બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Lok Sabha elections Patidars Mahasamelan in Palanpur Rishikesh Patel-Aniket Thacker

બનાસકાંઠા / લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં પાટીદારોનું મહાસંમેલન, ઋષિકેશ પટેલ-અનિકેત ઠાકર જોડાયાં

Ajit Jadeja

Last Updated: 12:01 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

31 ગામ કડવા પાટીદાર સમાજ વાડીમાં મહાસંમેલનનું આયોજન, સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત

Palanpur News: લોકસભા ચૂંટણી પહેલા જ પાલનપુરમાં પાટીદારોનું મહાસંમેલન યોજાયું છે.  31 ગામ કડવા પાટીદાર સમાજ વાડીમાં મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આ પાટીદાર મહાસંમેલનમાં મંત્રી ઋષિકેશ પટેલ-અનિકેત ઠાકર જોડાયા હતા. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનને લઈ પાટીદારોનું સંમેલન યોજવામાં આવ્યુ છે. જેમાં મોટીસંખ્યામાં કડવા પાટીદારો ઉમટ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી પટેલની સાથે પાટીદાર આગેવાનો જોડાયા હતા. પાલનપુરમાં લોકસભા ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન યોજવામાં આવ્યુ છે. આ સંમેલનમાં રાજ્યના કદાવર મંત્રીની ખાસ ઊપસ્થિતી જોવા મળી છે. આ સાથે સમાજના જાણીતા અગ્રણીઓ પણ ઉપસ્થીત રહ્યા હતા. પાટીદારો દ્વારા બનાસકાંઠામાં સંમેલન યોજીને પાટીદાર એકતા બતાવી છે. આ સંમેલનમાં મોટીસંખ્યામાં બહેનો ખાસ ઉપસ્થીત જોવા મળી હતી. આ બેઠક પર મુખ્ય બંને  રાજકિય પક્ષો દ્વારા બિન પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે આ સંમેલન બાદ રાજકિય ક્ષેત્રે પણ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.

પાટીદારોનું એકતાનું સંમેલન

બનાસકાંઠામાં લોકસભાના ભાજપ અને કોંગ્રેસ બંનેએ ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. બંને મહિલા ઉમેદવારો છે જેમની વચ્ચે આ ચૂંટણી જંગ જામવાનો છે. આ જિલ્લો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો હોવાથી લોકોની અપેક્ષાઓ પણ ખૂબ હોય છે. બંને મહિલા ઉમેદવારો દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. પરંતુ આ વચ્ચે પાલનપુરમાં યોજાયેલું પાટીદાર મહા સંમેલન અનેક ચર્ચાઓ જગાવી રહ્યુ છે. આ સંમેલનમાં કોઇ રાજકીય ચર્ચા થઇ હોવાનું જાણવા નથી મળી રહ્યું  પરંતુ બનાસકાંઠા જિલ્લામાં પાટીદાર વોટબેંક કોની સાથે રહેશે તેને લઇને રાજકીય વિશ્લેષકો અટકળો લગાવવા માંડ્યા છે.

વધુ વાંચોઃ કચ્છમાં રાતે 1 વાગ્યે ભૂકંપનો મોટો આંચકો આવતાં ગભરાટ, ખાવડા નજીક કેન્દ્રબિંદુ

બનાસકાંઠાનું રાજકિય ગણિત

લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં ગામડે ગામડે ફરી રહ્યા છે. બનાસકાંઠા લોકસભા સીટ પર પ્રથમ ચૂંટણી વર્ષ 1951માં થઇ હતી. બનાસકાંઠા સીટ પર દસ વાર કોંગ્રેસ તો પાંચ વાર ભાજપનો વિજય થયેલો છે. બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર કરતો મત વિસ્તાર છે. ચૂંટણીમાં ખેડૂત અને પશુપાલન સાથે જોડાયેલા પ્રશ્નો મહત્વનો રોલ ભજવે છે. આ જિલ્લો પછાત જિલ્લો કહેવાય છે. ત્યારે સરકાર પાસે સ્થાનિક લોકો અપેક્ષાઓ રાખી રહ્યા હોય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ