બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Paperless system will be implemented in Rajkot District Panchayat

પહેલ / રાજકોટ જિલ્લા પંચાયતમાં નવતર અભિગમ: 25 ડિસેમ્બરથી શરૂ થઈ જશે આ ડિજિટલ સુવિધા

Malay

Last Updated: 09:56 AM, 14 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જિલ્લા પંચાયત રાજ્યની પ્રથમ પેપરલેસ સરકારી કચેરી બને તે માટેનો ધમધમાટ ઘણા સમયથી શરૂ કરાયો છે. આ માટે જિલ્લા પંચાયતના 170 અધિકારીઓને તાલીમ પણ આપવામાં આવી છે.

  • રાજકોટ જિલ્લા પંચાયતમાં  પેપરલેસ સિસ્ટમ થશે લાગુ
  • અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતીથી ઇ-સરકાર એપ્લિકેશન કરાશે શરૂ 
  • જિલ્લા પંચાયતના 170 અધિકારીઓને અપાઈ છે તાલીમ 

રાજકોટ જિલ્લા પંચાયતને ગુજરાતની પ્રથમ પેપરલેસ કચેરી બનાવવા મથામણ શરૂ થઈ છે. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતીના દિવસે  ઇ-સરકાર એપ્લિકેશન શરૂ કરાશે. ઇ-સરકાર એપ્લિકેશન શરૂ કરી જિલ્લા પંચાયત પેપરલેસ થશે. આમ કરવાથી કચેરીઓમાં કાગળ ઘટશે અને ખર્ચ બચશે. 

ફાઈલો સ્કેન કરીને ઈ-કોપી બનાવાશે
કચેરીમાં હાલ જે પણ ફાઈલો છે તે સૌથી પહેલા સ્કેન કરીને તેની ઈ-કોપી બનાવવામાં આવશે. જે બાદ નવી ફાઈલો પણ પેપર લેશ બનશે. આ બધુ કામ કોમ્પ્યુટરની મદદથી થશે. ઈ-સરકાર એપ શરૂ કરાયા બાદ અધિકારીઓ એ તપાસી શકશે કે કઈ ફાઈલ કેટલા સમયથી ક્યા ટેબલ પર અને  ક્યા અધિકારી પાસે પેન્ડિંગ છે. 

ઈ-સરકાર એપ્લિકેશન શરૂ કરાશે
આ અંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું કે, રાજ્યમાં વર્ષ 2005થી ઇન્ટિગ્રેટેડ વર્ક ફ્લો એન્ડ ડોક્યુમેન્ટ મેનજમેન્ટ સિસ્ટમ એપ્લિકેશનથી વહીવટી પ્રક્રિયા કરવામાં આવતી હતી, જેમાં હવે અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરીને ઈ-સરકાર એપ્લિકેશન શરૂ કરવામાં આવી રહી છે.

તાલુકા પંચાયતોમાં પણ શરૂ થશે પેપરલેસ સિસ્ટમ 
તેઓએ જણાવ્યું કે, સરકારના નવતર અભિગમનો અમલ થશે. આ માટે જિલ્લા પંચાયતના 170 અધિકારીઓને તાલીમ અપાઈ છે. જિ.પંચાયત સાથે જોડાયેલી તાલુકા પંચાયતોમાં હવે પેપરલેસ સિસ્ટમ અપનાવાશે. આગામી સમયમાં ફેબ્રુઆરીમાં બજેટ આવી રહ્યું છે, 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ