટે એક રાહદારી આવી જતા તેનું મોત નિપજ્યું છે. જો કે આ ઘટનામાં અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ બસના કાચ તોડીને તોડફોડ કરી હતી. જો કે, પુણા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો

આપણે અનેક વાર જોયું હશે કે BRTS બસના અવારનવાર અકસ્માત થયાની ઘટના સામે આવતી હોય છે, જેના શિકાર રાહદારી અથવા તો કોઇ વાહનચાલક ભોગ બનતા હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સુરતથી સામે આવી છે. જેમાં BRTS એક રાહદારીને અડફેટે લેતા તેનું મોત થયું છે. જો કે, આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો. પરંતુ પોલીસને જાણ થતા જ તે તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આ સમગ્ર મામલાને પોલીસે થાળે પાડ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આખરે કઇ રીતે અકસ્માત થયો અને કેટલાં વાગે થયો જેવી અનેક બાબતે વધુ તપાસ હાથ ધરી રહી છે.

તાજેતરમાં જ ઉધનામાં પણ એક બેકાબુ કાર દુકાનમાં ધૂસી ગઇ હતી

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સુરતના ઉધના વિસ્તારમાં એક બેકાબુ બનેલી કાર એક ખાનગી કંપનીના મોલમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જો કે એ સમયે મોલમાં કોઈ ન હોવાને લઇને મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ સોશિયલ મીડિયામાં પણ તેનો વીડિયો ખૂબ વાઇરલ થયો હતો. જો કે આ ઘટનાને લઇને આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલાં કતારગામ વિસ્તારમાં લાલ કલરની એક બેફામ ગતિએ દોડતી ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની ન હોતી થઇ.
પરંતુ જોતજોતામાં રસ્તો ક્રોસ કરીને ધરતી નમકીન નામની ફરસાણની એક દુકાનના બોર્ડમાં ધડાકાભેર પૂરપાટ ઝડપે આવેલી કાર અથડાઈ હતી. પરંતુ બપોરનો સમય હોવાના કારણે દુકાનમાં કોઈ ગ્રાહક નહીં હોવાને લીધે મોટી અકસ્માતની ઘટના ટળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ