બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / panchmahal-duplicate-sex-medicine-producing-factory-busted-from-godhra

NULL / ગોધરામાંથી નકલી શક્તિવર્ધક દવા બનાવવાનો પર્દાફાશ દેશ-વિદેશમાં થતું હતું વેચાણ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગોધરાઃ સાતપુલ વિસ્તારમાંથી ડુપ્લિકેટ દવા બનાવવાનું કારખાનું ઝડપાયું છે. ગુજરાત ફાર્માસ્યુંટીકલ નામના કારખાનામાથી નકલી પ્યોર ગ્રે 100 નામની દવા બનાવવામાં આવતી હતી. આ કારખાનામાં દરોડા પાડીને પોલીસે દવાના 24 હજાર 650 બોસ જપ્ત કર્યાં છે. પોલીસે કુલ 55 લાખથી વધુ રૂપિયાની દવા જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરી છે.


મહત્વનુ છે કે આ દવા મુંબઈની જી.એન.ફાર્માસ્યુટીકલ કંપનીમાં બનાવાવમાં આવે છે. ત્યારે હવે આ કંપનીને જાણ થતા કંપની દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ કંપનીના કર્મચારીઓ દ્વારા મળેલી બાતમી આધારે પોલીસે સાતપુલ વિસ્તારમાંથી ચાલતા દવાખાનામાં દરોડા પાડ્યા હતા. આ દવાખાનામાંથી પોલીસને તપાસ કરતા નકલી દવાનો મોટો જથ્થો મળ્યો છે. 



આ સિવાય પોલીસને દવા બનાવવાની મશીનરી અને દવા બનાવવામાં આવતી સામગ્રી પણ મળી આવી હતી. આ કારખાનામાં બનાવવામાં આવતી દવાઓનું વેચાણ સ્થાનિક કક્ષાએ નહીં પરંતુ વિદેશમાં કરવામાં આવતુ હતું. પોલીસે આ કારખાનાના માલિક સામે કોપી રાઈટ ટ્રેડમાર્કના ભંગ અને છેતરપીંડીની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોધી ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસ દ્વારા તપાસ કરતા આ કારખાના માલિક દ્વારા આ દવાનું ગોધરા ખાતે જ પ્રોડક્શન-પેકિંગ કરવામાં આવતું હતું. પોલીસ દ્વારા આ દવાના પ્રોડક્શન અને પેકિંગ બાબતે યોગ્ય પરવાના માંગતા મળી ના આવતા દવાનો તમામ જથ્થો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત ફાર્માસ્યુંટીકલ કપનીના માલિક સલીમ અબ્દુલ હકીમ ફોદાની તપાસ કરવામાં આવતા તે સ્થળ પર મળી આવ્યો નહોતો.  


પોલીસના જણાવ્યા અનુસાર 'અમે મુંબઈ ખાતેથી આવીએ છીએ અને અમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોધરા ખાતે આવેલ ગુજરાત ફાર્માસ્યુંટીકલ કંપનીમાં અમારી કંપનીની પ્રોડક્ટ પ્યોર ગ્રે ૧૦૦ નામની દવાની કોપી કોઈપણ સત્તા વગર કરવામાં આવતું હતું. તેનું વેચાણ વિદેશમાં કરવામાં આવે છે. આજે ગોધરા ખાતે પોલીસને સાથે રાખી અમે ત્યાં રેડ કરાવતા આજે મોટી સંખ્યામાં અમારી કંપનીની દવાનો મોથો જથ્થો મળી આવ્યો હતો.'

ડિટેકટીવ કંપનીના કર્મચારીના મતે આ કારખાનામાં બનાવવામાં આવતી દવાઓનું વેચાણ સ્થાનિક કક્ષાએ નહીં પરંતુ વિદેશમાં કરવામાં આવે છે. પોલીસ દ્વારા સાત પુલ વિસ્તારમાં આવેલા ગુજરાત ફાર્માસ્યુંટીકલ નામના કારખાના માંથી પ્યોરગ્રે ૧૦૦ નામની સેક્સ્વર્ધક ટેબ્લેટના ૨૪૬૫૦ બોક્ષ કિંમત ૫૫ ૨૧ ૬૦૦/- નો મુદ્દમાલ ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા હાલ આ કારખાનાના માલિક સામે કોપી રાઈટ ટ્રેડમાર્કના ભંગ અને છેતરપીંડીની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં ઉંચી માત્રમાં બનેલી દવાનો જથ્થો પકડીને પોલીસે સીલ કરી દેવામાં આવ્યો છે. ત્યારે સૂત્રોની મળતી માહિતી અનુસાર આ ફેક્ટરીમાંથી વિદેશમાં મોટી માત્રામાં આ દાવાનો જથ્થો મોકલવામાં આવતો હતો. જેના કારણે ડિટેક્ટિવ એજન્સી દ્વારા તપાસ કરતા આ દવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દવાનું આ કારખાનું તો ઝડપાઇ ગયું પરંતુ જ્યારે પોલીસ તપાસમાં કોણ કોના નામ ખુલે છે તેમજ આ દવાનો ક્યાં-ક્યાં સપ્લાય થતો હતો તેની પાછળ કોણ છે તે તપાસ બહાર જ નામ બહાર આવે તેવી શક્યતા છે.

Vtvના સવાલઃ 
  • કોની મિલીભગતથી ચાલતું હતું કારખાનું ? 
  • દવા બનાવવાની પરવાનગી લીધી ? 
  • શું આરોગ્ય વિભાગ અજાણ હતું? 
  • શું હપ્તા લઇ ચાલતું હતું કારખાનું ? 
  • કોણ હતા નકલી દવાના ખરીદાર ? 
  • એક્સપોર્ટના સમયે પણ ચેકિંગ થતુ ન હતું? 
  • નકલી દવા એક્સપોર્ટ કઇ રીતે થઇ ? 
  • શુ અધિકારીઓ અને કંપનીના માલિકની મિલીભગત? 
  • શું મેડિકલ સ્ટોર્સ વાળાઓની સાંઠગાંઠ હશે? 
  • સ્ટોર્સ વાળાએ વધુ કમિશન લઇને નકલી દવા વેચી ? 
  • કંપની ખુલ્લેઆમ દવાનુ કરતી હતી વેચાણ! 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ