બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Panchayat department health workers will go on strike tomorrow

માંગણી / કાલથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉતરશે હડતાળ પર, જાણો શું છે સમગ્ર મામલો

Vishnu

Last Updated: 07:24 PM, 7 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઇ ચોથી વખત હડતાળ કરવાનું એલાન

  • આવતીકાલે આરોગ્ય સેવા ખોરવાવાની સંભાવના
  • આરોગ્ય કર્મચારી હડતાળ પર ઉતરશે
  • ચોથી વખત હડતાળ પર ઉતરશે

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પડતર માંગણીઓના વણઉકેલાયેલા પ્રશ્નો સામે આવી રહ્યા છે. હાલ પંચાયત વિભાગમાં હડતાળનો દોર ચાલી રહ્યો છે. પહેલા તલાટીની હડતાળ બાદ હવે આરોગ્ય વિભાગના કર્મીઓ પોત-પોતાની માંગને લઈ રસ્તા પર ઉતરશે.

આરોગ્યકર્મીની માગ કેમ નથી સંતોષાતી?
પંચાયત વિભાગના તમામ આરોગ્ય કર્મચારીઓ આવતી કાલે હડતાળ પર ઉતરશે. આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીને લઇ ચોથી વખત હડતાલ પર ઉતરશે. જેથી આરોગ્યની સેવાઓ ખોરવાવાની સંભાવના સેવાઈ રહી છે. આ હડતાળ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ કરવામાં આવશે. અગાઉ આરોગ્યકર્મીઓ 2017, 2019 અને 2021માં હડતાળ પર ઉતર્યા હતા. આ સમયે સરકારે માંગણીઓનું સમાધાન માટે આશ્વાસન આપ્યું હતું. આમ છતાં માંગણી નહીં સંતોષાતા આરોગ્ય કર્મચારીઓ આવતીકાલે હતડાળ પર ઉતરશે. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ-પે રૂપિયા 1 હજાર 900થી વધારી રૂપિયા 2 હજાર 800 કરવા માગ કરી છે. સાથે કોવિડ સમયમાં કામ કર્યું તે માટે ફેરણી ભથ્થુ આપવા માગ કરી છે.

શું છે માંગણી?

  • ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઇ ચોથી વખત હડતાળ પર ઉતરશે
  • 2017, 2019 અને 2021માં કર્મચારીઓ માંગણીઓને લઇ હડતાળ કરી હતી
  • અગાઉ સરકારે માંગણીઓનું સમાધાન માટે આપ્યું હતું આશ્વાસન
  • આરોગ્ય કર્મચારીઓને ગ્રેડ પે રૂ.1900 થી વધારી રૂ.2800 કરવા માગ
  • કોવિડ સમયમાં કામ કર્યું તે માટે ભથ્થુ આપવાની માગ 
  • ફેરણી ભથ્થુ (PTA) આપવાની કર્મચારીઓની માગ

કોણ કોણ હડતાળમાં જોડાશે?
ગુજરાતના 33 જિલ્લાના આરોગ્યના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, THS, THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર જેવા પંચાયતના આરોગ્યલક્ષી તમામ કર્મી તેમજ ફિલ્ડ કર્મચારીઓ પણ હડતાલમાં જોડાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ