બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Pashu Kisan Credit Card for gujarati farmer

ખેતી વાડી / ગાય ભેંસ ઉપર મેળવી શકો છો ક્રેડિટ કાર્ડ, પશુ કિસાન ક્રેડિટ કાર્ડથી મળશે 1.60 લાખની લોન

Gayatri

Last Updated: 06:22 PM, 23 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિસાન ક્રેડિટ કાર્ડથી તો લગભગ ખેડૂતો અવગત હશે પણ હવે સરકારે પશુપાલકો માટે પણ એક સરસ મજાની યોજના બહાર પાડી છે. જેમાં ગાય અને ભેંસ ઉપર બેંકમાંથી લોન અને સહાય મળશે. આ માટે ખેડૂત હોવ કે ન હોવ પણ જો તમે પશુપાલન કરતા હોવ અને બેંક એકાઉન્ટ હોવ તો પણ તમને પશુકિસાન ક્રેડિટ કાર્ડ મળે છે.

  • ગાય-ભેંસ ઉપર મળશે ક્રેડિટ કાર્ડ
  • 1.60 લાખથી વધુની મળશે લોન
  • સમયસર વ્યાજ ચુકવતા ખેડૂતોને મળશે ગ્રાન્ટ

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર વધુમાં વધુ 1.60 લાખની લોન કોઈપણ જાતની ગેરન્ટી વગર મળે છે. પશુકિસાન ક્રેડિટ કાર્ડ ઉપર બેંક 7 ટકા જેટલું વાર્ષિક વ્યાજ વસૂલે છે. જો સમયસર વ્યાજની ચુકવણી થઈ જશે તો રૂાય 3 લાખથી વધુની લોન ઉપર સરકાર દ્વારા 3 ટકા વ્યાજની ગ્રાન્ટ આપવામાં આવશે. આ પશુકિસાન ક્રેડિટ કાર્ડ દરેક બેંક ATMમાં અને નોંધાયેલા એકમોમાં ખરીદી કરવામાં ચાલશે. તેમાંથી વધુમાં વધુ રૂા. 6797ની ખરીદી કરી શકાશે. 

કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજ

  • બેંક એકાઉન્ટ
  • બેંકમાંથી આવેદન ફોર્મ
  • હાઈપોથિકેશન કરાર
  • કેવાયસી ઓળખ માટે મતદાર કાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ વગેરે
  • બેંક માંગે તે દસ્તાવેજ

 

કેટલી મળી શકે છે લોન

  • ગાય માટે વર્ષે 40, 783
  • ભેંસ માટે વર્ષે 60,249
  • ઘેટા-બકરા માટે વર્ષે 4063
  • સુવર માટે વર્ષે 16,337


કોણ છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ માટે એલિજેબલ

મત્સઉદ્યોગ
જે મત્સઉદ્યોગ સાથે સંકળાયેલા હોય તે તમામ ખેડૂતો. જે એકલા અથવા તો પાર્ટનરશીપમાં ફીશરીંગનો વ્યવસાય કરતાં હોય. મહિલા ગૃપ, ખેડૂતોના ગૃપ સાથે મળીને પણ તળાવ, ટેંકમાં ફિશરીંગનો વ્યવસાય કરા હોય તે તમામ આ યોજનાનો લાભ મેળવી શકે. જો કે તેમની પાસે ફિશરીંગને લગતું લાયસન્સ હોવું ફરજિયાત છે. 

દરિયાખેડૂ માછીમારો
દરિયામાં માછીમારી કરનારા માછીમારોને પણ આ યોજનાનો લાભ મળી શકે આ માટે ભાડે અથવા પોતાની બોટ હોવી જોઈએ અને દરિયામાં માછીમારી માટેનું લાયસન્સ હોવું જોઈએ. 

મરઘાં ઉછેરનાર ખેડૂતો
મરઘાં ઉછેરનાર ખેડૂતો પણ આ અંગે લોન લઈ શકે છે. 

અન્ય પશુપાલકો

ઘેટા, બકરાં, સુવર, સસલાં, પક્ષી સિવાયના પશુ-પક્ષીનું પાલન કરનાર દરેક પશુ કિસાન ક્રેડિટ કાર્ડ માટે એલિજેબલ છે. ફક્ત આ માટે પશુપાલન માટે નાનો શેડ કે જગ્યા હોવી જોઈએ જે ભાડેથી કે પછી પોતાની હોઈ શકે. 

ડેરી ફાર્મર
દૂધઉત્પાદન વ્યવસાય માટે પોતાનો કે, ભાડેથી અથવા કરાર આધારિત શેડ લઈને પશુઓ રાખતા ખેડૂતો પશુપાલન ક્રેકિડ કાર્ડ યોજનાનો લાભ લેવા માટે લાયક છે. 

આલેખન: Gayatri Joshi

સંકળાયેલા મુદ્દાઓ

Cow Credit card Gayatri Joshi Pashu Kisan Credit Card agro News buffalo ક્રેડિટ કાર્ડ ખેતીવાડી ગાય અને ભેંસ પશુ કિસાન ક્રેડિટ કાર્ડ Agro News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ