બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:40 PM, 22 March 2023
ADVERTISEMENT
શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણ થિયેટરમાં રિલીઝ થયાના બે મહિના બાદ ઓટીટી પર રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર આવી છે. રિલીઝ થવાની સાથે જ આ ફિલ્મને ઓટીટી પર ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર શાહરુખની ફિલ્મ પઠાણ ટ્રેન્ડ કરી રહી છે.
પહેલેથી જ એવુ કહેવામાં આવી રહ્યુ છે કે ઓટીટી પર ફિલ્મમાં તે સીન્સ બતાવવામાં આવ્યા છે જે થિયેટર્સમાં ફિલ્મને બતાવતા પહેલા ડિલીટ કરવામાં આવ્યા હતા. હવે જ્યારે પ્રાઇમ વીડિયો પર પઠાન રિલીઝ થઇ છે, ત્યારે ડિલીટ થયેલા સીન્સને જોઇ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, અને તેની સાથે જોડાયેલી ક્લિપ્સ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે.
એક ટ્વિટર યૂઝરે 17 સેકેન્ડનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં શાહરુખ ખાન લિફ્ટથી નિકળીને પોતાની ઓફિસ એરિયામાં એન્ટ્રી કરતી નજર આવી રહ્યા છે. આ સીનમાં શાહરુખ દમદાર અવતારમાં જોવા મળી રહ્યો છે. વીડિયો શેર કરતા એક યૂઝરે લખ્યું કે, આને કેમ ડિલીટ કર્યુ હતું, આ સીન થિયેટરમાં આગ લગાવી દેત...
ADVERTISEMENT
Added Screen #Pathaan #PathaanOnPrime pic.twitter.com/aSIyv7ljuG
— Zissu555 (@iamZishan555) March 22, 2023
ADVERTISEMENT
ટોર્ચર સીન પણ વધારવામાં આવ્યો
જ્યારે શાહરૂખ ખાન ફિલ્મમાં એન્ટ્રી થાય છે ત્યારે આપણે જોયું કે તેને ખુરશી સાથે બાંધવામાં આવ્યો હતો અને કેટલાક લોકો તેને ટોર્ચર કરી રહ્યા હતા, ત્યારબાદ શાહરૂખે ખુરશી પરથી ઉભા થઈને ત્યાંનું વાતાવરણ બદલી નાખ્યું હતું. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે આ સીનને પણ લંબાવવામાં આવ્યો છે. આ સાથે એક અન્ય સીન પણ એડિટ કરવામાં આવ્યો છે, જેનો વીડિયો પણ ટ્વિટર યુઝરે પોસ્ટ કર્યો છે.
This Torture Scene has been added the Extented Version..🔥
— 😎Sourav Srkian Das😎 (@SrkianDas04) March 22, 2023
"Teri Hindi Bohot Achhi Hai, Teri Maa Hindustan Gayi Thi Ya Joint Operation" 😄🔥#PathaanOnPrime pic.twitter.com/dPWvjT5x9R
ADVERTISEMENT
જો કે, આવા બીજા ઘણા સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચાહકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. આ સાથે સલમાન ખાનનો કેમિયોની પણ ચર્ચા થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT