ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / pan aadhaar link update pan aadhaar link deadline issued by govt is 31 march 2022

ડેડલાઈન / 3 દિવસ જ બાકી! PAN-આધાર લિંક નહીં કર્યું હોય તો લાગશે 10000નો દંડ, ઘરે બેઠા સિમ્પલ પ્રોસેસથી ફટાફટ પતાવો કામ

Published By: Arohi

Last Updated: 03:43 PM, 29 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે હજુ સુધી PAN અને Aadhaarને લિંક નથી કરાવ્યું તો જલ્દી કરો, નહીં તો સરકારના નિયમો અનુસાર 31 માર્ચ, 2022 પછી તમારું PAN અમાન્ય થઈ જશે. એટલે કે હવે તમારી પાસે આ કામ કરવા માટે માત્ર 3 દિવસ બાકી છે. ચાલો જાણીએ તેની પ્રક્રિયા.

ADVERTISEMENT

  • 31 માર્ચ બાજ તમારૂ PAN કાર્ડ થઈ જશે બેકાર 
  • પાન કાર્ડના નિષ્ક્રિય થવાથી નહીં કરી શકો નાણાકીય લેવડદેવડ 
  • રદ્દ પાનના ઉપયોગ પર પાન ધારકને 10000 રૂપિયા દંડ ભરવો પડશે

પાન કાર્ડ હોલ્ડર્સ માટે ખૂબ જ જરૂરી ખબર છે. સરકારે PAN અને આધારને લિંક કરવા માટે એલર્ટ જાહેર કર્યું છે. જો તમે અત્યાર સુધી PAN અને આધારને લિંક નથી કરાવ્યું તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.

હકીકતે આધાર કાર્ડ અને પાન કાર્ડ ભારતમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક છે. જો તમે 31 માર્ચ પહેલા તેને લિંક નહીં કરો તો તમારું આધાર નિષ્ક્રિય થઈ જશે. અને ધ્યાનમાં રાખો કે માર્ચ 31 માં માત્ર 3 દિવસ બાકી છે. ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાથી લઈને મોટા બેંકિંગ ટ્રાન્ઝેક્શન સુધી, આધારને PAN કાર્ડ સાથે લિંક કરવું પણ જરૂરી છે. આ સિવાય તમામ પ્રકારના નાણાકીય કામ માટે પાન કાર્ડ હોવું ફરજિયાત છે. જો PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તો ભારે દંડ ભરવો પડી શકે છે. ચાલો જાણીએ કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું.

અમાન્ય થઈ જશે PAN 
જો તમે તેને લિંક નહીં કરો તો તમારું PAN આવકવેરા કાયદાની કલમ-139AA હેઠળ અમાન્ય ગણાશે. આવી સ્થિતિમાં તમે ITR ઓનલાઈન ફાઇલ પણ કરી શકશો નહીં. આમાં તમારું ટેક્સ રિફંડ રોકાઈ શકાય છે. આ સિવાય તમે કોઈપણ નાણાકીય વ્યવહારમાં PANનો ઉપયોગ કરી શકશો નહીં.

આ રીતે ઑનલાઇન લિંક કરો
1. સૌથી પહેલા ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જાઓ.
2. આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો.
3. જો આધાર કાર્ડમાં જન્મનું વર્ષ જ આપવામાં આવ્યું હોય તો ચોરસ પર ટિક કરો.
4. હવે આપેલ કેપ્ચા કોડ દાખલ કરો.
5. હવે Link Aadhaar બટન પર ક્લિક કરો.
6. તમારા PAN ને આધાર સાથે લિંક કરવામાં આવશે.

પાન કાર્ડ રદ થવા પર થઈ જશે નકામું 
પાન કાર્ડ રદ થયા બાદ તેને ફરીથી ઓપરેટિવ કરી તો શકાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે જો આ દરમિયાન કોઈએ રદ કરાયેલ પાન કાર્ડનો ઉપયોગ કર્યો છે. તો તે આવકવેરા કાયદા હેઠળ કલમ 272Bનું ઉલ્લંઘન માનવામાં આવશે. આવી સ્થિતિમાં PAN ધારકને 10000 રૂપિયાનો દંડ ભરવો પડશે. આટલું જ નહીં, જો રદ્દ થયેલ પાન કાર્ડનો ફરી ક્યાંક ઉપયોગ કરવામાં આવે તો દંડ પણ વધી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Deadline PAN Aadhaar Link PAN Card આધાર કાર્ડ પાન કાર્ડ PAN Aadhaar link

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ