બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Palanpur Convention Umiyadham President Sanatan Dharma Statement Election

પાટીદાર સંમેલન / લોકસભામાં પાટીદાર સમાજ કોની સાથે રહેશે? ઉમિયા ધામના પ્રમુખ આર.પી.પટેલે કર્યો ખુલાસો

Ajit Jadeja

Last Updated: 02:28 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલનપુરમાં આયોજિત મહાસંમેલનમાં વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે જે પાર્ટી સનાતન ધર્મ સાથે હશે તેની સાથે પાટીદાર સમાજ હશે.

Palanpur News: લોકસભા ચૂંટણીને લઇને રાજ્યમાં વિવિધ સમાજો તેમની રાજકીય અને સામાજિક માગણીઓ પક્ષ સમક્ષ મુકી રહ્યા છે. તેવામાં લોકસભા ચૂંટણીને લઇને પાટીદાર સમાજ કઇ પાર્ટી સાથે છે તેને લઇને મોટું નિવેદન સામે આવ્યું છે. વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે જે પાર્ટી સનાતન ધર્મ સાથે હશે તેની સાથે પાટીદાર સમાજ હશે. પાલનપુરમાં આયોજિત મહાસંમેલનમાં આર.પી. પટેલે આ નિવેદન આપ્યું છે.

પાલનપુરમાં પાટીદારોને મહાસંમેલન

લોકસભા ચૂંટણી પહેલા જ પાલનપુરમાં પાટીદારોનું મહાસંમેલન યોજાયું છે.  31 ગામ કડવા પાટીદાર સમાજ વાડીમાં મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આ પાટીદાર મહાસંમેલનમાં મંત્રી ઋષિકેશ પટેલ જોડાયા હતા. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનને લઈ પાટીદારોનું સંમેલન યોજવામાં આવ્યુ છે. જેમાં મોટીસંખ્યામાં કડવા પાટીદારો ઉમટ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી પટેલની સાથે પાટીદાર આગેવાનો જોડાયા હતા. પાલનપુરમાં લોકસભા ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન યોજવામાં આવ્યુ છે. આ સંમેલનમાં રાજ્યના કદાવર મંત્રીની ખાસ ઊપસ્થિતી જોવા મળી છે. આ સાથે સમાજના જાણીતા અગ્રણીઓ પણ ઉપસ્થીત રહ્યા હતા. પાટીદારો દ્વારા બનાસકાંઠામાં સંમેલન યોજીને પાટીદાર એકતા બતાવી છે. આ સંમેલનમાં મોટીસંખ્યામાં બહેનો ખાસ ઉપસ્થીત જોવા મળી હતી. 

 

આ પણ વાંચોઃ  લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં પાટીદારોનું મહાસંમેલન, ઋષિકેશ પટેલ-અનિકેત ઠાકર જોડાયાં

ચૂંટણીમાં ગુંજશે સનાતન ધર્મનો મુદ્દો

પાલનપુરમાં મીડિયા સાથે વાતચીત કરતા વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આર.પી.પટેલે લોકસભા ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની પડખે રહેશે તેને લઇને ખુલાસો કર્યો છે. ચૂંટણીને લઇને  આર.પી.પટેલે કહ્યુ છે કે જે પાર્ટી સનાતન ધર્મ સાથે રહેશે તેની સાથે પાટીદાર રહેશે. સનાતન ધર્મની સાથે રહેનારી પાર્ટીની સાથે પાટીદાર સમાજ....સનાતનને અપશબ્દો બોલનારને જડબાતોડ જવાબ આપીશું. નોધનીય છે કે, પાટીદાર સમાજના અગ્રણી દ્વારા અપાયેલા નિવેદન બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકિય પાર્ટીઓ દ્વારા પણ હવે વોટબેંક પર પકડ જમાવવા માટે હિન્દુત્વનો મુદ્દો મહત્વનો બની રહેશે. હિન્દુ મતદારો પણ હવે સનાતન ધર્મ સાથે રહેનાર પાર્ટીઓની સાથે રહેવાનું ખુલીને કહી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણીના માહોલમાં કેવા સમીકરણો જોવા મળે છે તેના પર નજર રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ